‘ઋષભ પંત ચોરી છૂપે…’ ક્રિકેટ સ્ટેડિયમમાંથી ઉર્વશી રૌતેલાએ શેર કરી તસવીરો અને વીડિયો, ખરાબ રીતે થઇ ટ્રોલ

ઉર્વશીની ક્રિપ્ટિક નોટ જોઇ નેટિજન્સને આવી ઋષભ પંતની યાદ, થઇ ટ્રોલ તો બદલી દીધુ કેપ્શન

Urvashi Rautela-Rishabh Pant: બોલિવુડની મશહૂર એક્ટ્રેસ ઉર્વશી રૌતેલા (Urvashi Rautela) આજે કોઇ ઓળખની મોહતાજ નથી. સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહેતી ઉર્વશી રૌતેલાની તસવીરો અને વીડિયો અવાર નવાર વાયરલ થતા રહે છે. આ દરમિયાન ગુરુવારે ઉર્વશીએ ક્રિકેટ ગ્રાઉન્ડની કેટલીક લેટેસ્ટ તસવીરો અને બે વીડિયો શેર કર્યા હતા. જેના કેપ્શનમાં ઉર્વશી રૌતેલાએ ઘાયલ દિલ સાથે એક કેપ્શન લખ્યુ હતુ.

પોસ્ટ શેર કર્યાની થોડી જ વારમાં વાયરલ થઇ ગઇ અને ચર્ચાનો વિષય બની ગઇ. ગુરુવારે ઉર્વશી રૌતેલાએ તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર IPL 2023ની કેટલીક તસવીરો શેર કરી હતી. ઉર્વશી રૌતેલાની આ તસવીર દિલ્હીના અરુણ જેટલી ક્રિકેટ સ્ટેડિયમની છે, જ્યાં ઉર્વશી દિલ્હી કેપિટલ્સ ટીમની IPL મેચ જોવા પહોંચી હતી. તસવીરોમાં તમે જોઈ શકો છો કે ઉર્વશી રૌતેલાએ લાઇટ ગ્રીન વન પીસ ડ્રેસ પહેર્યો છે.

એક તસવીરમાં તેની પાછળની બાજુ દેખાઇ રહી છે પણ આ ફોટો સિવાય તેનું કેપ્શન એકદમ રહસ્યમય હતુ. ઉર્વશી રૌતેલાએ આ તસવીર સાથે લખ્યું હતુ કે- ‘એક ઘાયલ દિલને ખોલવામાં અને ફરીથી વિશ્વાસ કરવામાં સમય લાગે છે.’ હવે કોઈ નથી જાણતું કે ઉર્વશી રૌતેલાએ આ વાત કોના માટે લખી છે. પરંતુ ક્રિકેટ સ્ટેડિયમની તસવીર સાથે અભિનેત્રીના લખેલા આ કેપ્શનને ચાહકો ઋષભ પંત સાથે જોડી રહ્યા છે.

ઉર્વશી રૌતેલાની આ પોસ્ટ જોઈને લોકોએ સોશિયલ મીડિયા પર અલગ-અલગ પ્રતિક્રિયાઓ આપવાનું શરૂ કરી દીધું છે. એક યુઝરે કોમેન્ટ કરી કે- ‘ઋષભ પંત આ બધી કોમેન્ટ્સ છૂપી રીતે વાંચતો હશે.’ જ્યારે અન્ય એક યુઝરે લખ્યું કે- ‘આખરે આ પોસ્ટનો અર્થ શું છે ?’ આ રીતે ઘણા યુઝર્સ ઉર્વશી રૌતેલાના આ ફોટા પર કોમેન્ટ કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે ઉર્વશી રૌતેલા અને ઋષભ પંત ડેટિંગ રૂમર્સને લઈને ઘણી ચર્ચામાં હતા,

 

View this post on Instagram

 

A post shared by Urvashi Rautela (@urvashirautela)

પરંતુ બંનેએ પછીથી સ્પષ્ટ ના કહી દીધી હતી. બાદમાં ઉર્વશી રૌતેલાએ મીડિયા સામે કેટલાક એવા નિવેદન આપ્યા જેના કારણે બંને વચ્ચે કોલ્ડ વોર શરૂ થઈ ગયું. બાદમાં અભિનેત્રીએ તેને સોરી પણ કહ્યું, જોકે આ અંગે ક્રિકેટર તરફથી કોઈ પ્રતિક્રિયા આવી ન હતી. ત્યારથી, જ્યારે પણ ઉર્વશી રૌતેલા કોઈપણ પોસ્ટ શેર કરે છે, ત્યારે ચાહકો તેને રિષભ પંત સાથે જોડે છે.

 

View this post on Instagram

 

A post shared by Urvashi Rautela (@urvashirautela)

Shah Jina