છૂટાછેડા લઇ રહ્યા છે શોએબ મલિક અને સાનિયા મિર્ઝા? આખરે સાનિયાના પાકિસ્તાની ઘરવાળાએ તોડી ચુપ્પી, વાંચો શું બોલી ગયો
Shoaib Malik On Divorce Rumours : ભારતીય ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા (Sania Mirza) અને પાકિસ્તાનના સ્ટાર ક્રિકેટર શોએબ મલિકને (Shoaib Malik) લઈને આજકાલ છૂટાછેડા અથવા તો બંને અલગ થવાના સમાચાર ખૂબ જ ફેલાઇ રહ્યા છે. ઘણા મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે બંને ટૂંક સમયમાં એકબીજાથી અલગ થઈ શકે છે. સાનિયા મિર્ઝા અને શોએબ મલિકે 2013માં લગ્ન કર્યા હતા.
ત્યાં ગયા વર્ષથી અટકળો લગાવવામાં આવી રહી છે કે બંને છૂટાછેડા લઈ શકે છે અને એકબીજાનો સાથ છોડી શકે છે.અત્યાર સુધી તો બેમાંથી કોઇએ પણ આ મામલે મૌન નહોતુ તોડ્યુ. પણ હવે આ અહેવાલો વચ્ચે શોએબ મલિકે મૌન તોડ્યું છે. જિયો ન્યૂઝના શો ‘સ્કોર’માં જ્યારે શોએબ મલિકને આ વિશે પૂછવામાં આવ્યું તો તેણે કહ્યું, “સમાચાર ચાલી રહ્યા છે સંબંધો સારા નથી, આના પર કંઈ નથી, ઈદ પર હું કહેવા માંગુ છું કે જો અમે સાથે હોત તો ઘણું સારું થાત.
પરંતુ આઈપીએલમાં તેની કેટલીક પ્રતિબદ્ધતાઓ છે. તે IPLમાં શો કરી રહી છે. એટલા માટે અમે સાથે નથી. અમે હંમેશની જેમ પ્રેમ સાજા કરીએ છીએ. હું તેને ખૂબ જ યાદ કરું છું, હું એટલું જ કહી શકું છું. કમિટમેન્ટ્સ છે. પરંતુ ઈદ એવો દિવસ છે જ્યારે તમે તમારી નજીકના લોકોને યાદ કરો છો.” શોએબ મલિકે વધુમાં કહ્યું, “બંને આવી અફવાઓ પર ધ્યાન નથી આપતા. આવી રીતે ન તો મેં કોઈ નિવેદન જારી કર્યું અને ન તો તેણે આવું કર્યું.
મલિકના આ નિવેદન બાદ સ્પષ્ટ થઈ ગયું છે કે હાલમાં બંને વચ્ચે છૂટાછેડા કે અલગ થવાની કોઈ વાત થઈ નથી. જણાવી દઇએ કે, સાનિયા મિર્ઝાએ તેની ટેનિસ કારકિર્દીને અલવિદા કહી દીધું છે. તેણે તેની છેલ્લી વ્યાવસાયિક ટેનિસ મેચ WTA (મહિલા ટેનિસ એસોસિએશન) દુબઈ ડ્યુટી ફ્રી ચેમ્પિયનશિપમાં આ વર્ષે ફેબ્રુઆરીમાં રમી હતી. સાનિયાએ વર્ષ 2003માં પોતાના કરિયરની શરૂઆત કરી હતી. તેણે કુલ છ ગ્રાન્ડ સ્લેમ જીત્યા.