જાણીતા ડાયરા કલાકાર માયાભાઇ આહીરના દીકરો છે લકઝરી કારોનો શોખીન… ગેરેજમાં સામેલ છે એવી એવી કાર કે જાણી તમે પણ હેરાન રહી જશો

રાજા જેવું જીવન જીવે છે માયાભાઇ આહીરનો દીકરો, કરોડો રૂપિયાનું કાર કલેક્શન જાણી તમે પણ કહેશો આ તો અંબાણી છે ભાઇ હો…

ગુજરાતના જાણીતા ડાયરા કલાકાર માયાભાઇ આહીરને આજે કોઈ ઓળખની જરૂર નથી, તેઓએ પોતાના જીવનમાં ઘણો સંઘર્ષ કર્યો છે અને જાત મહેનતે પોતાનું એક મોટું નામ બનાવ્યુ છે. ગુજરાતના કોઈપણ ખૂણે જયારે તેમના ડાયરાનો કાર્યક્રમ હોય ત્યારે જનમેદની ઉમટી પડતી હોય છે. માયાભાઈ પણ તેમના અવાજમાં રમઝટ જમાવતા હોય છે. તેમનો ચાહક વર્ગ પણ ખુબ જ મોટો છે અને તેમના અને તેમના પરિવાર વિશે આવનારી તમામ માહિતી પણ ચાહકો જાણવા માંગતા હોય છે.

ત્યારે આજે અમે તમને માયાભાઇ આહીરના દીકરાની લક્ઝરી લાઇફ સ્ટાઇલ વિશે જણાવવાના છીએ. માયાભાઇ આહીરનો દીકરો જયરાજ સોશિયલ મીડિયામાં ખાસ્સો એક્ટિવ રહે છે અને તેના લાખોમાં ફોલોઅર્સ પણ છે. જે તેની તસવીરો અને વીડિયોને ખુબ જ પસંદ કરે છે. જણાવી દઇએ કે, કેટલાક સમય પહેલા જ જયરાજે એક શાનદાર કાર ખરીદી હતી. જેનો વીડિયો પણ તેને પોતાના સોશિયલ મીડિયામાં શેર કર્યો હતો.

જયરાજ આહીરે MG Gloster કાર ખરીદી હતી, જેની એક્સ શોરૂમ પ્રાઈઝ 32 લાખથી લઈને 40.78 લાખ સુધીની ઓનલાઇન વેબસાઈટ અનુસાર જણાઇ રહી છે. ત્યારે આ કાર સિવાય પણ તેના ગેરેજમાં ઘણી લક્ઝરી કાર સામેલ છે. જયરાજ ભાજપ પાર્ટી સાથે જોડાયેલો છે અને તે લોક કલ્યાણ અર્થે કાર્યરત છે. જ્યાં એક બાજુ પિતા લોકડાયારાના હાસ્ય કલાકાર છે, ત્યાં પુત્ર આ પેશામાં નથી.

જયરાજના ગેરેજમાં સામેલ કારની વાત કરીએ તો, તેની પાસે hummer H2 કાર છે જેની કિંમત 75 લાખ રૂપિયા છે, આ ઉપરાંત તેની પાસે ઓડી Q3 પણ છે, જેની આશરે કિંમત 42 લાખ રૂપિયા છે અને બી એમ ડબ્લ્યુ X1 કે જેની કિંમત 40 લાખ છે. આ ઉપરાંત તેની પાસે મર્સડીસ CLA 200 કે જેની કિંમત 31 લાખ છે અને ટોયોટા ફોરચુનર કે જેની કિંમત 35 લાખ છે અને આ સિવાય ફોર્ડ એંડેએવોર પણ છે જેની કિંમત 35 લાખ રૂપિયા છે.

માયાભાઇ આહીરનો દીકરો ઘણુ વૈભવશાળી જીવન જીવે છે. ત્યારે માયાભાઇ આહીર વિશે વાત કરીએ તો, તેમનો જન્મ વર્ષ 1972માં તળાજા તાલુકામાં આવેલા બોરડા ગામ પાસે આહીરોના નેસ કુંડવી ખાતે થયો હતો. તેમના પિતાને આસપાસના લોકો વીરાભગત તરીકે ઓળખતા હતા. બાળપણથી માયાભાઇ આહીરને પિતાના સંસ્કારોના કારણે ધાર્મિક પુસ્તકો વાંચવામાં રસ જન્મ્યો હતો,

આ સાથે જ તે પિતા સાથે ધાર્મિક કાર્યક્રમો પણ નિહાળવા માટે જતા હતા, ગામની અંદર પણ રામકથા કે કોઈ ધાર્મિક કાર્યક્રમ હોય માયાભાઇ રસ પૂર્વક આ કાર્યક્રમોમાં ભાગ લેતા હતા અને ધીમે ધીમે તેમની ધર્મમાં રુચિ વધતી ગઈ.માયાભાઇ જયારે ચોથા ધોરણમાં ભણતા હતા ત્યારે જ તેમને “જૂનું તો થયું દેવળ” ભજન ગાયું હતું અને આ ભજનને લોકોએ ખુબ જ પસંદ કર્યું હતું.

માયાભાઇએ તેમના જીવનમાં ખુબ જ સંઘર્ષ કર્યો છે. તેમણે ટ્રેકટર ચલાવ્યું છે, પેસેન્જર વાહનો ચલાવ્યા છે અને તેમની મહેનતથી જ તેઓ આજે આ જગ્યાએ પહોંચી ગયા છે. આજે તેમની પાસે એક સારું જીવન અને એક મોટું નામ છે. આજે માયાભાઇ દેશ વિદેશમાં પોતાના ડાયરાની રમઝટ જગાવે છે.

 

View this post on Instagram

 

A post shared by JAYRAJ AHiR BORDA (@jayraj_aata_ahir)

Shah Jina