મનોરંજન

આવી હરકત કરવા કર્યા લગ્ન ?…સીધી સાદી દલજીત કૌરને મળ્યો બેશર્મનો ટેગ;.બાલકનીમાં પટેલ પતિ સાથે કરી એવી હરકત કે….જુઓ વીડિયો

ઘરની બાલકનીમાં નિખિલ પટેલ સાથે ખુબસુરત હિરોઈને કર્યું લિપલોક, ટ્રોલર્સ બોલ્યા- શો ઓફ કરવાનું બંધ કરો…શરમ કરો

Dalljiet Romantic Video With Husband: ટીવી એક્ટ્રેસ દલજીત કૌર લગ્ન કરી એકવાર ફરી પોતાનું ઘર વસાવી ચૂકી છે. તેણે 18 માર્ચે NRI બિઝનેસમેન નિખિલ પટેલ સાથે લગ્ન કર્યા હતા. ત્યારે લગ્ન બાદ અભિનેત્રી વિદેશ શિફ્ટ થઇ ગઇ છે. દલજીત સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને લગભગ દરરોજ તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે. ત્યારે એકવાર ફરી તેણે પતિ સાથેનો એક વીડિયો શેર કર્યો છે. દિલજીતના ફેન્સને આ વીડિયો ખૂબ જ પસંદ આવી રહ્યો છે.

પરંતુ ઘણા યુઝર્સ તેને આ વીડિયો માટે ખરી ખોટી સંભળાવી રહ્યા છે. જો કે, અભિનેત્રીએ પણ ટ્રોલર્સને જવાબ આપ્યો અને તે પણ ખૂબ જ ધૈર્ય સાથે. દિલજીતે જે વીડિયો શેર કર્યો છે, તેમાં તે તેના પતિ સાથે રોમાન્સ કરતી જોવા મળી રહી છે. વીડિયોમાં તે બાલ્કનીમાં ઉભી છે અને પછી તેનો પતિ નિખિલ પટેલ બાલ્કનીમાં આવે છે અને તેને પ્રેમથી સ્પર્શ કરે છે. પછી તે તેને પોતાની બાહોમાં લે છે. પછી બંને કંઇક વાતો કરતા અને લિપલોક કરતા જોવા મળે છે. જો કે, આ વીડિયોને લઈને દલજીતને જોરદાર ટ્રોલ કરવામાં આવી રહી છે.

એક યુઝરે લખ્યું- દોસ્ત, તમે સાચા લગ્ન કર્યા છે કે માત્ર ઇન્સ્ટા પર રીલ બનાવવા માટે ? બીજાએ લખ્યું- ‘લોકોને તમારી ખુશી બતાવવાનું બંધ કરો. જો કે, ટ્રોલર્સને અભિનેત્રીએ જડબાતોડ જવાબ આપ્યો. તેણે એક યુઝરને કહ્યુ- ‘કૃપા કરીને એવા એકાઉન્ટ્સને ફોલો ન કરો જે તમને જોવાનું પસંદ ન હોય. આ કોમેન્ટની સાથે તેણે દિલ પણ મોકલ્યું હતું. લગ્ન બાદ દલજીત કૌર તેના પતિ સાથે કેન્યા શિફ્ટ થઈ ગઈ છે. તાજેતરમાં તેણે કેટલીક તસવીરો પણ શેર કરી હતી.

નિખિલ અને દલજીતને બે બાળકો છે. હવે ચારેય સાથે રહે છે. દલજીત અને નિખિલના લગ્ન 18 માર્ચ 2023ના રોજ થયા છે. તમને જણાવી દઈએ કે, દલજીત કૌરે વર્ષ 2009માં શાલીન ભનોટ સાથે લગ્ન કર્યા હતા. તેમના લગ્ન માત્ર 6 વર્ષ જ ચાલ્યા અને વર્ષ 2015માં તેમના છૂટાછેડા થઈ ગયા. દલજીતે શાલીન પર ઘરેલુ હિંસાનો આરોપ લગાવ્યો હતો. પ્રથમ લગ્ન તૂટ્યાના 8 વર્ષ બાદ દલજીત કૌરે ફરી એકવાર પ્રેમ કર્યો અને લગ્ન કર્યા.