ગુજરાતમાં જ નહિ ખજુરભાઈએ કેદારનાથમાં પણ વહાવ્યો સેવાનો ધોધ, અબોલા જીવ માટે કર્યું એવું કામ કે વીડિયો જોઈને તમે પણ કરશો વાહ વાહ.. જુઓ

નીતિન જાની પહોંચ્યા કેદારનાથ ધામ, દર્શન કરીને બન્યા ધનધન્ય, ચાહકોને પણ બતાવ્યો અદભુત નજારો, જુઓ વીડિયો

Nitin Jani Kedarnath Darshan : ખજુરભાઈ ઉર્ફે નીતિન જાની (nitin jani) આજે આખા ગુજરાતનું એક એવું નામ બની ગયું છે કે નાનાથી લઈને મોટા સુધીના દરેક વ્યક્તિના નામ પર રમતું જોવા મળે છે. ખજુરભાઈએ ભલે પોતાના કેરિયરની શરૂઆત કોમેડી વીડિયો (comedy video) દ્વારા કરી હોય, પરંતુ આજે આખો દેશ તેમને ગરીબોના મસીહા તરીકે ઓળખે છે.

તૌકતે વાવાઝોડા બાદ ખજુરભાઈની મદદનો જે પ્રવાહ ચાલુ થયો તે આજે પણ અવિરત વહી રહ્યો છે. અત્યાર સુધી તેમને ઘણા બધા બેઘર લોકોના ઘર બનાવ્યા છે, કેટલાય લોકોને રોજગારી પુરી પાડી છે અને સેંકડો લોકોને નવું જીવન પણ આપ્યું છે. ત્યારે ખજુરભાઈના માથે પણ કરોડો લોકોના આશીર્વાદ છે.

ત્યારે હાલ નીતિન જાની કેદારનાથના પ્રવાસ પર છે. કેદારનાથ કમાડ 25 એપ્રિલથી ભક્તો માટે ખુલ્લા મુકાયા છે. ત્યારે ખજુરભાઈ પણ ભોલેનાથના દર્શને પહોંચી ગયા છે અને ત્યાંથી તેમને વીડિયો અને કેટલીક તસવીરો પણ શેર કરી છે. જે હાલ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ પણ થઇ રહી છે.

નીતિન જાની ગુજરાતમાં તો સેવાકીય કામો કરતા જ હોય છે. પરંતુ હાલ તેઓ કેદારનાથ યાત્રા પર છે અને ત્યાં પણ તેઓ પોતાના સેવાકીય કામો કરતા જોવા મળી રહ્યા છે. ખજુરભાઈએ કેદારનાથમાં ગોળ અને ચણા ખરીદ્યા અને અબોલા જીવોને ખવડાવવાનું ઉમદા કાર્ય કર્યું હતું. જે તેમના સામે આવેલા વીડિયોમાં જોવા મળી રહ્યું છે.

નીતિન જાનીના આ વીડિયો પર તેમના ચાહકો પણ હવે ભરપૂર કોમેન્ટ કરી રહ્યા છે. ઘણા લોકો એમ પણ કહી રહ્યા છે કે “એક જ દિલ છે, કેટલી વાર જીતશો ખજુરભાઈ”. આ વીડિયોને લાખો લોકો અત્યાર સુધીમાં જોઈ ચુક્યા છે. વીડિયોમાં ખજુરભાઈ અબોલા ખચ્ચરને ગોળ અને ચણા ખબડાવી રહ્યા છે.

વીડિયોમાં આગળ નીતિનભાઈ કેદારનાથ ધામના દર્શન પણ કરતા જોવા મળી રહ્યા છે. આ ઉપરાંત તેમને ઘણી બધી તસવીરો પણ શેર કરી છે. જેમાં તેમના ભાઈ તરુણ જાની પણ જોવા મળી રહ્યા છે. બંને જાની ભાઈઓ કેદારનાથ મંદિરની બહાર તસવીરો ક્લિક કરાવી છે. આ ઉપરાંત નીતિનભાઈ પણ મંદિરની બહાર પોઝ આપતા જોવા મળે છે.

નીતિન જાની દ્વારા શેર કરવામાં આવેલી આ તસવીરોને પણ 3 લાખ જેટલા લોકો અત્યાર સુધી લાઈક કરી ચુક્યા છે, આ ઉપરાંત ઘણા લોકો હર હર મહાદેવની કોમેન્ટ પણ કરતા જોવા મળે છે. તમને જણાવી દઈએ કે નીતિન જાનીને ધર્મ પણ ખુબ જ આસ્થા છે, માણસો ઉપરાંત તે અબોલા જીવને પણ ખુબ જ પ્રેમ કરે છે અને તેમના માટે પણ કંઈક ખાસ કરતા રહે છે.

Niraj Patel