રેડ એન્ડ વ્હાઇટ સુટમાં ‘કુછ કુછ હોત હૈ’ની અંજલી બનીને સ્પોટ થયેલી જોવા મળી કાજોલ, એથનિક લુક પર ફિદા થયા ચાહકો- જુઓ વીડિયો

કાજોલને રેડ-વ્હાઇટ સુટમાં જોઇ લોકોને યાદ આવી ગઇ ‘કુછ કુછ હોત હૈ’ની અંજલી, વીડિયો જોઇ તમે પણ એ જ કહેશો

બોલિવૂડની મશહૂર એક્ટ્રેસ અને અભિનેતા અજય દેવગનની પત્ની કાજોલ ઘણીવાર ચર્ચામાં રહે છે. તેને ઘણીવાર પેપરાજી દ્વારા સ્પોટ કરવામાં આવે છે, ત્યારે હાલમાં જ મુંબઈમાં કાજોલ જોવા મળી હતી, જેનો એક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં કાજોલ એથનિક લુકમાં જોવા મળી રહી છે. તેણે વ્હાઇટ સૂટ સાથે રેડ દુપટ્ટો કેરી કર્યો છે. આ લુક બિલકુલ એવો જ છે જે તેણે ફિલ્મ ‘કુછ કુછ હોતા હૈ’માં કેરી કર્યો હતો.

આ ફિલ્મમાં કાજોલે અંજલિની ભૂમિકા નિભાવી હતી અને કાજોલને આ વીડિયો સામે આવતાની સાથે જ ચાહકોને કાજોલનો અંજલિ લુક યાદ આવી ગયો. “કુછ કુછ હોતા હૈ” ની અંજલિ હજી પણ ઘણા લોકોના મનમાં ઉતરેલી છે. તેના પહેરવેશથી લઈને તેની ચુલબુલી અદાઓ અને બીજુ પણ ઘણુ આજે પણ આપણા હૃદય અને દિમાગમાં છે. અંજલિના રોલમાં કાજોલે અજાયબી કરી હતી.

ત્યારે કાજોલના હાલમાં જ જોવા મળેલ એથનિક લુક પર લોકો અલગ અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે. વીડિયો પર કોમેન્ટ કરતાં એક યુઝરે લખ્યું, કુછ કુછ હોતા હૈ ફીલ. અન્ય એક યુઝરે કોમેન્ટ કરી, આમને જોઇને કુછ કુછ હોતા હૈની અંજલિ યાદ આવી ગઇ. કરણ જોહરના નિર્દેશનમાં બનેલી રોમેન્ટિક ડ્રામા ફિલ્મ ‘કુછ કુછ હોતા હૈ’ 1998ની સૌથી વધુ પસંદ કરાયેલી ફિલ્મોમાંની એક છે. લોકો હજુ પણ આ ફિલ્મ જોવાનું પસંદ કરે છે.

‘કુછ કુછ હોતા હૈ’માં શાહરૂખ ખાન, કાજોલ અને રાની મુખર્જીએ મુખ્ય ભૂમિકાઓ નિભાવી હતી. કાજોલનું નામ બોલિવૂડની સૌથી પ્રતિભાશાળી અભિનેત્રીઓની યાદીમાં સામેલ છે. તેણે પોતાના કરિયરમાં હિન્દી સિનેમાને ઘણી બ્લોકબસ્ટર ફિલ્મો આપી છે. તેના વર્કફ્રન્ટની વાત કરીએ તો, તે છેલ્લે સલામ વેન્કીમાં જોવા મળી હતી. અભિનેત્રી ટૂંક સમયમાં ‘ધ ગુડ વાઈફ’ અને ‘લસ્ટ સ્ટોરીઝ 2’માં જોવા મળશે. આ સિવાય તે સરજમીન ફિલ્મમાં પણ કામ કરી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

Shah Jina