રાજસ્થાનની ટીમના કપ્તાન સંજુ સેમસનની લવ સ્ટોરી કોઈ ફિલ્મો કરતા જરા પણ કમ નથી, ફેસબુક પર થયો પ્રેમ અને ફરી લીધા ચોરીના ચાર ફેરા.. જુઓ તસવીરો

રિયલ લાઈફમાં પણ ફિલ્મો જેવો હીરો છે સંજુ સેમસન, લવ સ્ટોરી તો એવી છે કે જેને પણ વાંચી તે બોલ્યા..”આના પર તો ફિલ્મ બનવી જોઈએ…”

હાલ આઇપીએલનો માહોલ ચાલી રહ્યો છે અને દરેક ટિમો પોઇન્ટ ટેબલ પર ટોપમાં રહેવા માટે મરણીયા પ્રયાસ પણ કરતી જોવા મળી રહી છે. દરેક મેચ ખુબ જ રોમાંચક મોડ પર પૂર્ણ થાય છે. ત્યારે હાલ પોઇન્ટ ટેબલમાં રાજસ્થાન રોયલ્સની ટીમ ટોપ પર પહોંચી ગઈ છે.

રાજસ્થાને આઇપીએલમાં પોતાની 6માંથી ચાર મેચ જીતી લીધી છે અને એટલે જ તે 8 પોઇન્ટ અને નેટ રનરેટના આધાર પર પહેલા નંબર છે. આ સફળતા પાછળનો શ્રેય ટીમના કપ્તાન સંજુ સેમસનને જાય છે. સંજુ સેમસનના નેતૃત્ત્વ હેઠળ ટીમ ખુબ જ શાનદાર પર્ફોમન્સ કરી રહી છે. ત્યારે આજે અમે તમને સંજુની ક્રિકેટ નહિ પરંતુ તેની લવ સ્ટોરી જણાવીશું.

ક્રિકેટની જેમ સંજુની લવસ્ટોરી પણ ઘણી રસપ્રદ છે. એક મેસેજે તેનું જીવન બદલી નાખ્યું. સંજુએ તેની ક્લાસમેટ ચારુલતાને પોતાની જીવન સાથી બનાવી છે. બંનેના લગ્ન 22 ડિસેમ્બર 2018ના રોજ થયા હતા. સેમસન અને ચારુલતા એકબીજાને ઈમાર ઈવાનિયોસ કોલેજથી ઓળખે છે. બંનેની લવ સ્ટોરી ત્યાંથી શરૂ થઈ.

સેમસને એકવાર તેની લવ સ્ટોરી જાહેર કરી હતી. તેણે કહ્યું હતું કે, “મેં પહેલી વાર 22 ઓગસ્ટ 2013ના રોજ ચારુલતાને મેસેજ કર્યો હતો. રાત્રે 11:11 વાગ્યે મેં તેને હાયનો મેસેજ મોકલ્યો હતો.” સેમસને આગળ કહ્યું, “તે દિવસથી પાંચ વર્ષ સુધી હું તેની સાથે ફોટો પોસ્ટ કરવાની રાહ જોઈ રહ્યો હતો. હું દુનિયાને કહેવા માંગતો હતો કે હું ચારુલતાને કેટલો પ્રેમ કરું છું અને તે મારા માટે કેટલી ખાસ છે.”

કોલેજ પછી સેમસન અને ચારુલતા લાંબા સમય સુધી એકબીજાથી દૂર રહ્યા. આ દરમિયાન બંને પોતપોતાની કારકિર્દી પર ધ્યાન આપી રહ્યા હતા. ચારુલતાએ માનવ સંસાધનમાં BSC અને PGકર્યું. તેને અભ્યાસની સાથે ગીતો સાંભળવાનો શોખ હતો.

સંજુએ ઘણા સમય પછી ચારુલતાને મેસેજ કર્યો હતો. સામેથી કોઈ પ્રત્યુત્તર નહોતો. આનાથી સંજુ નારાજ થઈ ગયો. તે ચારુલતાને મળવા સીધો તેની કોલેજ ગયો. તે પછી બંનેએ ડેટિંગ કરવાનું શરૂ કર્યું. પાંચ વર્ષ સુધી બંનેએ એકબીજા સાથે ડેટિંગ કર્યું. આ દરમિયાન તેમણે પોતાના સંબંધોને ખૂબ જ અંગત રાખ્યા અને પોતાના સંબંધોને મીડિયાની સામે આવવા દીધા નહીં.

22 ડિસેમ્બર 2018ના રોજ, ચારુ અને સંજુએ માત્ર 30 લોકોની હાજરીમાં ખૂબ જ સાદગીપૂર્ણ રીતે લગ્ન કર્યા. સંજુએ સોશિયલ મીડિયા પર પોતાના લગ્નની તસવીરો શેર કરીને ફેન્સને જાણ કરી હતી. ચારુલતા સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે. તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ઘણી તસવીરો છે જેમાં ચારુલતા ખૂબ જ સુંદર લાગી રહી છે.

Niraj Patel