ભારતીય ટીમના ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ પોતાની પત્ની રીવાબા સાથે ખાસ અંદાજમાં ઉજવી લગ્નની વર્ષગાંઠ, તસવીરોએ જીત્યા ચાહકોના દિલ, જુઓ

પતિ રીવાબા સાથે કેક કાપીને રવિન્દ્ર જાડેજાએ ઉજવી લગ્નની 7મી વર્ષગાંઠ, તસવીરોમાં જોવા મળ્યો અનોખો અંદાજ.. જુઓ

બોલીવુડના સેલેબ્સની જેમ ક્રિકેટરોનો પણ ચાહકોની વચ્ચે દબદબો જોવા મળતો હોય છે. ઘણા ક્રિકેટરો એવા છે જેમણે ચાહકો વચ્ચે પોતાનું આગવું સ્થાન બનાવ્યુ છે, ત્યારે હાલ IPLનો માહોલ ચાલી રહ્યો છે અને આ માહોલ વચ્ચે ક્રિકેટ રસિયાઓ પણ પોતાની ટીમને સમર્થન કરી રહ્યા છે.

ત્યારે હાલમાં જ ભારતીય ટીમના સૌથી શ્રેષ્ઠ ઓલરાઉન્ડર અને હાલ આઇપીએલમાં ચેન્નાઇ સુપર કિંગ્સ વતી રમી રહેલા રવિન્દ્ર જાડેજાએ તેમના ચાહકો સાથે કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં તે તેમની પત્ની સાથે જોવા મળી રહ્યા છે. આ તસવીરો શેર કરવા પાછળનું કારણ તેમના લગ્નની વર્ષગાંઠ છે.

રવિન્દ્ર જાડેજાએ રીવાબા સાથેની એક તસવીર શેર કરી છે. જેમાં જાડેજા ચેન્નાઇની ટી શર્ટ પહેરીને તેમની પત્ની રીવાબાના ખભે હાથ મૂકીને ઉભા છે. આ ઉપરાંત સામે કેક અને બુકે પણ ટેબલ પર મુકેલા જોવા મળી રહ્યા છે. આ તસવીર શેર કરવાની સાથે જાડેજાએ લખ્યું છે, “ભાગીદારી સારી રીતે ચાલી રહી છે. હજુ લાંબી મજલ કાપવાની છે.”

આ ઉપરાંત રીવાબાએ પણ તેમના ફેસબુકમાં ઘણી બધી તસવીરો શેર કરી છે. જેની સાથે તેમણે લખ્યું છે, “આજથી સાત વર્ષ પહેલાં, અમે અમારા પરિવાર અને મિત્રોની સામે એકબીજાના શપથ લીધા હતા. મેં કહ્યું હતું કે જ્યારે મારી આંગળીમાં વીંટી હશે ત્યારે તે હંમેશ માટે રહેશે, અને મેં હંમેશા એવું માન્યું છે.”

રીવાબાએ આગળ લખ્યું, “આ યુનિયન આપણે એકબીજાને કેટલા દિવસો કે વર્ષોથી ઓળખીએ છીએ તેના પર આધારિત નથી પરંતુ આપણે એકબીજા માટેના ઊંડા, કાયમી પ્રેમ અને આદર પર આધારિત છે. અમે આ છેલ્લા સાત વર્ષોમાં સાથે મળીને ઘણી અડચણોમાંથી પસાર થયા છીએ, અને તેમ છતાં અમે હજુ પણ ઊંચા ઊભા છીએ.”

ત્યારે હવે રીવાબા અને રવિન્દ્ર જાડેજા દ્વારા શેર કરવામાં આવેલી આ તસવીરો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહી છે અને ઘણા બધા લોકો તેમના લગ્નની આ 7મી વર્ષગાંઠ નિમિત્તે શુભકામનાઓ પણ પાઠવી રહ્યા છે. જાડેજાના સાથી ક્રિકેટરોએ પણ કોમેન્ટ કરીને સુખી લગ્ન જીવનની શુભકામનાઓ પાઠવી છે.

Niraj Patel