સસરા સુનીલ શેટ્ટીએ માથા પર તિલક લગાવી જમાઇ કેએલ રાહુલને કર્યુ બર્થ ડે વિશ, કહ્યુ- તમને મેળવીને ધન્ય છું

KL રાહુલના બર્થ ડે પર સુનીલ શેટ્ટીએ શેર કરી ના જોયેલી તસવીર, બાબા અને અન્નાની આ તસવીરો તમારુ પણ દિલ જીતી લેશે

હાલ IPL ચાલી રહી છે અને આ દરમિયાન દરેક ટીમો મેચ જીતવા પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન બતાવી રહી છે. ત્યારે આ વચ્ચે લખનઉ સુપર જાયન્ટ્સના કેપ્ટન કેએલ રાહુલે હાલમાં જ એટલે કે 18 એપ્રિલે તેનો 31મો જન્મદિવસ ઉજવ્યો અને આ અવસર પર તેને ઘણા ખેલાડીઓ સહિત પત્ની અથિયા અને સાળા અહાન શેટ્ટીએ જન્મદિવસની શુભેચ્છા પાઠવી. ત્યાં રાહુલના સસરા પણ કંઇ થોડા પાછળ રહેવાના હતા. સસરા સુનીલ શેટ્ટીએ પણ એક અનસીન તસવીર શેર કરીને જમાઇને શુભેચ્છા પાઠવી.

જમાઈ અને સસરા વચ્ચેના સંબંધો કેટલા મજબૂત છે, તે અભિનેતાની પોસ્ટ પરથી સ્પષ્ટ દેખાય છે. સુનીલ શેટ્ટીએ લગ્નના દિવસની એક તસવીર શેર કરી છે જેમાં તે જમાઈના કપાળ પર તિલક લગાવી રહ્યા છે. આ તસવીર જોઈને ચાહકો અનુમાન લગાવી રહ્યાં છે કે આ દ્વાર પૂજા દરમિયાનનો ફોટો છે. જણાવી દઇએ કે સામાન્ય રીતે મુંબઈમાં બાબા શબ્દનો ઉપયોગ ખૂબ જ પ્રિય વ્યક્તિ અથવા બાળક માટે થાય છે. સુનીલ શેટ્ટી પોતાના જમાઈને બાબા કહે છે.

કેએલ રાહુલને જન્મદિવસની શુભેચ્છા પાઠવતા તેમણે લખ્યું, ‘તમે અમારા જીવનમાં હોવ એ અમારા માટે સૌભાગ્યની વાત છે. હેપ્પી બર્થ ડે બાબા. આ તસવીર પર ફેન્સ ઘણો પ્રેમ વરસાવી રહ્યા છે. આ વર્ષે જ 23 જાન્યુઆરીએ કેએલ રાહુલ અને આથિયા શેટ્ટી લગ્નના બંધનમાં બંધાયા હતા. આઈપીએલ પછી બંનેનું રિસેપ્શન મુંબઈમાં યોજાવાની પણ વાત ચાલી રહી છે. રાહુલનું તેના સાસરિયાના તમામ સભ્યો સાથે ખૂબ જ સારું બોન્ડિંગ છે.

સુનીલ શેટ્ટીએ તો મીડિયાને કહ્યું હતું કે, તેમને જમાઇ નહિ પણ દીકરો મળ્યો છે. ક્રિકેટર અથિયાના ભાઈ અહાન શેટ્ટી સાથે પણ સારો બોન્ડ શેર કરે છે. આથિયા શેટ્ટી અને કેએલ રાહુલના લગ્નના તમામ ફંક્શન સુનીલ શેટ્ટીના ખંડાલાના બંગલામાં થયા હતા. આ લગ્નના ફોટો-વીડિયો પણ સામે આવ્યા, જેમાં વર-કન્યા ખૂબ જ સુંદર દેખાઈ રહ્યા હતા. તમને જણાવી દઈએ કે, જ્યારે કેએલ રાહુલ ભારતીય ટીમનો સ્ટાર બેટ્સમેન છે,

ત્યારે આથિયા બોલિવૂડની ઘણી ફિલ્મોમાં જોવા મળી છે. જો કે તે સફળ અભિનેત્રી બની નથી. બીજી તરફ જો સુનીલ શેટ્ટીની વાત કરીએ તો તે તે બોલિવૂડના એક શાનદાર અભિનેતા છે. તેમણે ‘ધડકન’, ‘દિલવાલે’, ‘હેરા ફેરી’ જેવી ઘણી શાનદાર ફિલ્મોમાં કામ કર્યું છે. તેમની આગામી ફિલ્મોની વાત કરીએ તો તે હેરા ફેરી 3માં જોવા મળશે. આ સિવાય હાલમાં જ તેમની હન્ટર એમેઝોન પ્રાઇમ પર રીલિઝ થઇ છે.

Shah Jina