લોકોને રમત-ગમત પ્રત્યે જાગૃત કરવા માટે વિરાટ કોહલી અને અનુષ્કા શર્માએ કર્યું ખુબ જ ઉમદા કામ, વાયરલ થયો વીડિયો, જુઓ

પુમાના હેડક્વોર્ટરમાં પહોંચેલા વિરાટ કોહલી અને પત્ની અનુષ્કા શર્માએ ચાહકોની સાથે રમત રમીને જીત્યા દિલ, વાયરલ થયા વીડિયો

Virat Kohli & Anushka Sharma play game : ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કપ્તાન વિરાટ કોહલી (Virat Kohli) અને તેની પત્ની અભિનેત્રી અનુષ્કા શર્મા Anushka Sharma) સૌથી લોકપ્રિય કપલમાંથી એક છે. તે જ્યાં પણ જાય છે ત્યાં છવાઈ જાય છે. હાલ વિરાટ કોહલી આઇપીએલમાં રમી રહ્યો છે. ત્યારે આ દરમિયાન તેની પત્ની અનુષ્કા શર્મા પણ તેને સપોર્ટ કરવા માટે તેની સાથે મેદાનમાં હાજર છે.

ત્યારે હાલ વિરાટ અને અનુષ્કાના કેટલાક વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યા છે. PUMA એમ્બેસેડર વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા થોડા સમય પહેલા બેંગલુરુમાં ચાહકો સાથે વાતચીત કરી રહ્યા છે. આ પાવર કપલે બેંગલુરુ (Bangalore) ના લોકોને રમત ગમત પ્રત્યે જાગૃત કરવા માટે એક ઉમદા કામ કર્યું. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે વિરાટ અને અનુષ્કા ચાહકો સાથે ગેમની મજા પણ માણી રહ્યા છે.

આ ઉપરાંત આ કપલનો એક બીજો વીડિયો પણ સામે આવ્યો છે જેમાં વિરાટ અને અનુષ્કા બેડમિન્ટન રમતા જોવા મળી રહ્યા છે. આ વીડિયો બેંગ્લોરનો જણાવવામાં આવી રહ્યો છે. બંનેની આ સ્ટાઇલ ચાહકોને ખૂબ જ પસંદ આવી રહી છે. વિરાટ કોહલી અને અનુષ્કા શર્માએ પુમા માટે પ્રમોશનલ વીડિયો શૂટ કર્યો હતો. આ અંતર્ગત વિરાટ કોહલી અને અનુષ્કા શર્માએ બેડમિન્ટન કોર્ટમાં હાથ અજમાવ્યો.

આ વીડિયો પર, પુમા ઇન્ડિયા અને દક્ષિણ એશિયાના મેનેજિંગ ડિરેક્ટર અભિષેક ગાંગુલીએ કહ્યું કે રમત અને ફિટનેસ આપણી સંસ્કૃતિનો એક ભાગ છે. આ આપણને વધુ સારા બનવામાં મદદ કરે છે. તેમણે કહ્યું કે PUMA એક બ્રાન્ડ તરીકે કૌશલ્ય અને ફિટનેસ સુધારવા માટે હંમેશા ફ્રેશ અને ઓફ બીટ પદ્ધતિઓ પર કામ કરે છે.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

તેમણે જણાવ્યું કે વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા આજે અમારી ઇવેન્ટમાં આવ્યા હતા, બંને યુથ આઇકોન છે. આ બંનેના ફેન્સની સંખ્યા કરોડોમાં છે. ઉપરાંત, તેમણે કહ્યું કે આ ઇવેન્ટ વધુ સારી રીતે જાગૃતિ ફેલાવવામાં મદદ કરશે. પુમા ઈન્ડિયા અને સાઉથ એશિયાના મેનેજિંગ ડિરેક્ટર અભિષેક ગાંગુલીએ કહ્યું કે અમે દેશની ટોચની સ્પોર્ટ્સ બ્રાન્ડ્સમાં સામેલ છીએ. જેના કારણે આપણી જવાબદારી વધી જાય છે.

તેમણે જણાવ્યું કે સ્પોર્ટ્સ સાથે ફિટનેસને પ્રોત્સાહન આપવાનો અમારો હંમેશા પ્રયાસ રહ્યો છે. તેમણે કહ્યું કે ખાસ કરીને છેલ્લા 5-10 વર્ષોમાં ભારતે રમતગમતની દુનિયામાં પ્રશંસનીય પ્રદર્શન કર્યું છે. પુમા ઈન્ડિયા અને સાઉથ એશિયાના મેનેજિંગ ડિરેક્ટરે વધુમાં કહ્યું કે અમારા પ્રયાસોને લોકોનો ઘણો ટેકો મળ્યો. મને ખાતરી છે કે અમે અમારું લક્ષ્ય ચોક્કસપણે પ્રાપ્ત કરીશું.

Niraj Patel