ઇશ્ક છુપતા નહિ છુપાને સે ! ડિનર ડેટ પર નીકળ્યા તમન્ના ભાટિયા અને વિજય, કેમેરો જોઇ શરમાતા રહ્યા બંને- જુઓ વીડિયો

સાઉથની રૂપસુંદરી તમન્ના ભાટિયા આ હેન્ડસમ પુરુષ સાથે ચલાવી રહી છે ઇલુ ઇલુ, લાખ કોશિશ કરી છતાંય કેમેરામાં ઝડપાઇ, જુઓ

Rumoured couple Tamannaah Bhatia and Vijay Varma : સિનેમા જગતમાંથી અવાર નવાર કોઇના કોઇ લિંકઅપની ખબર સામ આવતી રહે છે. આ કપલ્સમાં ઇન્ડસ્ટ્રીના બે કલાકારોના નામ સામેલ થઇ ગયા છે. આ કપલ કોઇ બીજુ નહિ પણ તમન્ના ભાટિયા (Tamannaah Bhatia) અને વિજય વર્મા (Vijay Varma) છે. બંને છેલ્લા ઘણા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા છે.

નવા વર્ષનું જશ્ન મનાવ્યા બાદથી જ વિજય અને તમન્નાના ડેટિંગની ખબરો આવી રહી હતી. તે સમયે વાયરલ થયેલા વીડિયોમાં બંને કિસ કરતા પણ જોવા મળ્યા હતા. જે બાદ તેમને ઘણીવાર ડેટ પર પણ સ્પોટ કરવામાં આવ્યા છે. જો કે, અત્યાર સુધી બંનેમાંથી કોઇએ પણ ડેટિંગની ખબરો પર કોઇ નિવેદન નથી આપ્યુ અને ચુપ્પી સાધેલી છે, પણ ઇશ્કની હવા જોરોશોરોથી ચાલી રહી છે અને તે કોઇના કોઇ રીતે કેમેરામાં કેદ પણ થઇ રહી છે.

હાલમાં કંઇક આવું જ થયુ, જ્યારે બંનેને એકસાથે સ્પોટ કરવામાં આવ્યા. સોમવારના રોજ વિજય વર્મા અને તમન્ના ભાટિયા રાત્રે ડિનર ડેટ બાદ એકસાથે જોવા મળ્યા હતા. જ્યાં તમન્ના સફેદ ટેંક ટોપ અને ગ્રે જોગર્સમાં તો વિજય કેઝ્યુઅલ ચેક શર્ટ અને પેંટમાં જોવા મળ્યો હતો. બંને એક જ કારમાં સાથે જઇ રહ્યા હતા. વિજય અને તમન્ના બંને કેમેરાથી છુપતા નજર આવ્યા હતા. કપલ તેમની હસી પણ નહોતી રોકી શકતા.

જો કે, બંનેને એકસાથે જોઇને તેમના ચાહકો ઘણા ખુશ છે અને તેઓ કામના કરી રહ્યા છે કે જલ્દી જ રૂમર્ડ કપલ (Rumoured couple) તેમના રિલેશનને ઓફિશિયલ કરે. કપલનો આ દરમિયાનનો વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયો પર ચાહકો પોતાની પ્રતિક્રિયા પણ આપતા જોવા મળી રહ્યા છે. એકે લખ્યુ- બંને સાથે ઘણા પ્રેમાળ લાગી રહ્યા છે. ત્યાં એક બીજાએ લખ્યુ- સાચે આ બંને એક કપલ જેવા લાગી રહ્યા છે.

જો કે, એકવાર તમન્નાને જ્યારે ડેટિંગની અફવાઓ વિશે પૂછવામાં આવ્યુ તો તેણે કહ્યુ કે, તે બંનેએ એકસાથે ફિલ્મ કરી હતી અને આવી અફવાઓ આવતી રહે છે. તેણે એ પણ કહ્યુ હતુ કે તે કોઇ પણ રીતે સ્પષ્ટતા આપવાની જરૂરત મહેસૂસ નથી કરતી. માત્ર તમન્ના જ નહિ પણ વિજયે પણ એક પોસ્ટ સાથે ડેટિંગની અફવાઓનું ખંડન કર્યુ હતુ, જ્યારે મીડિયાએ જણાવ્યુ હતુ કે તેઓ લંચ ડેટ પર ગયા હતા. જો કે, ચાહકોએ બંને પર વિશ્વાસ ન કર્યો અને અનુમાન લગાવવાનું ચાલુ રાખ્યુ કે બંને વચ્ચે જરૂર કંઇક ચાલી રહ્યુ છે.

 

View this post on Instagram

 

A post shared by Manav Manglani (@manav.manglani)

Shah Jina