ગુજરાતી અભિનેતા હિતુ કનોડિયા અને કિશોરકાકા પહોંચ્યા ઓસ્ટ્રેલિયા, વિદેશી કલાકારો સાથે કર્યું શૂટિંગ, તસવીરો થઈ વાયરલ

ઓસ્ટ્રલિયા ચાલી રહ્યું છે ગુજરાતી ફિલ્મનું શૂટિંગ, વિદેશી કલાકારો પણ છે ફિલ્મનો ભાગ, હિતુ કનોડિયા અને સ્મિત પંડ્યા આવ્યા નજર, તસવીરો થઇ વાયરલ, જુઓ

hitu kanodiya at Australia shoot: હાલ દર્શકોમાં ગુજરાતી ફિલ્મો (gujarati movie) જોવાનો ક્રેઝ જબરદસ્ત વધ્યો છે. ઘણી ગુજરાતી ફિલ્મો એવી આવી રહી છે જેને ઇતિહાસ પણ સર્જ્યો છે તેમજ બોક્સ ઓફિસમાં પણ કમાણીના ઘણા રેકોર્ડ તોડી નાખ્યા છે. આજે ગુજરાતી ફિલ્મોનું શૂટિંગ વિદેશોમાં પણ થઇ રહ્યું છે. કલાકારો પણ વિદેશની ધરતી પર જઈને શૂટિંગની મજા માણતા જોવા મળી રહ્યા છે.

ત્યારે હાલ અભિનેતા હિતુ કનોડિયા (hitu kanodiya) પણ એક ફિલ્મ શૂટિંગ માટે ઓસ્ટ્રેલિયામાં પહોંચ્યા છે. હિતુ કનોડિયા સાથે રેડિયોમાં પોતાના કિશોરકાકાના નામના અવાજથી સૌને હસાવતા અને દર્શકોનું ભરપૂર મનોરંજન કરનારા અભિનેતા સ્મિત પંડ્યા (smit pandya) પણ જોવા મળ્યા. આ દરમિયાનની ઘણી બધી તસવીરો સામે આવી છે.

ઈન્ટરેન્ટ પર વાયરલ થઇ રહેલી આ તસવીરો હિતુ કનોડિયા દ્વારા પોસ્ટ કરવામાં આવી છે. તેમને શેર કરેલી તસવીરોમાં તે ફિલ્મની ટીમ સાથે જોવા મળી રહ્યા છે. આ ઉપરાંત ફિલ્મના શૂટિંગમાં વિદેશી કલાકારો પણ જોવા મળ્યા હતા. હિતુ કનોડિયાએ તેમની સાથે પણ તસવીરો ક્લિક કરાવી છે.

હિતુ કનોડિયાએ આ તસવીરો શેર કરવાની સાથે કેપશનમાં લખ્યું છે, “ઓસ્ટ્રેલિયા મેલબોર્ન શૂટ,  અદ્ભુત સ્થાનો અને કલાકારો, સારો સમય પસાર કરી રહ્યો છે.” આ ઉપરાંત તેમને તેમની ટીમના સાથી કલાકારોને પણ પોતાની પોસ્ટમાં મેંશન કર્યા છે.

હિતુ કનોડિયા અને સ્મિત પંડ્યા કઈ ફિલ્મનું શૂટિંગ કરવા માટે ઓસ્ટ્રેલિયામાં છે તેની કોઈ માહિત સામે નથી આવી રહી, પરંતુ તેમની તસવીરોમાં ડાયરેક્ટર ફૈઝલ હાસમી પણ જોવા મળી રહ્યા છે. જેના કારણે દર્શકો એવું અનુમાન લગાવી રહ્યા છે કે આ ફિલ્મ કોઈ સસ્પેન્સ થ્રિલર પણ હોઈ શકે છે.

ફૈઝલ હાસમી એક ગુજરાતી યુવા ડાયરેક્ટર અને લેખક છે. તેમને વિજ્ઞાન અને ભૂગોળમાં પણ ઊંડો રસ છે. વર્ષ 2017માં આવેલી ગુજરાતી ફિલ્મ “વિટામિન સી” દ્વારા તેમને પોતાના ફિલ્મી કેરિયર ની શરૂઆત કરી હતી. આ ફિલ્મમાં તે લેખક અને ડાયરેક્ટર હતા, જેના બાદ તેમને “શોર્ટ સર્કિટ”, “દોડ પકડ” જેવી ફિલ્મો આપી છે.

વાત કરીએ અભિનેતા હિતુ કનોડિયાની તો તેમને પણ થોડા સમય પહેલા આવેલી “વશ” ફિલ્મમાં કામ કર્યું હતું, જેમાં તેમના અભિનયની ખુબ જ પ્રસંશા થઇ હતી અને બોક્સ ઓફિસ પર પણ આ ફિલ્મ ખુબ જ સફળ નિવળી હતી. આ ઉપરાંત તે “માધવ” અને “રાડો” ફિલ્મમાં પણ જોવા મળ્યા હતા.

ત્યારે હવે હિતુ કનોડિયાની આ પોસ્ટ સામે આવ્યા બાદ ચાહકો પણ એ જાણવા માટે આતુર બન્યા છે કે તેઓ કઈ ફિલ્મના શૂટિંગ માટે ઓસ્ટ્રેલિયા ગયા છે અને આ ફિલ્મ દર્શકો ક્યારે માણી શકશે. ઘણા બધા ચાહકો તેમની આ પોસ્ટ પર કોમેન્ટ પણ કરી રહ્યા છે. ત્યારે હવે થોડા સમયમાં જ જાહેર થશે કે આ ફિલ્મ ક્યારે આવશે.

Niraj Patel