રિયલ લાઇફમાં ખૂબ જ ગ્લેમરસ છે ટીવીની સીતા, જીવે છે એકદમ બિંદાસ લાઇફ- જુઓ તસવીરો

ટીવીની સીતા ઉજવી રહી છે તેનો 40મો જન્મદિવસ, ટીવીના રામે સીતાને ખાસ અંદાજમાં કર્યુ બર્થ ડે વિશ, રીલ લાઇફના રામ-સીતાએ બે વાર કેમ કર્યા લગ્ન ? કારણ જાણી ચોંકી જશો તમે

પૌરાણિક ધારાવાહિક રામાયણમાં રામ અને સીતાનું પાત્ર નિભાવી ઘરે ઘરે મશહૂર થયેલા ગુરમીત ચૌધરી અને દેબિના બનર્જી સોશિયલ મીડિયા પર છવાયેલા રહે છે. બંને ટીવી જગતના પાવર કપલમાંના એક છે. રીલ લાઈફમાંથી રિયલ લાઈફની જોડી બનેલ ‘રામ-સીતા’ એટલે કે ગુરમીત ચૌધરી અને દેબીના બેનર્જીને કોઇ ઓળખની જરૂર નથી. રામાયણમાં રામ-સીતાએ ભલે 14 વર્ષનો વનવાસ ભોગવ્યો હોય, પરંતુ વાસ્તવિક જીવનમાં રામ-સીતાએ બે વાર લગ્ન કર્યા છે.

આજે દેબીના બેનર્જીના જન્મદિવસના અવસર પર અમે તમને તેના જીવનની કેટલીક વાત ઝણાવવા જઇ રહ્યા છીએ. ટીવી ઈન્ડસ્ટ્રીના સૌથી લોકપ્રિય કપલ્સમાંના એક ગુરમીત ચૌધરી અને દેબીના બેનર્જી ઘણીવાર એકબીજા પર પ્રેમ વરસાવતા જોવા મળે છે. રીલ લાઈફમાં રામ-સીતાનું પાત્ર ભજવનાર આ કપલે રિયલ લાઈફમાં બે વાર લગ્ન કર્યા હતા. 18 એપ્રિલ 1983ના રોજ કોલકાતામાં જન્મેલી દેબીના બેનર્જીએ ‘રામાયણ’ના શૂટિંગ પહેલા જ ગુરમીતને ડેટ કરવાનું શરૂ કર્યું હતું.

આ વાતનો ખુલાસો ખુદ ગુરમીતે એક ઈન્ટરવ્યુમાં કર્યો હતો. તેણે કહ્યું હતું કે તેણે જ દેબીનાને સીતાના રોલ માટે ઓડિશન આપવા કહ્યું હતું. સદભાગ્યે તેની પસંદગી પણ થઈ અને પ્રેમપ્રકરણ શરૂ થયું. ગુરમીતના કહેવા પ્રમાણે, તેની અને દેબિનાની લવ સ્ટોરી ત્યારે શરૂ થઈ ત્યારે બંને 19 વર્ષના હતા. તેણે કહ્યુ હતુ કે અમે બંનેએ એક કોન્ટેસ્ટમાં ભાગ લીધો હતો જ્યાં હું દેબીનાને મળ્યો હતો. તે કોલકાતાથી મુંબઈ આવી હતી.

તેણે મજાકમાં દેબીનાને કહ્યું કે મારે તારા જેવી છોકરી સાથે લગ્ન કરવા છે. હું તારા પિતા સાથે વાત કરીશ. જણાવી દઈએ કે વર્ષ 2009માં દેબીના અને ગુરમીતે એક મંદિરમાં લગ્ન કર્યા હતા. માત્ર થોડા જ લોકો તેના વિશે જાણતા હતા. લગભગ બે વર્ષ સુધી આ વાત પોતાના પરિવારથી પણ તેણે છુપાવીને રાખી હતી. જો કે, 2011માં બંનેએ પોતપોતાના પરિવાર સાથે વાત કર્યા બાદ સત્તાવાર રીતે લગ્ન કર્યા હતા. આ પછી ગુરમીતે 2009ના લગ્ન વિશે જણાવ્યું હતું.

તમિલ ભાષાની ટીવી સિરિયલ માયાવીથી અભિનયની શરૂઆત કર્યા પછી દેબિનાએ હિન્દી સિનેમામાં ઘણી ઓળખ બનાવી. આજે તે હિન્દી ટેલિવિઝનનો જાણીતો ચહેરો છે. તેણે ઘણા ટીવી શોમાં કામ કર્યું છે. જો કે તેને વાસ્તવિક લોકપ્રિયતા રામાયણમાં સીતાની ભૂમિકાથી મળી હતી. રામાયણ ટીવી સિરિયલ વર્ષ 2008માં આવી હતી, જેમાં તેણે સીતાની ભૂમિકા ભજવીને ઘણી પ્રશંસા મેળવી હતી. લોકો આજે પણ તેને આ રોલ માટે ઓળખે છે. આ શોમાં તેની સાથે તેનો પતિ એક્ટર ગુરમીત ચૌધરી જોવા મળ્યો હતો.

તમને જણાવી દઈએ કે, આજે એટલે કે 18મી એપ્રિલે દેબિના તેનો 40મો જન્મદિવસ સેલિબ્રેટ કરી રહી છે. જો કે આ ઉંમરે પણ તે એકદમ ગ્લેમરસ લાગે છે. દેબીના સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને અવારનવાર પોતાના ફોટો અને વીડિયો શેર કરતી રહે છે. દેબીનાના બર્થ ડે પર તેના પતિ ગુરમીત ચૌધરીએ તેને ખૂબ જ ખાસ રીતે શુભેચ્છા પાઠવી છે. ગુરમીતે ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટની સ્ટોરીમાં દેબિનાની સરપ્રાઈઝ બર્થડે પાર્ટીની તસવીરો અને વીડિયો શેર કર્યા છે. ગુરમીત ચૌધરીના વીડિયોમાં તેના નજીકના મિત્રો અને પરિવારના સભ્યો સાથે જોવા મળે છે.

વીડિયોમાં ટેબલ પર ઘણી કેક પણ જોવા મળે છે, જ્યારે એક કેક ખાતી વખતે દેબિના કહી રહી છે કે તેણે અત્યાર સુધી આનાથી વધુ ટેસ્ટી કેક નથી ખાધી. નાના પડદાની જાણીતી અભિનેત્રીઓમાંની એક દેબીના બેનર્જીએ ઘણી ટીવી સીરિયલ્સમાં કામ કર્યું છે અને પોતાના દમદાર અભિનયથી પોતાની ઓળક બનાવી છે.

દેબીના અને ગુરમીત માટે વર્ષ 2022 લકી સાબિત થયું કારણ કે ગયા વર્ષે જ તેમની બંને દીકરીઓનો જન્મ થયો હતો. દેબીના બેનર્જી લાંબા સમયથી ઇંફર્ટિલિટીની સમસ્યા સામે ઝઝૂમી રહી હતી, જેનો ખુલાસો તેણે પોતાના એક વીડિયોમાં કર્યો હતો. દેબીનાએ જણાવ્યું કે તે એંડોમેટ્રિયોસિસ નામની બીમારીથી પીડિત હતી. દેબિનાની પહેલી દીકરીનો જન્મ IVFની મદદથી થયો હતો.

Shah Jina