વિઝાની હેડ ઓફિસ તરીકે ઓળખાતા અમદાવાદના વિઝા વાળા હનુમાન મંદિરમાં અભિનેતા મલ્હાર ઠાકરે વિઝા માટે લગાવી અરજી, શું મળી જશે મલ્હારને અમેરિકાના વિઝા ? જુઓ વીડિયો
ગુજરાતની અંદર ઘણા બધા ધાર્મિક સ્થાનો આવેલા છે અને આ ધાર્મિક સ્થાનોમાં સામાન્ય માણસથી લઈને સેલેબ્સ પણ દર્શન કરવા માટે જતા હોય છે. ત્યારે હાલમાં જ ગુજરાતી ફિલ્મોના સુપર સ્ટાર મલ્હાર ઠાકર પણ દેવ મંદિરોમાં માથું ટેકવતા જોવા મળી રહ્યો છે અને તેના ઘણા વીડિયો અને તસવીરો પણ વાયરલ થઇ રહી છે.
અમદાવાદમાં આવેલા ખુબ જ ખ્યાતનામ અને વિઝા વાળા હનુમાન તરીકે ઓળખાતા મંદિરમાં મલ્હાર ઠાકર પણ વિઝા માટે અરજી કરવા પહોંચ્યો હતો. આ વિઝાનું કારણ એમ છે કે મલ્હાર ઠાકરની ફિલ્મ “શુભયાત્રા” 28 એપ્રિલના રોજ સિનેમા ઘરમાં આવી રહી છે અને તેના પ્રમોશનની શરૂઆત પણ થઇ ચુકી છે.
ત્યારે આ ફિલ્મની વાર્તા અનુરૂપ મલ્હાર ઠાકર અમેરિકા જવા માટે વિઝા એપ્લાય કરી રહ્યો છે. ત્યારે તેને અમદાવાદના ખાડિયા વિસ્તારમાં આવેલા વિઝા વાળા હનુમાન મંદિરમાં દર્શન કરીને પોતાને વિઝા મળી જાય તે માટેની પ્રાર્થના પણ કરી હતી. લોકપ્રિય અભિનેતા મલ્હાર ઠાકર આ મંદિરમાં આવતા જ ચાહકો પણ તેને જોવા માટે ટોળે વળ્યાં હતા.
આ પ્રસંગે મલ્હાર સાથે ફિલ્મની ટીમ પણ ઉપસ્થિત રહી હતી જેમાં અભિનેતા હેમિન ત્રિવેદી અને જય ભટ્ટ પણ જોવા મળ્યા હતા. મલ્હાર જયારે “શુભયાત્રા” ફિલ્મના પ્રમોશનને લઈને મંદિરમાં પહોંચ્યો ત્યારે ત્યાં હાજર વૃદ્ધોએ પણ આ સમગ્ર વિઝા પ્રોસેસને હકીકત માનીને વિઝા મળી જાય એ માટે આશીર્વાદ પણ આપ્યા હતા.
“શુભયાત્રા”નું પ્રમોશન અમદાવાદથી લઈને આખા ગુજરાતમાં ઠેર ઠેર થઇ રહ્યું છે. ત્યારે વિઝા વાળા હનુમાન દાદાના દર્શન બાદ ફિલ્મની ટીમ આરાસુર અને પવિત્ર તીર્થસ્થાનોમાં એક એવા અંબાજી મંદિર પણ પહોંચ હતી. જ્યાં તેમને મા અંબાની પૂજા વિધિ કરી અને તેમના ચરણે માથું પણ ટેકવ્યું હતું.
અંબાજી મંદિરના દર્શન કરવા સમયનો એક વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. જેમાં મલ્હાર ઠાકર સફેદ કુર્તા પાયજામામાં સજ્જ થઈને માતાજીના મંદિર પહોંચે છે અને મંદિરની સામે જ પોતાનો પાસપોર્ટ પણ બતાવે છે. જેના બાદ તે માતાજી સમક્ષ માથું ટેકવે છે અને પૂજારી સાથે પણ વાતચીત કરે છે. મંદિર દ્વારા પણ મલ્હાર ઠાકરને મા અંબાની તસવીર ભેટમાં આપવામાં આવે છે.
View this post on Instagram
તમને જણાવી દઈએ કે આ ફિલ્મ “રાઉડી પિક્ચર્સ”ના બેનર હેઠળ બની છે. રાઉડી પિક્ચર્સ સાઉથની ફિલ્મોનું નિર્માણ કરનાર એક પ્રોડક્શન હાઉસ છે. જે નયનતારા અને વિગ્નેશ શિવનની માલિકી હેઠળ છે. આ ઉપરાંત ફિલ્મનું નિર્દેશન પણ એવોર્ડ વિનિંગ ડાયરેકર મનીષ સૈની કરી રહ્યા છે. જેમને તેમની ગુજરાતી ફિલ્મ “ઢ” માટે રાષ્ટ્રીય એવોર્ડ મળી ચુક્યો છે.
View this post on Instagram
આ ફિલ્મમાં લોકપ્રિય અભિનેતા મલ્હાર ઠાકર ઉપરાંત ખુબ જ સુંદર અભિનેત્રી મોનલ ગજ્જર પણ જોવા મળવાની છે. આ ઉપરાંત ફિલ્મમાં અભિનેતા હિતુ કનોડિયા, દર્શન ઝરીવાલા, સુનિલ વિસરાની, ચેતન દૈયા જેવા ખ્યાતનામ કલાકારો પણ આ ફિલ્મની શોભા વધારતા જોવા મળશે.