IPLમાં સચિન તેંડુલકરના દીકરાએ રચ્યો ઇતિહાસ, તેના પપ્પા પણ ના કરી શક્યા એ કારનામુ કરીને બતાવ્યું, પિતાની ખુશી જોઈને ગદગદ થઇ જશો. જુઓ વીડિયો

IPLમાં જે કામ ક્રિકેટના ભગવાન કહેવાતા સચિન તેંડુલકર ના કરી શક્યા એ કામ દીકરાએ કરી બતાવ્યું, જુઓ દીકરાના વિકેટ લેવા પર સચિને શું કહ્યું ?

હાલ આઇપીએલનો માહોલ પુરજોશમાં ચાલી રહ્યો છે અને દરેક ટીમ જીતવા માટેના ભરપૂર પ્રયાસો કરતી જોવા મળી રહી છે. આ દરમિયાન દરેક મેચ પણ ખુબ જ રોમાંચક બની રહી છે અને દર્શકો પણ પોતાની ગમતી ટીમને સપોર્ટ કરવા માટે લાગી ગયા છે. ત્યારે ગઈકાલે પણ એક એવી જ રોમાંચક મેચ મુંબઈ ઇન્ડિયન્સ અને સનરાઈઝ હૈદરાબાદ વચ્ચે યોજાઈ હતી.

આ મેચમાં મુંબઈની ટીમે હૈદરાબાદને 14 રને હરાવ્યું. ત્યારે આ મેચમાં સૌની નજર એક ખેલાડી પર વધુ હતી અને તે હતો ક્રિકેટના ભગવાન તરીકે ઓળખાતા સચિન તેંડુલકરનો દીકરો અર્જુન તેંડુલકર. જે ગઈકાલે હૈદરાબાદ સામે પોતાની બીજી મેચ રમી રહ્યો હતો. તેણે ગત રવિવારે આઇપીએલમાં ડેબ્યુ કર્યું. આ પહેલા સચિન પણ આજ ટીમમાંથી આઇપીએલ રમી ચુક્યો છે.

અર્જુન માટે પોતાની પહેલી મેચ ખુબ જ ખાસ હતી, તે એક બોલર છે અને તેનું સપનું હતું કે પહેલી જ મેચમાં તે વિકેટ ચટકાવે, પરંતુ પહેલી મેચમાં તેનું આ સપનું અધૂરું રહી ગયું. ત્યારે ગઈકાલની મેચમાં તેણે પોતાના કેરિયરની પહેલી વિકેટ મેળવી અને તે સાથે જ તેના પિતા સચિન તેંડુલકર પણ ભાવુક થઇ ગયા હતા. જે કામ સચિન નહોતો કરી શક્યો તે દીકરાએ કર્યું.

ઈન્ટરનેશનલ ક્રિકેટમાં સેંકડો વિકેટ લેનાર સચિન તેંડુલકરને આઈપીએલમાં ક્યારેય વિકેટ મળી નથી, પરંતુ તેના પુત્ર અર્જુન તેંડુલકરે તે કરી બતાવ્યું. તેણે આઈપીએલની બીજી મેચમાં જ વિકેટ લીધી હતી. આંતરરાષ્ટ્રીય સ્તરે 201 વિકેટ લેવાનો રેકોર્ડ સચિન તેંડુલકરના નામે છે. T20 ઈન્ટરનેશનલ ક્રિકેટની એક મેચ રમનાર સચિન તેંડુલકરે તે મેચમાં પણ એક વિકેટ લીધી હતી, પરંતુ IPLમાં 4 ઈનિંગ્સમાં બોલિંગ કરનાર સચિનને ​​એક પણ વિકેટ મળી ન હતી. તેણે હવે તેનો ઉલ્લેખ કર્યો.

મુંબઈ ઈન્ડિયન્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદની આઈપીએલ 2023ની મેચ પછી સચિન તેંડુલકરે ટ્વીટ કર્યું કે, “મુંબઈ ઈન્ડિયન્સ તરફથી ફરી એકવાર શાનદાર ઓલરાઉન્ડ પ્રદર્શન. કેમેરોન ગ્રીન બેટ અને બોલ બંનેથી પ્રભાવિત. ઈશાન અને તિલકની સારી બેટિંગ! IPL દરરોજ વધુ રસપ્રદ બની રહ્યું છે. અને આખરે તેંડુલકરની આઈપીએલ વિકેટ છે!”

Niraj Patel