ભારે વજન અને રંગને લઇને અર્પિતાની ટ્રોલિંગ પર શું બોલ્યો તેનો પતિ અને સલમાન ખાનનો જીજાજી આયુષ શર્મા ? વાંચો ફટાફટ 

આવા હેન્ડસમ હીરોએ સલમાન ખાનની બહેન સાથે કેમ લગ્ન કર્યા હશે? સલમાનના જીજુનું દુઃખ છલકાયું, જુઓ શું કહ્યું

Aayush Sharma on wife Arpita Khan : સલમાન ખાનની (Salman Khan) બહેન અને અભિનેતા આયુષ શર્માની (Aayush Sharma) પત્ની અર્પિતા (Arpita Khan) ઘણીવાર લાઇમલાઇટમાં રહે છે. તે બોલિવુડ પાર્ટીઓમાં પણ હાજરી આપે છે. અર્પિતા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને અવાર નવાર તે તેની અને પતિ તેમજ બાળકો સાથેની તસવીરો પણ શેર કરતી રહે છે. પણ ઘણીવાર અર્પિતાને ટ્રોલ કરવામાં આવે છે. યુઝર્સ ક્યારેક અર્પિતાને વજનને લઇને તો ક્યારેક ડાર્ક કલરને લઇને ટ્રોલ કરે છે.

અર્પિતા ફિલ્મી પરિવારનો ભાગ હોવા સિવાય અન્ય કોઈપણ રીતે ફિલ્મો સાથે જોડાયેલી નથી, પણ તેનો પતિ આયુષ શર્મા અભિનેતા છે. તેણે સલમાન ખાન પ્રોડક્શનની ફિલ્મ ‘લવયાત્રી’થી અભિનયની શરૂઆત કરી હતી. તે છેલ્લે સલમાન સાથે ફિલ્મ ‘અંતિમ’માં જોવા મળ્યો હતો. હાલમાં જ આયુષ Tedx પ્લેટફોર્મ પર પહોંચ્યો હતો. અહીં તેણે અર્પિતાના વજન અને રંગની મજાક ઉડાવવાના મુદ્દા પર વાત કરી. તેણે કહ્યું- “મારી પત્નીને વધુ વજન હોવાને કારણે સતત ટ્રોલ કરવામાં આવે છે.

તે હંમેશા લોકોના નિશાના પર રહે છે. કારણ કે સેલિબ્રિટી હોવાને કારણે તે જાડી ન હોવી જોઈએ અને તેને કયા કપડા પહેરવા જોઈએ તેમજ તેના સ્કિનનો રંગ ડાર્ક છે તેને લઇને ટ્રોલ કરવામાં આવે છે. જ્યારે પણ તેની કોઈ તસવીર સોશિયલ મીડિયા પર આવે છે ત્યારે કેટલાક યુઝર્સ તેને આ બધી વાતને લઇને ટ્રોલ કરે છે.આયુષ વધુમાં કહે છે કે તેને તેની પત્ની પર ગર્વ છે. અભિનેતાએ કહ્યું, ‘અર્પિતાને તે જેવી છે તેના પર ગર્વ છે. આજની દુનિયામાં આંતરિક સુંદરતાનું કોઈ મૂલ્ય નથી. તમે કેટલા સારા વ્યક્તિ છો તે કોઈ જાણવા માગતું નથી?

લોકો માત્ર બાહ્ય સૌંદર્ય સાથે ચિંતિત છે અને તે જ તેઓ જોવા માંગે છે. મને મારી પત્ની પર ગર્વ છે કારણ કે તે તેના રંગથી ખૂબ જ આરામદાયક છે. તેણે ક્યારેય આવા ટ્રોલર્સને પોતાના પર હાવી થવા દીધા નથી. અર્પિતા જીવન પોતાની શરતો પર જીવે છે. આયુષ શર્મા અને અર્પિતાએ 18 નવેમ્બર 2014ના રોજ લગ્ન કર્યા હતા. આ લગ્નની કપલને બે બાળકો છે, પુત્ર આહિલ અને પુત્રી આયત. હાલમાં જ કેટલાક દિવસ પહેલા કપલે ઈદ પાર્ટી હોસ્ટ કરી હતી.

આ પાર્ટીમાં બોલિવુડની લગભગ તમામ હસ્તિએ ભાગ લીધો હતો. આયુષ શર્માની વાત કરીએ તો, તે આગામી દિવસોમાં ‘રુસલાન’ નામની એક્શન-થ્રિલરમાં જોવા મળવાનો છે. સલમાનની ‘કિસી કા ભાઈ કિસી કી જાન’ સાથે ‘રુસલાન’નું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું હતું. કાત્યાયન શિવપુરી દ્વારા નિર્દેશિત આ ફિલ્મની રિલીઝ ડેટ હજુ જાહેર કરવામાં આવી નથી.

Shah Jina