કેચ લીધા બાદ પત્ની અનુષ્કાને ફ્લાઈંગ કિસ આપતો જોવા મળ્યો વિરાટ કોહલી, શરમથી લાલ થઇ ગઈ અભિનેત્રી, જુઓ વીડિયો
Virat Kohli gives flying kisses to Anushka Sharma: હાલ દેશભરમાં આઇપીએલનો (IPL 2023) માહોલ જબરદસ્ત છવાયો છે અને દરેક મેચ એટલી રોમાંચક બની રહી છે કે દર્શકો પણ એક બોલ મિસ નથી કરવા માંગતા. ત્યારે ગઈકાલે પણ એવા જ બે રોમાંચક મુકાબલા યોજાયા. જેમાં પહેલી મેચમાં રોયલ ચેલેન્જર બેંગલુરુ અને રાજસ્થાન રોયલ્સ (Royal Challengers Bangalore vs Rajasthan Royals) આમને સામને જોવા મળ્યા. જયારે બીજા મુકાબલામાં ચેન્નાઇ સુપર કિંગ્સ અને કોલકાત્તા નાઈટ રાઇડર (chennai super kings vs kolkata knight riders ) ટકરાયા હતા.
ત્યારે આ બંને મુકાબલા ખુબ જ રોમાંચક બન્યા. પરંતુ મેચમાં એક દૃશ્ય એવું પણ હતું જેણે દર્શકોના દિલ જીતી લીધા. રાજસ્થાન સામે બેંગલુરુનો વિજય થયો. પરંતુ હાલ એક વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. જેમાં વિરાટ કોહલી તેની પત્ની અનુષ્કા શર્માને ખુલ્લેઆમ ફ્લાઈંગ કિસ (Virat Kohli gives flying kisses to Anushka Sharma) કરતો જોવા મળી રહ્યો છે.
વિરાટ કોહલી એવા ખેલાડીઓમાંથી એક છે જે પોતાની લાગણીઓને છુપાવતો નથી. વિરાટ જ્યારે ગુસ્સામાં હોય છે ત્યારે મેદાન પર તેના ચહેરા પર સ્પષ્ટ દેખાઈ આવે છે. ખુશીની પણ એવી જ સ્થિતિ છે. ટીમને વિકેટ મળે કે પછી કેચ પકડાય તે બાદ પણ વિરાટનો ઉત્સાહ ચરમસીમાએ હોય છે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને રાજસ્થાન રોયલ્સ (RCB vs RR) વચ્ચે IPL 2023ની 32મી મેચમાં ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં કંઈક આવું જ થયું.
વિરાટ કોહલીએ રાજસ્થાન રોયલ્સ સામે યશસ્વી જયસ્વાલનો કેચ લીધો હતો. ક્રિઝ પર ઉભેલો યશસ્વી અડધી સદી તરફ આગળ વધી રહ્યો હતો. આ દરમિયાન તેણે હર્ષલ પટેલના બોલ પર મોટો શોટ રમવાનો પ્રયાસ કર્યો હતો. બોલ બેટ પર બરાબર ન આવ્યો અને લોંગ ઓન પર ઉભેલા વિરાટ કોહલીના હાથમાં ગયો. આ કેચ લીધા બાદ વિરાટ કોહલી સ્ટેન્ડ તરફ વળ્યો અને પત્ની અનુષ્કાને ફ્લાઈંગ કિસ આપી.
Virat kohli flying kiss to anushka #ipl2023 pic.twitter.com/YslypyVSya
— Mohit (@cricmohit01) April 23, 2023
આ જોઈને સ્ટેન્ડમાં હાજર તેની પત્ની અનુષ્કા શર્મા પણ હસવાનું રોકી શકી નહીં. આ IPL સિઝનમાં અનુષ્કા RCBની દરેક હોમ મેચ દરમિયાન ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં જોવા મળી છે. ગ્લેન મેક્સવેલ અને ફાફ ડુ પ્લેસિસની બેટિંગ બાદ અને હર્ષલ પટેલની સારી બોલિંગના પ્રદર્શનને કારણે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે રાજસ્થાન રોયલ્સને સાત રનથી હરાવ્યું હતું.