‘રોજ રાત્રે હું તમને…’ ધનશ્રી પાસેથી મળ્યો દગો ? વિદેશીને દિલ આપી બેઠો યુઝી ચહલ, પ્રપોઝ કરતો વીડિયો આવ્યો સામે

Yuzvendra Chahal Proposed Jos Buttler : ટીમ ઈન્ડિયાનો સ્પિન માસ્ટર યુઝવેન્દ્ર ચહલ (Yuzvendra Chahal) આઈપીએલમાં (IPL 2023) પોતાનો જલવો વિખેરી રહ્યો છે. અત્યાર સુધી ચહલ સૌથી વધુ વિકેટ લેવાના મામલે ત્રીજા સ્થાને છે. ત્યાં આ શાનદાર પ્રદર્શનની વચ્ચે યુઝવેન્દ્ર ચહલનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેમાં ચહલ એક ખેલાડીને પ્રપોઝ કરતો જોવા મળે છે. આ જોઈને ટીમ ઈન્ડિયાનો બેટ્સમેન શિખર ધવન પણ આશ્ચર્યચકિત થઈ ગયો છે.

યુઝવેન્દ્ર ચહલ ટીમનું મનોરંજન કરવામાં કોઈ કસર છોડતો નથી. તેનું બોન્ડિંગ માત્ર ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ સાથે જ નહીં પરંતુ વિદેશી ખેલાડીઓ સાથે પણ સારું છે. તેમાંથી એક નામ જોસ બટલરનું (Jos Buttler) પણ છે, જેની સાથે ચહલ ઘણીવાર મસ્તી કરતો જોવા મળે છે. ગત સિઝનથી બંને ખેલાડીઓ વચ્ચે સારી બોન્ડિંગ જોવા મળી રહી છે.

રાજસ્થાન રોયલ્સે (rajasthan royals) એક વીડિયો શેર કર્યો છે જેમાં ચહલ જોસ બટલરને પ્રપોઝ કરતો જોવા મળી રહ્યો છે. વીડિયોમાં ચહલ ફ્લાવર પોટ સાથે જોસ બટલરને કહે છે, ‘જોસ ભાઈ, તમે મારા જીવનનો પ્રેમ છો. ગયા વર્ષે જ્યારે હું તમને મળ્યો ત્યારે મારું હૃદય ધડક…ધક…ધક…કરી રહ્યુ હતું. હું તમને દરરોજ રાત્રે જોઉં છું અને મહેસૂસ કરુ છું. શું તમે મારી સાથે ડેટ પર જવા માંગશો ?

આના પર જોસ કહે છે, ‘હા બિલકુલ’ આ વીડિયો જોયા બાદ ધવને ચહલની મજા લીધી. ધવન ઘણીવાર જોસ બટલર અને યુઝવેન્દ્ર ચહલ પર કોમેન્ટ કરતો જોવા મળે છે. આ વખતે પણ ધવને આ વીડિયો પર કોમેન્ટ કરી છે. તેણે લખ્યું, ‘મારી શંકા સાચી નીકળી અને હવે આ જુઓ. માં કા લાડલા બિગડ ગયા.’

 

View this post on Instagram

 

A post shared by Rajasthan Royals (@rajasthanroyals)

Shah Jina