લગ્ન વગર આ જાણિતી અભિનેત્રીએ કર્યુ તેની પ્રેગ્નેંસીનું એલાન, લોકોએ પૂછ્યું, બાપ કોણ છે

સાઉથની સંસ્કારી અભિનેત્રીએ આપી ગુડ ન્યુઝ, લગ્નન વગર જ બનશે માં, હેરાન યુઝર્સે પૂછ્યુ- પિતા કોણ છે

કિક, રેડ, બર્ફી, મેં તેરા હિરો, રુસ્તમ જેવી શાનદાર ફિલ્મોમાં નજર આવી ચૂકેલી બોલિવુડ એક્ટ્રેસ ઇલિયાના ડિક્રુઝ ભલે મોટા પડદાથી દૂર છે, પણ તે તેની પર્સનલ લાઇફ અને સોશિયલ મીડિયા પોસ્ટ્સને લઇને ઘણી ચર્ચામાં રહે છે. ઇલિયાનાએ ઘણી ફિલ્મોમાં શાનદાર કામ કર્યુ છે, પણ છેલ્લા કેટલાક સમયથી તે પડદાથી દૂર છે. ત્યારે હાલમાં તે અચાનક જ લાઇમલાઇટમાં આવી ગઇ છે.

ઇલિયાનાનું લાઇમલાઇટમાં આવવાનું કારણ તેની કોઇ તસવીર કે ફિલ્મ નહિ પરંતુ તેની પ્રેગ્નેંસી છે. જી હાં, અભિનેત્રી પ્રેગ્નેટ છે અને તેણે આ જાણકારી હાલમાં જ તેના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે. ઇલિયાના તેના પહેલા બાળકની ઉમ્મીદ કરી રહે છે. ઇલિયાનાએ બે તસવીરો પોસ્ટ કરી, જેમાં એક તસવીરમાં ન્યુ બોર્ન બેબીનો બોડીસૂટ નજર આવી રહ્યો છે અને બીજી તસવીરમાં Mama લખેલ ચેન જોવા મળી રહી છે.

આ તસવીરો પોસ્ટ કરતાની સાથે ઇલિયાનાએ કેપ્શનમાં લખ્યુ છે- હવે એડવેંચર શરૂ થઇ ગયુ છે. જલ્દી આવી રહ્યુ છે, લિટલ ડાર્લિંગ તને મળવાની રાહ નથી જોઇ શકતી. ઇલિયાનાએ આ તસવીરો જેવી જ પોસ્ટ કરી કે સોશિયલ મીડિયા જગતમાં સનસની મચી ગઇ. અભિનેત્રીની પોસ્ટ પર ચાહકો દિલ ખોલી કમેન્ટ કરી રહ્યા છે. જો કે, ઘણા યુઝર્સ એવા પણ છે જે ઇલિયાનાને લગ્ન વગર માતા બનવા પર ટ્રોલ કરી રહ્યા છે.

જણાવી દઇએ કેસ ઇલિયાનાએ હજુ સુધી લગ્ન નથી કર્યા અને એવામાં લોકો તેના બાળકના પિતાના નામને લઇને સવાલ કરી રહ્યા છે. ઇલિયાનાની આ પોસ્ટ પર પ્રતિક્રિયા આપતા એક યુઝરે લખ્યુ- લગ્ન ક્યારે થયા ? બીજાએ લખ્યુ- બાળકના પિતા કોણ છે ? જણાવી દઇએ કે, ઇલિયાનાએ સ્પષ્ટ નથી કહ્યુ કે તે પ્રેગ્નેટ છે પણ તેની તસવીરો અને કેપ્શન જોઇ લોકો ક્યાસ લગાવી રહ્યા છે કે તે પ્રેગ્નેટ છે.

ઇલિયાનાની આ તસવીરો પર તેની માતાએ પ્રતિક્રિયા આપતા કમેન્ટ સેક્શનમાં લખ્યુ- આ દુનિયામાં તારુ જલ્દી સ્વાગત છે માય ન્યુ ગ્રેંડ બેબી, તને મળવાની રાહ નથી જોઇ શકતી. જણાવી દઇએ કે, છેલ્લા દિવસોમાં ઇલિયાનાની પર્સનલ લાઇફને લઇને ખબર આવી હતી કે તે ઇન્ડસ્ટ્રીની તેની ફ્રેન્ડ કેટરીના કૈફના ભાઇને ડેટ કરી રહી છે. કોફી વિથ કરણ સિઝન 7ના એક એપિસોડમાં કરણ જોહરે તેના સંબંધને કંફર્મ પણ કર્યો હતો.

બંનેને સાથે ફેમીલી વેકેશન્સ દરમિયાન પણ સ્પોટ કરવામાં આવ્યા હતા, પણ અભિનેત્રીએ તેના સંબંધને કંફર્મ કર્યો નથી. ઇલિયાના કેટલાક વર્ષો પહેલા એંડ્રયુ નીબોન સાથે રિલેશનશિપમાં હતી, પણ વર્ષ 2019માં બંનેના બ્રેકઅપની ખબર આવી હતી. અભિનેત્રીએ એક ઇન્સ્ટા પોસ્ટમાં નીબોનને બેસ્ટ હબીના રૂપમાં પણ મેંશન કર્યો હતો, જોકે એ ક્લીયર નહોતુ કે તે બંને પરણિત હતા કે નહિ.

Shah Jina