શાહરૂખને મળવા મન્નત પહોંચી મોડલ, બાથરૂમમાં અવાજ કર્યા વગર ખુશીથી ઝૂમી- જાણો કેમ ?
SRK turns chef for model Navpreet Kaur : કેવું લાગે જો તમને એકવાર બોલિવુડના કિંગ ખાન શાહરૂખ ખાનના (ShahRukh Khan) ઘર મન્નત જવાનો મોકો મળે ? સારુ લાગે ને ? કંઇક આવો જ એક્સપીરિયન્સ મોડલ નવપ્રીત કૌરનો રહ્યો. મોડલે સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા ફેન્સને મન્નતની અંદરની વિગતો આપી. તેણે શાહરૂખ ખાન અને તેના પરિવાર સાથે વિતાવેલી કેટલીક પળો પોસ્ટ દ્વારા લોકો સાથે શેર કરી છે. તેણે શાહરૂખ સાથેની પોતાની સેલ્ફી પણ પોસ્ટ કરી છે. શાહરૂખને મળવાનું નવપ્રીતનું સપનું સાકાર થયું. શાહરૂખ નવપ્રીતનો હોસ્ટ બન્યો હતો.
મોડલે ઈન્સ્ટાગ્રામ પર જણાવ્યું કે શાહરૂખ, તેના પરિવારને મળવાનો અને મન્નત જવાનો દિવસ તેના જીવનનો સૌથી બ્લેસ્ડ દિવસ હતો. શાહરૂખ સાથેની સેલ્ફી, પિઝાનો ફોટો, અબરામે જે નેપકીન પર પોતાનો ઓટોગ્રાફ આપ્યો તે બધી વિગત નવપ્રીતે શેર કરી છે. નવપ્રીતે પોસ્ટમાં લખ્યું- મેં મારી જાતને વચન આપ્યું હતું કે હું પોસ્ટ શેર નહીં કરીશ. પણ આ સ્મૃતિ મારા માટે બહુ કિંમતી છે, જેને હું મારી સાથે રાખી શકું છું. મન્નતમાં મારો બ્લેસ્ડ દિવસ હતો. કિંગ ખાને મારા માટે પિઝા બનાવ્યો અને તે પણ શાકાહારી.
જ્યાં સુધી હું શાહરુખના ઘરની અંદર રહી ત્યાં સુધી મને એવું લાગતું હતું કે હું સપનું જોઈ રહી છું અને ટૂંક સમયમાં કોઈ મને જગાડવા માટે આવશે. મેં પોતાને શાંત રાખવાનો પ્રયાસ કર્યો કારણ કે મને તેમની સામે આનંદથી કૂદવાનું મન થયું હતુ. હું ખાન પરિવાર સાથે ડાઇનિંગ ટેબલ પર બેઠી હતી અને શાહરૂખની મેનેજર પૂજા દદલાની પણ અમારી સાથે હતી. મેં વૉશરૂમનો રસ્તો પૂછ્યો ત્યારે શાહરૂખ ખુરશી પરથી ઊભો થયો અને મને વૉશરૂમ તરફ લઈ ગયો. તે ખૂબ જ મૃદુભાષી છે.
આ ક્ષણે મને દિલથી ચીસો પાડવાનું મન થયું પણ મને લાગ્યું કે વૉશરૂમમાં દોડીને જોરથી ચીસો પાડીશ પણ હું વૉશરૂમમાં ગઇ અને અવાજ કર્યા વિના આનંદથી ઉછળી. હું ડાઇનિંગ ટેબલ પર પાછી આવી. મેં માત્ર પિઝાની એક સ્લાઇસ ખાધી અને મારુ પેટ ભરાઈ ગયું, કારણ કે હું ઉત્સાહથી ભરેલી હતી. તેણે આગળ કહ્યુ કે, ગૌરી ખાન પ્રિય છે. અબરામ મારો નવો બેસ્ટ ફ્રેન્ડ છે. જો કે, હું જાણું છું કે હું તેને થોડા દિવસો પછી યાદ નહીં રાખુ. આર્યન ખૂબ જ કોમળ હૃદયનો માણસ છે. એકદમ સ્વીટહાર્ટ. એંગ્રી યંગ મેન લુક્સ છે.
સુહાના ખૂબ જ સુંદર છે. મેનેજર પૂજા પણ આઇકોનિક છે. મને હજુ પણ વિશ્વાસ નથી આવતો કે હું શાહરૂખના ઘરે મન્નત ગઇ હતી. તે હજી પણ મને સ્વપ્ન જેવું લાગે છે.”નવપ્રીત કૌરના જણાવ્યા અનુસાર, જ્યારે તે મન્નતથી તેના ઘરે જવા માટે નીકળી હતી, ત્યારે શાહરૂખ ખાન તેને વિદાય આપવા માટે દરવાજા સુધી આવ્યો હતો. જ્યારે કેબ ડ્રાઈવરે પણ શાહરૂખને જોયો તો તેણે પણ તેની સાથે સેલ્ફી લીધી. આટલું જ નહીં, મોડલે નેપકિન પરના અભિનેતાના અને અબરામના ઓટોગ્રાફ પણ શેર કર્યા છે.