EX ગર્લફ્રેન્ડ સંગીતાએ એ સલમાન ખાન સાથે જે હરકત કરી, એ કરવાની કોઈ હિંમત નહીં કરે, ઈદ પાર્ટીમાં જુઓ શું શું થઇ રહયું હતું

કોઈનામાં તાકાત નથી આવું કરવાની જેવું ભાઇજાનની એક્સ ગર્લફ્રેન્ડે કર્યું, 62 વર્ષની ઉંમરે સંગીતા દેખાય છે ખુબ જ હોટ, જુઓ

Sangeeta Bijlani Playfully Punches, Hits Salman Khan : અર્પિતા ખાન શર્મા (Arpita Khan) અને આયુષ શર્માએ (Aayush Sharma) તાજેતરમાં એક ઈદ પાર્ટીનું આયોજન કર્યું હતું જેમાં બોલિવૂડની ઘણી હસ્તીઓએ ભાગ લીધો હતો. આ પાર્ટીમાં (Arpita Khan-Aayush Sharma Eid Party) અરબાઝ ખાન, સલમાન ખાનથી (Salman Khan) લઈને શહનાઝ ગિલ, પલક તિવારી, જગપતિ બાબુ, કંગના રનૌત સહિત ઘણા સેલેબ્સ પહોંચ્યા હતા પરંતુ પાર્ટીમાં જેણે બધાનું ધ્યાન ખેંચ્યું તે છે સંગીતા બિજલાની.

સલમાન ખાન સાથે એક્ટ્રેસનો (Sangeeta Bijlani) એક વીડિયો વાયરલ (Video Viral) થઈ રહ્યો છે જે બધાને પસંદ આવી રહ્યો છે. આ ઈદ પાર્ટીના તમામ ફોટો અને વીડિયો સોશિયલ મીડિયા પર ઘણા વાયરલ થયા હતા. સલમાન ખાનની એક્સ ગર્લફ્રેન્ડ સંગીતા બિજલાનીનો વીડિયો, જે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે, તેમાં તેનું ભાઈજાન સાથે તેનું અદભૂત બોન્ડિંગ જોવા મળી રહ્યુ છે. સલમાન ખાન ફિલ્મોમાં તેના વિલનને મુક્કો મારતો જોવા મળે છે,

પરંતુ અહીં પાર્ટીમાં તેની એક્સ ગર્લફ્રેન્ડ સંગીતા બિજલાનીએ તેને ગાલ પર પ્રેમથી મુક્કો માર્યો હતો.આવું કરતાની સાથે જ સલમાન પણ હસવા લાગે છે. આ વીડિયોમાં સલમાન ખાન હસતાં હસતાં કંઈક બોલે છે અને પછી સંગીતા બિજલાની સલમાનને એકદમ પ્રેમથી મુક્કો મારતી જોવા મળે છે. જો કે આ બંને વચ્ચેની મીઠી નોક-ઝોંકનો વીડિયો છે. સલમાન ખાન અને સંગીતા બિજલાનીના આ વાયરલ વીડિયો પર યુઝર્સ ઉગ્રતાથી પોતાનો પ્રેમ વરસાવી રહ્યા છે. એક યુઝરે લખ્યું, ‘ભાઈ અને સંગીતાની જોડી ખૂબ જ ક્યૂટ લાગી રહી છે.’

જ્યારે કેટલાક લોકો આ વીડિયો પર હાર્ટ અને સ્માઈલી ઈમોજી પણ મોકલી રહ્યાં છે. તમને જણાવી દઈએ કે, એક સમયે બોલિવૂડ કોરિડોરમાં સંગીતા બિજલાની સાથે સલમાન ખાનના અફેર વિશે બધાને ખબર હતી પણ થોડા વર્ષો પછી બંને અલગ થઈ ગયા. જો કે, આજે પણ તેમની વચ્ચે મિત્રતાનો એક સુંદર સંબંધ છે, જે કોઈપણ પ્રસંગ કે પારિવારિક પાર્ટીમાં જોવા મળે છે. કેટલાક સમય પહેલા બંનેની એક તસવીર પણ સામે આવી હતી, જેમાં સલમાન અભિનેત્રીના કપાળ પર કિસ કરતો જોવા મળ્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Instant Bollywood (@instantbollywood)

Shah Jina