રૂપ રૂપનો અંબાર છે IPL અને ભારતીય ટીમના સ્ટાર ખેલાડીની પત્ની, સસરા IPS ઓફિસર બની કરી રહ્યા છે દેશની સેવા, ગજબની છે તેની લવસ્ટોરી, જુઓ
Mayank Agarwal Love Story : હાલ દેશભરમાં આઇપીએલ (IPL) નો માહોલ છવાયેલો છે. દરેક ટીમ પોતાના શ્રેષ્ઠ પ્રદર્શનથી મેચ જીતવા માટે પ્રયાસો કરી રહી છે. ત્યારે આ દરમિયાન ચાહકોનો ઉત્સાહ પણ ચરમસીમાએ જોવા મળી રહ્યો છે. તે પણ પોતાની ગમતી ટીમને સપોર્ટ કરવામાં લાગી ગયા છે. ત્યારે આ દરમિયાન આઇપીએલમાં રમી રહેલા કેટલાક ખેલાડીઓની કહાની પણ સામે આવે છે.
ત્યારે હાલ સનરાઈઝ હૈદરાબાદ તરફથી IPLમાં રમી રહેલો અને ભારતીય ટીમમાં ઓપનિંગ બેટ્સમેન તરીકે જોવા મળનારા મયંક અગ્રવાલ (Mayank Agarwal) ની કહાની પણ વાયરલ થઇ રહી છે. તેની લવસ્ટોરી સામે આવતા જ તેના ચાહકો પણ હેરાન રહી ગયા. મેદાન પર એકદમ શાંત દેખાતા મયંકની લવ લાઈફ કોઈ ફિલ્મી સ્ટોરીથી ઓછી નથી.
આશિતા સૂદ (Aashita Sood) અને મયંક અગ્રવાલ 4 જૂન, 2018ના રોજ લગ્ન કર્યા પહેલા 7 વર્ષ સુધી રિલેશનશિપમાં હતા. આશિતાને પ્રપોઝ કરવા માટે મયંકે ફિલ્મી સ્ટાઇલ અપનાવી હતી. તેણે જાન્યુઆરી 2018માં થેમ્સ નદીના કિનારે બાંધવામાં આવેલા એરિયલ ઝૂલા ‘લંડન આઈ’માં તેની પત્નીને પ્રપોઝ કર્યું હતું.
આશિતાએ પણ મયંકનો રોમેન્ટિક પ્રપોઝલ સ્વીકારવામાં મોડું ન કર્યું. મયંકે આ વિશે જણાવ્યું હતુ કે તેઓ એકબીજાને 7 વર્ષથી ઓળખેૃતા હતા. મીડિયા રિપોર્ટ અનુસાર, તેઓ દિવાળીના એક કાર્યક્રમમાં મળ્યા હતા. તેમના પરિવારજનો એકબીજાને પહેલેથી જ ઓળખતા હતા.
પત્ની આશિતા વિશે વાત કરતા મયંક અગ્રવાલે એક ઈન્ટરવ્યુમાં કહ્યું કે તેને આશિતાની સાદગી ખૂબ જ પસંદ છે. મયંકની પત્ની બેંગ્લોરની છે. તેણે કાયદાનો અભ્યાસ કર્યો છે, જ્યારે તેના પિતા પરવીન સૂદ પોલીસ કમિશનર છે. તેઓ 1986 બેચના આઈપીએસ અધિકારી છે. આશીતા સાથે લગ્ન બાદ મયંકને એક દીકરો પણ છે.
આશિતાની ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલ મયંક અગ્રવાલની તસવીરોથી ભરેલી છે. તસવીરોમાં આ કપલની જબરદસ્ત કેમેસ્ટ્રી જોવા મળી રહી છે. આશિતા પણ IPLમાં ઘણા પ્રસંગોએ સ્ટેડિયમમાં મયંક અગ્રવાલને સપોર્ટ કરતી જોવા મળી છે. મયંકનો જન્મ 16 ફેબ્રુઆરી 1991ના રોજ બેંગ્લોરમાં થયો હતો. મયંક અગ્રવાલે મેલબોર્નમાં 26 ડિસેમ્બર 2018ના રોજ ઓસ્ટ્રેલિયા સામે ભારત માટે તેની પ્રથમ મેચ રમી હતી.