Rakhi Sawant flaunts gun tattoo : બોલિવુડની એન્ટરટેઇનમેન્ટ કવીન રાખી સાવંત પોતાના કામને કારણે ઓછી અને પોતાની પર્સનલ લાઇફ તેમજ પેપરાજી સાથે ઇંટરેક્શન્સને કારણે વધારે ચર્ચામાં રહે છે. રાખી સાવંતનો હાલમાં એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં તે એવી એવી હરકત કરતી જોવા મળી રહી છે કે આ વીડિયો જોઇને લોકોનું દિમાગ ચકરાવે ચઢી ગયુ છે.
વીડિયોમાં રાખી સાવંતે પહેલા તો તેના વાળથી પેપરાજીને મારતી જોવા મળે છે અને પછી તે પોતાને ઇચ્છાધારી નાગિન જણાવી કહી રહી છે કે તેના વાળ અસ્ત્ર, શસ્ત્ર અને વસ્ત્ર છે. એટલું જ નહિ, રાખી કેમેરા સામે તેનું ટોપ ઉપર કરી ટેટૂ પણ બતાવે છે. પેપરાજીએ રાખી સાવંતને કહ્યું કે આ વખતે ઉર્ફી જાવેદ તેની છાતી પર બંદૂક લગાવેલી જોવા મળી હતી. પેપરાજીના આવું કહેતા જ રાખીએ પોતાનું ટોપ ઊંચું કર્યું અને કમર પર બંદૂકનું ટેટૂ બતાવ્યું.
આ દરમિયાન રાખીએ કહ્યુ- ‘ઉર્ફી કે વહાં તમંચા ઔર હમારે ઇધર તમંચા’. તમને જણાવી દઈએ કે, રાખીના આ રૂપને જોઈને એક યુઝરે લખ્યું, ‘જેઠાલાલની ભાષામાં પાગલ ઔરત’. અન્ય એક યુઝરે લખ્યું, ‘યે તો ભૂતની લગ રહી હૈ’.
બીજા એક યુઝરે લખ્યું, ‘છોટુ આના પગારમાંથી ઓવરએક્ટિંગના 50 રૂપિયા કાપી દે’. જો કે, જ્યારે અભિનેત્રી તેના જિમ પેન્ટને નીચે સરકાવીને તેના ખાનગી ટેટૂને ફ્લોન્ટ કરી હતી કે ત્યારે અભિનેત્રીની આ હરકતથી પેપરાજી પણ શરમથી લાલ થઈ ગયા હતા.
View this post on Instagram
ઉલ્લેખનીય છે કે, રાખી સાવંત છેલ્લા કેટલાક દિવસોમાં તેના લગ્ન જીવનને કારણે ઘણી ચર્ચામાં રહી હતી. તેણે પહેલા આદિલ ખાન સાથે લગ્ન કર્યા અને પછી તેના પર ગંભીર આરોપો લગાવ્યા. હાલ આદિલ જેલમાં છે.
View this post on Instagram