આ ફ્લોપ ખેલાડીઓની પત્ની છે રૂપરૂપનો અંબાર, ખૂબસુરતી આગળ તો બોલિવુડ અભિનેત્રીઓ પણ ફેઇલ…રોમેન્ટિક છે લવ સ્ટોરી

મેદાનમાં ભલે ધોવાઈ જતો ફ્લોપ આ ખેલાડી…પણ પત્ની છે જાણે અપ્સરા, સુંદરતાથી ચાહકોના મોહી લે છે મન, જુઓ તસવીરો 

ભારત માટે ડેબ્યૂ કરવાનું દરેક ક્રિકેટરનું સપનું હોય છે. આ સપનું પૂરું કર્યા પછી પણ પ્રદર્શનમાં સાતત્યના અભાવને કારણે ઘણી વખત ખેલાડીઓ ટીમમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી શકતા નથી. ત્યારે આજે અમે એવા ત્રણ ક્રિકેટરો વિશે જણાવવા જઇ રહ્યા છે, જેઓ મેદાનમાં ફ્લોપ રહ્યા છે, પણ ઘણી વખત તેમની સુંદર પત્નીના કારણે હેડલાઇન્સમાં રહે છે. દેશ માટે બ્લુ જર્સીમાં ડેબ્યૂ કરવાનું દરેક યુવા ખેલાડીનું સપનું હોય છે. ઘણા ખેલાડીઓ પોતાનું સપનું પૂરું કરવામાં સફળ પણ રહ્યા હતા.

પણ આંતરરાષ્ટ્રીય સ્તરે સ્થાનિક પ્રદર્શનને સતત જાળવી ન શકવાને કારણે તે ટૂંક સમયમાં જ ટીમની બહાર થઈ ગયા. જો કે આ ક્રિકેટર પોતાની સુંદર પત્નીના કારણે હંમેશા ચર્ચામાં રહે છે. વાત કરીએ દેશના ત્રણ એવા ખેલાડીઓની જેઓ મેદાનમાં ફ્લોપ રહ્યા, પણ પોતાની સુંદર પત્નીના કારણે લાઇમલાઇટમાં રહ્યા. સ્ટુઅર્ટ બિન્નીની આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કારકિર્દી લાંબો સમય ટકી શકી નહીં. જો કે તે પોતાની સુંદર પત્નીને કારણે હંમેશા સમાચારમાં રહે છે.

તેમની પત્ની સ્પોર્ટ્સ એન્કર છે. સ્ટુઅર્ટ બિન્નીની જેમ વિનય કુમારની કારકિર્દી પણ ખાસ રહી નથી. પરંતુ તે તેની સુંદર પત્ની રિચા સિંહને કારણે લાઈમલાઈટમાં રહે છે. રિચા સિંહ એક સ્પોર્ટ્સ કંપની ચલાવે છે. મયંતી લેંગર અને રિચા સિંહની જેમ ભારતીય ટીમમાંથી બહાર ચાલી રહેલા મનોજ તિવારીની પત્ની સુષ્મિતા રોય પણ ખૂબ જ સુંદર છે. તે દરરોજ સોશિયલ મીડિયા પર તસવીરો શેર કરતી રહે છે.

ભારતીય સ્ટાર ઓલરાઉન્ડર સ્ટુઅર્ટ બિન્નીએ ભારતીય ટીમ માટે ઘણી મેચો પોતાના દમ પર જીતી છે. સ્ટુઅર્ટ બિન્નીએ પ્રખ્યાત એન્કર મયંતી લેંગર સાથે લગ્ન કર્યા હતા. લગ્ન પહેલા મયંતીએ સ્ટુઅર્ટ બિન્નીનો ઈન્ટરવ્યુ કર્યો હતો. મયંતી લેંગર દેખાવમાં ખૂબ જ સુંદર છે. ભારતના સ્ટાર ખેલાડી સ્ટુઅર્ટ બિન્નીએ વર્ષ 2012માં મયંતી લેંગર સાથે લગ્ન કર્યા અને 2020માં પિતા બન્યા. જ્યારે સ્ટુઅર્ટ ઈન્ડિયન ક્રિકેટ લીગમાં રમી રહ્યો હતો ત્યારે મયંતી લેંગર એન્કરિંગ કરી રહી હતી.

જે બાદ બંનેએ એકબીજા પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કર્યો હતો. મયંતી લેંગર ઈન્સ્ટાગ્રામ પર ઘણી એક્ટિવ રહે છે. તેના દ્વારા શેર કરવામાં આવેલ ફોટા ચાહકોને ખૂબ જ પસંદ આવે છે. તે ક્રિકેટ વિશેની માહિતી પણ શેર કરતી રહે છે. મયંતી લેંગરને ફરવાનો ઘણો શોખ છે અને તે અવાર નવાર ઇન્સ્ટાગ્રામ પર તસવીરો શેર કરતી હોય છે. મનોજ તિવારીની પત્ની સુષ્મિતા પણ ઈન્સ્ટાગ્રામ પર એક્ટિવ રહે છે. તે પોતાની સુંદર અને ગ્લેમરસ તસવીરો શેર કરતી રહે છે.

Shah Jina