એરપોર્ટ પર પેપરાજીને જોતા જ દોડવા લાગી સારા અલી ખાન, લોકો બોલ્યા..”ભાગ મિલ્ખા ભાગ..” વીડિયો થઇ ગયો વાયરલ, જુઓ

એરપોર્ટ પર સારા અલી ખાનને દોડતા જોઈને પેપરાજી બોલ્યા…”મેડમ… ગરીબની નોકરી જતી રહેશે..”, જુઓ વીડિયો

બોલીવુડના સેલેબ્સ કોઈપણ જગ્યાએ જાય ત્યારે પેપરાજી હંમેશા તેમને સ્પોટ કરવા માટે હાજર રહેતા હોય છે. સેલેબ્સના ઘરની બહાર અને એરપોર્ટ જેવી જગ્યા પર પેપરાજી હંમેશા ખડેપગે ઉભા રહે છે અને તેમની એક તસવીર ક્લિક કરવા માટે ઘણી મહેનત પણ કરે છે. ત્યારે ઘણીવાર કેટલાક સેલેબ્સ પેપરાજીને પોઝ પણ આપે છે તો ઘણા મોઢું ફેરવીને ચાલ્યા પણ જતા હોય છે.

ત્યારે હાલ એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. જેમાં અભિનેત્રી સારા અલી ખાન પેપરાજીને જોતા જ ભાગવા લાગે છે. સારા અલી ખાનની ગણતરી ઈન્ડસ્ટ્રીના ફેવરિટ સ્ટાર કિડ્સમાં થાય છે. સારાએ પોતાના કરિયરની શરૂઆત ફિલ્મ ‘કેદારનાથ’થી કરી હતી. આ ફિલ્મમાં તેની સાથે દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂત જોવા મળ્યો હતો. ફિલ્મો સિવાય અભિનેત્રી સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ રહે છે. આ સાથે સારાના એરપોર્ટ લુક્સ પણ ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યા છે.

સારા અલી ખાનનો વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે. આ વીડિયોમાં સારા અલી ખાન મુંબઈ એરપોર્ટ પર ઓલ બ્લેક લુકમાં જોવા મળી રહી છે. વીડિયોમાં જોવા મળે છે કે સારા ફેન્સ સાથે ફોટો ક્લિક કરાવે છે અને પછી દોડવા લાગે છે. વીડિયોમાં સંભળાય છે કે એક પેપરાજી કહી રહ્યો છે- “મૅમ, ગરીબોની નોકરી જશે”.

આ સમયે સારા વીડિયોમાં હસતી પોઝ આપતી જોવા મળે છે. એક તરફ જ્યાં ફેન્સ સારાની મજાને પસંદ કરી રહ્યા છે તો બીજી તરફ તેને ટ્રોલ પણ કરવામાં આવી રહી છે. એક યુઝરે લખ્યું, ‘ઓવર એક્ટિંગની દુકાન.’ તે જ સમયે, એકે લખ્યું, ‘તેની પાછળ દોડવાનું બંધ કરો અને ધ્યાન ન આપો.’ સારાના વાયરલ થઈ રહેલા આ વીડિયો પર સોશિયલ મીડિયા યુઝર્સ પણ આવી જ પ્રતિક્રિયા આપી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

સારા અલી ખાન હાલમાં જ ફિલ્મ ‘ગેસલાઈટ’માં જોવા મળી હતી. આ ફિલ્મ ડિઝની પ્લસ હોટસ્ટાર પર રિલીઝ કરવામાં આવી હતી, જેને દર્શકોનો મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો. બીજી તરફ, સારાની આગામી ફિલ્મોમાં “એ મેરે વતન કે લોગો”નો સમાવેશ થાય છે, જે એમેઝોન પ્રાઇમ વિડિયો પર રિલીઝ થશે. આ સિવાય સારા અલી ખાન વિકી કૌશલ સાથે “ઝરા હટકે ઝરા બચકે”માં પણ જોવા મળશે.

Niraj Patel