ડાયરાના મંચ પરથી કિર્તીદાન ગઢવીએ લલકાર્યું એવું જોરદાર ગીત કે રાજભા ગઢવી પણ પોતાના પર કાબુ ના રાખી શક્યા, હાથમાં નોટોનું બંડલ લઈને આવી કર્યો રૂપિયાનો વરસાદ, જુઓ વીડિયો
હાલ ગુજરાતમાં ઠેર ઠેર ડાયરાની રમઝટ ચાલી રહી છે અને ઠેર ઠેર ડાયરાઓ થઇ રહ્યા છે, જેમાં ગુજરાતના મોટા મોટા ગાયકો અને ગાયિકાઓ શ્રોતાજનોને ડાયરાના રંગમાં ડુબાવવામાં કોઈ કસર બાકી નથી રાખી રહ્યા. હજારોની સંખ્યામાં શ્રોતાજનો પણ ડાયરાનો આનંદ લેવા માટે પહોંચી જતા હોય છે.
ત્યારે ગુજરાતના ડાયરા સમ્રાટ કિર્તીદાન ગઢવીના ડાયરામાં પણ મોટી જનમેદની ઉમટી પડતી હોય છે અને હાલમાં તેમના ડાયરાની ડિમાન્ડ પણ ખુબ જ વધારે છે. સોશિયલ મીડિયામાં પણ તેમના ડાયરા ધૂમ મચાવતા હોય છે. કિર્તીદાન પણ તેમના સોશિયલ મીડિયામાં અવાર નવાર ડાયરાના વીડિયો શેર કરતા રહે છે.
થોડા દિવસ પહેલા જ કિર્તીદાને એક ડાયરો કર્યો હતો જેમાં એક ચાહકે તેમના ડાયરામાં સોના ચાંદીના સિક્કાનો વરસાદ કર્યો હતો. આમ તો કિર્તીદાન ગઢવી જ્યાં પણ ડાયરો કરવા માટે જાય તેમના ઉપર ચલણી નોટોનો વરસાદ થતો હોય છે પરંતુ ઇતિહાસમાં પહેલીવાર ડાયરામાં સોના ચાંદીના સિક્કા વરસ્યા હતા.
આ ઉપરાંત હાલમાં જ તેમણે પાટણમાં રોટલીયા હનુમાન દાદાના મંદિરે પણ એક ડાયરો કર્યો હતો. જેમાં રૂપિયાની જગ્યાએ રોટલા અને રોટલીનો વરસાદ થયો હતો અને આ ઘટનાના ઘણા વીડિયો પણ વાયરલ થયા હતા. જેમાં જોવા મળ્યું હતું કે જે મંચ પરથી કિર્તીદાન ડાયરો કરી રહ્યા હતા તે મંચ આખો જ રોટલા અને રોટલીઓથી ઢંકાઈ ગયો હતો.
ત્યારે હાલમાં જ કિર્તીદાને વધુ એક વીડિયો શેર કર્યો છે. જેમાં કિર્તીદાનના ડાયરામાં અન્ય એક લોકોપ્રિય ડાયરા કલાકર રાજભા ગઢવી નોટોનો વરસાદ કરવા માટે ઉભા થઇ જાય છે. કિર્તીદાનનો આ ડાયરો ગોંડલમાં આવેલા વડધરીમન યોજાયો હતો. જેમાં રાજભા ગઢવી પણ હાજર રહ્યા હતા.
વાયરલ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે કિર્તીદાન ગઢવી ડાયરાના મંચ પરથી ડાયરો લલકારી રહ્યા છે અને “હળવો હળવો હાલ જો મારા રૂખડ બાવા..” ગીત લલકારતાની સાથે જ ચાહકો ઉભા થઈને તેમના પર રૂપિયાનો વરસાદ કરવા લાગે છે. કિર્તીદાન તેમની ધૂનમાં મસ્ત થઈને ગીત ગાતા હોય છે.
View this post on Instagram
ત્યારે જ રાજભા ગઢવી પણ પોતાની જગ્યા પરથી ઉભા થાય છે અને હાથમાં નોટોનું બંડલ લઈને આવીને કિર્તીદાન પર રૂપિયા વરસાવતા જોવા મળી રહ્યા છે. આ વીડિયો હાલ ખુબ જ વાયરલ થઇ રહ્યા છે અને લોકો કિર્તીદાનના આ પર્ફોમન્સની ખુબ જ પ્રસંશા પણ કરતા જોવા મળી રહ્યા છે.