અમેરિકાના વિઝા મળેવવા અભિનેતા મલ્હાર ઠાકર મંદિર મંદિર ફરી રહ્યો છે, અંબાજી બાદ હવે પાવાગઢમાં પણ ટેકવ્યું માથું, મળી જશે મલ્હારને વિઝા ?

શરૂ થઇ ગઈ છે અમેરિકા જતા પહેલાની મલ્હાર ઠાકરની “શુભયાત્રા”, સ્ટેચ્યુ ઓફ યુનિટી જોયું, પાવાગઢમાં મહાકાળી માતાજીના ચરણોમાં માથું પણ ટેકવ્યું, શું હવે મળી જશે વિઝા ?

વિદેશ ભણવા માટે અને કમાવવા માટે જવાનું સપનું દેશના લાખો યુવાનો જોતા હોય છે અને ઘણા યુવાનો વિદેશમાં પણ ગયા છે, પરંતુ વિદેશ જવું એટલું સરળ પણ નથી હોતું, વિદેશના વિઝા મેળવવા એટલે લોઢાના ચણા ચાવવા જેવું છે. એમાં પણ અમેરિકા જેવા દેશના વિઝા મેળવવા તો ખુબ જ મુશ્કેલ છે.

ત્યારે હાલ ગુજરાતી ફિલ્મોના સુપરસ્ટાર મલ્હાર ઠાકર પણ અમેરિકાના વિઝા મેળવવા માટે દેવ મંદિરોમાં માથું ટેકવી રહ્યો છે. હવે તમારા મનમાં એમ થશે કે વળી મલ્હારને અમેરિકા જવાની શી જરૂર ? પરંતુ મલ્હાર ખરેખર અમેરિકા નથી જઈ રહ્યો પણ તેની ફિલ્મ આવી રહી છે “શુભયાત્રા”, જેમાં મલ્હાર અમેરિકા જવા માટે સ્ટ્રગલ કરતો જોવા મળી રહ્યો છે.

મલ્હાર ઠાકરની આ ફિલ્મ “શુભયાત્રા” 28 એપ્રિલના રોજ સિનેમાઘરમાં આવી રહી છે અને હાલમાં ફિલ્મનું પ્રમોશન પણ પુરજોશમાં ચાલી રહ્યું છે. ફિલ્મની આખી ટીમ ગુજરાતમાં ઠેર ઠેર જઈને ફિલ્મનો પ્રચાર કરી રહી છે અને આ દરમિયાન આસપાસના દેવ મંદિરોમાં પણ કલાકારો માથું ટેકવી રહ્યા છે.

ફિલ્મના પ્રમોશનની શરૂઆત મલ્હાર ઠાકરે અમદાવાદના ખુબ જ ખ્યાતનામ અને વિઝાની હેડ ઓફિસ તરીકે ગણાતા ખાડિયામાં આવેલા વિઝા વાળા હનુમાન દાદાના ચરણોમાં માથું ટેકવીને કરી હતી. જેના બાદ આખી ટીમ અંબાજી મંદિરમાં પણ દર્શન કરતી જોવા મળી હતી. ત્યારે હવે “શુભયાત્રા” ફિલ્મની ટીમે સ્ટેચ્યુ ઓફ યુનિટી અને પાવાગઢમાં મહાકાળી માતાજીના દર્શન કર્યા.

“શુભયાત્રા” ફિલ્મના ટ્રેલરમાં એક સીન પણ આવે છે. જેમાં મલ્હાર વિઝાની ફાઈલ લઈને વિઝા ઓફિસમાં બેઠો હોય છે. ત્યારે જયારે તેનો વારો આવતા ઓફિસર તેને બોલાવે છે અને પછી તેને અમેરિકા જવાનું કારણ પૂછે છે ત્યારે મલ્હાર જણાવે છે કે “સ્ટેચ્યુ ઓફ લિબર્ટી જોવા માટે અમેરિકા જવું છે.”

ત્યારે ઓફિસર મલ્હારને કહે છે કે, “સ્ટેચ્યુ ઓફ યુનિટી જોયું છે ?” ત્યારે જવાબમાં મલ્હાર કહે છે “ના એ તો બાકી રહી ગયું..” ત્યારે ઓફિસર કહે છે “સરસ.. પહેલા અહીંયા બધું જોઈ આવો પછી આવજો..” ત્યારે આ સીનના અનુરૂપ જ મલ્હાર અને તેમની ટીમ સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા માટે પણ પહોંચી હતી.

સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં વિઝીટ કર્યા બાદ મલ્હાર અને તેની ટીમના સાથીઓ પાવાગઢમાં મહાકાળી માતાજીના દર્શન માટે પણ પહોંચ્યા હતા. જેની ઘણી તસવીરો અને વીડિયો પણ હાલ વાયરલ થઇ રહ્યા છે. જેમાં મલ્હાર તેમની ટિમ સાથે સ્ટેચ્યુ ઓફ યુનિટી અને ત્યારબાદ મહાકાળી માતાજીના દર્શને પાવાગઢ જતો જોવા મળી રહ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

સામે આવેલા વીડિયોમાં જોવા મળે છે કે મલ્હાર ઠાકર અને તેની ટીમના સાથીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટી સામે ઉભા રહીને પોઝ આપે છે, ત્યાર બાદ પાવાગઢમાં ઉડન ખટોલાની સવારી પણ માણે છે અને રસ્તામાં ચાહકો મલ્હાર સાથે સેલ્ફી પણ લઇ રહ્યા છે. જેના બાદ મંદિરના ગર્ભગૃહમાં બેસીને મલ્હાર પૂજા પણ કરે છે અને માતાજી સમક્ષ પોતાનો પાસપોર્ટ પણ રજૂ કરે છે.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

ત્યારે હવે મલ્હાર ઠાકરની ફિલ્મ “શુભયાત્રા”નું ટ્રેલર સામે આવ્યા બાદ ચાહકો પણ હવે આ ફિલ્મની આતુરતાથી રાહ જોવા લાગ્યા છે અને તેમની આ આતુરતાનો અંત 28 એપ્રિલના રોજ આવશે જયારે આ ફિલ્મ સિનેમાઘરોમાં રિલીઝ થશે. આ ફિલ્મ રાઉડી પિક્ચર્સ”ના બેનર હેઠળ બની છે. રાઉડી પિક્ચર્સ સાઉથની ફિલ્મોનું નિર્માણ કરનાર એક પ્રોડક્શન હાઉસ છે. જે નયનતારા અને વિગ્નેશ શિવનની માલિકી હેઠળ છે.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

આ ઉપરાંત ફિલ્મનું નિર્દેશન પણ એવોર્ડ વિનિંગ ડાયરેકર મનીષ સૈની કરી રહ્યા છે. જેમને તેમની ગુજરાતી ફિલ્મ “ઢ” માટે રાષ્ટ્રીય એવોર્ડ મળી ચુક્યો છે.આ ફિલ્મમાં લોકપ્રિય અભિનેતા મલ્હાર ઠાકર ઉપરાંત અભિનેત્રી મોનલ ગજ્જર, અભિનેતા હિતુ કનોડિયા, દર્શન ઝરીવાલા, સુનિલ વિસરાની, ચેતન દૈયા, જય ભટ્ટ જેવા ખ્યાતનામ કલાકારો પણ જોવા મળશે.

Niraj Patel