OMG ! સેલ્ફી લઇ રહ્યા હતા ચાહકો ત્યારે જ રાખી સાવંત તેમના ફોન લઇને ભાગી…પછી કારમાં બેસી કરી એવી હરકત કે લોકોએ લગાવી દીધી ક્લાસ
Rakhi Sawant Steals Fans’ Phones : રાખી સાવંત ઇન્ડસ્ટ્રીની પોપ્યુલર એન્ટરટેનરમાંની એક છે. તેને ડ્રામા ક્વીન પણ કહેવામાં આવે છે. તે એક યા બીજા કારણોસર લાઇમલાઇટમાં રહેતી હોય છે. રાખી સાવંત અવાર નવાર પોતાની હરકતોથી બધાનું ધ્યાન ખેંચવામાં કોઈ કસર છોડતી નથી. ખાસ કરીને જ્યારે સામે પેપરાજી હોય. ત્યારે હાલ રાખી સાવંતનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે ફેન્સનો ફોન છીનવીને ભાગતી જોવા મળી રહી છે. રાખી સાવંત તાજેતરમાં મુંબઈમાં જોવા મળી હતી.
આ દરમિયાન તે બ્લુ બ્રાલેટ ટોપ અને ડેનિમ જીન્સમાં જોવા મળી હતી. રાખી સાવંતને જોઈને ફેન્સ તેની સાથે સેલ્ફી લેવા પહોંચ્યા હતા. પહેલા એક્ટ્રેસ બધા સાથે પોઝ આપી રહી હતી, પરંતુ આ દરમિયાન તેણે ફેન્સનો ફોન આંચકી લીધો અને પછી કારમાં બેસી ગઈ. બાદમાં રાખી સાવંતે એક પછી એક બધા સાથે સેલ્ફી ક્લિક કરી. રાખીનો આ ફની વીડિયો તેના ફેન્સને ઘણો પસંદ આવી રહ્યો છે. જો કે, ઘણા તેની ક્લાસ લઇ રહ્યા છે.
હાલમાં જ રાખી સાવંતને લોરેન્સ બિશ્નોઈ તરફથી જાનથી મારી નાખવાની ધમકી મળી હતી. તેને લોરેન્સ બિશ્નોઈનો એક મેલ મળ્યો હતો, જેમાં તેને સલમાન ખાનના કેસથી દૂર રહેવા માટે કહેવામાં આવ્યું હતું. વાસ્તવમાં છેલ્લા કેટલાક સમયથી લોરેન્સ બિશ્નોઈ કાળિયાર કેસમાં સલમાન ખાનને મારી નાખવાની ધમકી આપી રહ્યા છે. રાખી સાવંતે પેપરાજીની સામે આ વિશે વાત કરી હતી, જે બાદ તેને ધમકી પણ આપવામાં આવી હતી.
રાખી સાવંત છેલ્લા કેટલાક સમયથી તેના લગ્ન જીવનને લઈને હેડલાઈન્સમાં છે. તેણે મે 2022માં આદિલ ખાન દુર્રાની સાથે લગ્ન કર્યા હતા, પણ તેણે આદિલ પર છેતરપીંડી અને મારપીટ સહિત અનેક આરોપો લગાવ્યા બાદ તેને જેલમાં મોકલ્યો હતો. આ ઉપરાંત આદિલ પર મૈસુરની એક મહિલાએ બરાત્કારનો આરોપ પણ લગાવ્યો હતો. હાલમાં આદિલ જેલમાં છે અને રાખી તેની કારકિર્દી પર ધ્યાન આપી રહી છે.
View this post on Instagram