ઉર્વશી રૌતેલાને સાઉથ સ્ટાર નાગાર્જુનના દીકરાએ કરી હેરેસ ? ફિલ્મ ક્રિટિકની ટ્વીટ પર આગબબુલા થઇ એક્ટ્રેસ- મોકલી લીગલ નોટિસ

ઉર્વશી રૌતેલાએ ક્રિટિકને મોકલી લીગલ નોટિસ, નાગાર્જુનના દીકરા સાથે નામ જોડી છાપી ફેક ખબર

Urvashi Rautela filed defamation case : પોતાને ફિલ્મ ક્રિટિક ગણાવનાર ઉમૈર સંધૂ (Umair Sandhu) એકવાર ફરી ખોટી ખબર ફેલાવવાના ચક્કરમાં બોલિવુડ (Bollywood) એક્ટ્રેસના નિશાના પર આવી ગયો છે. ઉર્વશી રૌતેલા (Urvashi Rautela) વિશે આ વ્યક્તિએ દાવો કર્યો હતો કે સાઉથ અભિનેતા અખિલ અક્કીનેની (Akhil Akkineni) કે જે નાગાર્જુનનો પુત્ર છે તેણે અભિનેત્રીને હેરેસ કરી છે. આ બાબતે ઉર્વશી આગબબુલા થઇ ગઇ અને તેણે આ વાતને ખોટી ગણાવી ઉમૈર સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી.

ઉર્વશી રૌતેલાએ હાલમાં જ તેના ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી છે, જેમાં તેણે જણાવ્યું છે કે તેની ટીમે ઉમૈર સંધુ નામની વ્યક્તિને લીગલ નોટિસ મોકલી છે. ઉર્વશીએ લખ્યું- મારી લીગલ ટીમ દ્વારા તેને માનહાનિની ​​લીગલ નોટિસ મોકલવામાં આવી છે. હું તમારા જેવા અભદ્ર પત્રકારો, તમારી નકલી અને હાસ્યાસ્પદ ટ્વીટ્સથી નારાજ છું, તમે મારા સત્તાવાર પ્રવક્તા નથી અને હા તમે ખૂબ જ અપરિપક્વ પ્રકારના પત્રકાર છો જેણે મને અને મારા પરિવારને ખૂબ જ અનકંફર્ટેબલ દીધો.

આ સાથે અભિનેત્રીએ ઉમૈરના ટ્વીટનો સ્ક્રીનશોટ પણ શેર કર્યો. જેમાં લખ્યું હતુ કે- અખિલ અક્કીનેની દ્વારા એજન્ટ ફિલ્મના શૂટિંગ દરમિયાન અભિનેત્રી ઉર્વશી રૌતેલાને હેરાન કરવામાં આવી હતી. ફિલ્મનું શૂટિંગ યુરોપમાં ચાલી રહ્યું હતું. અભિનેત્રીના મતે અખિલ ખૂબ જ અપરિપક્વ પ્રકારનો અભિનેતા છે, અને તેણે મને ખૂબ જ અનકંફર્ટેબલ કરી છે. ઉર્વશીએ ઉમૈરના આ ટ્વિટને ફેક ગણાવ્યું છે અને લીગલ નોટિસ મોકલી છે.

આ પહેલા પણ ઉમૈરે ઉર્વશી વિશે એક ટ્વિટ કર્યું હતું, જેમાં તેણે એક્ટ્રેસના ચરિત્ર પર સવાલ ઉઠાવ્યા હતા. આ ટ્વીટને KRK દ્વારા રીટ્વીટ પણ કરવામાં આવી હતી. ઉમૈરે તાજેતરમાં સેલિના જેટલી વિશે પણ વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી. આ વાતને શેર કરીને અભિનેત્રીએ તેના પર આકરા પ્રહારો કર્યા હતા. અભિનેત્રીએ કહ્યું હતું- ડિયર શ્રી સંધુ, મને આશા છે કે આ પોસ્ટથી તમારી પુરુષ બનવાની જરૂરિયાત પૂરી થઈ ગઈ છે.

તમને તમારી નપુંસકતાની સારવાર કરાવાની ઉમ્મીદ હશે. વર્કફ્રન્ટની વાત કરીએ તો, ઉર્વશી રૌતેલા નાગાર્જુનના પુત્ર અખિલ અક્કીનેની સાથે પૈન ઇન્ડિયા ફિલ્મ એજન્ટ પર કામ કરી રહી છે. આ ફિલ્મમાં મામૂટી પણ લીડ રોલમાં હશે. ફિલ્મનું બજેટ 100 કરોડ હોવાનું કહેવાય છે. આ એક ભારતીય જાસૂસી-થ્રિલર ફિલ્મ હશે. એજન્ટ સુરેન્દ્ર રેડ્ડી ફિલ્મનું નિર્દેશન કરી રહ્યા છે.

Shah Jina