પહેલી એનિવર્સરી પર આલિયા ભટ્ટ માટે લંડનથી એટલી મોંઘી ગિફ્ટ લઇને આવ્યો રણબીર કપૂર કે કિંમત સાંભળી જ ઉડી જશે હોંશ

એનિવર્સરી પર પત્ની આલિયા માટે લંડનથી મોંઘી ગિફ્ટ લઇને આવ્યો રણબીર, ગિફ્ટની કિંમત સાંભળી હલી જશો તમે

આલિયા ભટ્ટ અને રણબીર કપૂર ઇન્ડસ્ટ્રીના ફેવરેટ કપલમાંના એક છે. 14 એપ્રિલ 2022ના રોજ લગ્ન કરી રિલેશનશિપને લગ્નનું નામ આપનાર આ કપલે હાલમાં જ તેમના લગ્નની પહેલી એનિવર્સરી સેલિબ્રેટ કરી. રણબીર લંડનમાં ફિલ્મ ‘એનિમલ’ના શૂટિંગમાં વ્યસ્ત હતો. પણ આ બધાની વચ્ચે પણ તેણે આલિયા માટે સમય કાઢ્યો.

રણબીર તેના લગ્નની પહેલી એનિવર્સરી આલિયા સાથે મનાવવા માટે મુંબઈ પરત ફર્યો હતો. રસપ્રદ વાત એ છે કે, રણબીરનો એરપોર્ટ પરનો વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેના હાથમાં ‘શનેલ’ શોપિંગ બેગ દેખાઇ રહી છે. આ બેગની કિંમતની ચર્ચા દરેક જગ્યાએ થઈ રહી છે. એનિવર્સરી સેલિબ્રેટ કરવા માટે મુંબઈ પરત ફરતી વખતે રણબીર કપૂર હાથમાં બેગ લઈને જોવા મળ્યો હતો.

ચાહકોનું માનવું છે કે તેણે આલિયા ભટ્ટ માટે લંડનથી ‘શનેલ’ બેગ ખરીદી હતી. પ્રથમ એનિવર્સરી પર આલિયા અને રણબીર તેમના નવા ઘરના બાંધકામ સ્થળની મુલાકાત લેતા પણ જોવા મળ્યા હતા, અને અભિનેત્રીએ તે જ ગુલાબી ‘શનેલ’ સ્લિંગ બેગ કેરી કરી હતી. આ બેગની કિંમત લગભગ 10 લાખ રૂપિયા હોવાનું કહેવાય છે.

રણબીરનો એરપોર્ટનો વીડિયો સામે આવ્યા બાદ તરત જ ચાહકોએ ગિફ્ટ વિશે અનુમાન લગાવવાનું શરૂ કરી દીધું હતું. જણાવી દઇએ કે, આલિયાએ પહેલી એનિવર્સરી પર ત્રણ તસવીરો શેર કરી હતી, જેમાંની એક રણબીર સાથે પ્રપોઝ ડેની અદ્રશ્ય તસવીર હતી અને એક હલ્દી સરેમનીની તસવીર હતી.

ઉલ્લેખનીય છે કે, એનિવર્સરી સેલિબ્રેટ કર્યા બાદ રણબીર ‘એનિમલ’ના શૂટિંગ માટે લંડન જવા રવાના થયો હતો. આ ફિલ્મમાં તેની સાથે રશ્મિકા મંદાના, અનિલ કપૂર અને બોબી દેઓલ પણ છે. બીજી તરફ આલિયા ભટ્ટ રણવીર સિંહ સાથે ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’માં અને કેટરિના કૈફ તેમજ પ્રિયંકા ચોપરા સાથે ‘જી લે ઝરા’માં જોવા મળશે.

 

View this post on Instagram

 

A post shared by Manav Manglani (@manav.manglani)

Shah Jina