ફિલ્મી દુનિયા

લગ્ન વખતે સલમાન ખાનની મા દહેજમાં લાવી’તી આ શખ્સને, એને કારણે 6 મહિના સુધી બબાલ…જાણો વિગત

સલમાન ખાન થોડા સમય પહેલા તેના બંને ભાઈઓ અરબાઝ ખાન અને સોહેલ ખાન સાથે કપિલ શર્માના શોમાં આવ્યો હતો. સાથે જ તેમના પિતા સલીમ ખાન પણ આવ્યા હતા.  શો દરમિયાન સલમાન અને તેના બંને ભાઈઓએ તેના વ્યક્તિગત જીવન વિશે ઘણી ચર્ચા કરી હતી.

image source

એ દરમિયાન સલમાનના પિતા સલીમ ખાને પણ તેના વ્યક્તિગત જીવનને લઈને એક ખુલાસો કર્યો હતો. સલીમ ખાને કહ્યું હતું કે, ‘સલમાનની મા સલમા જયારે લગ્ન કરીને આવી હતી ત્યારે તેની સાથે દહેજ લઇ આવી હતી.’

image source

‘દહેજમાં સલમા તેની સાથે એક નોકર લઇ આવી હતી જેનું નામ છે ‘ગંગારામ’.’ સલીમ ખાને આગળ જણાવ્યું હતું કે, ‘ સલમા સાથે મારા લગ્ન થયા ત્યારથી ગંગારામ અમારી સાથે છે અને હવે એ અમારા પરિવારનો એક મહત્વનો હિસ્સો છે. ગંગારામને ઘરમાં બધા પ્રેમ કરે છે એટલું જ નહીં પણ સલમાન, અરબાઝ અને સોહેલ ગંગારામને મામા રામ કહીને બોલાવે છે.’

image source

સલીમ ખાને વધુમાં કહ્યું હતું કે, ‘લગ્નના શરૂઆતી સમયમાં એક વખત ગંગારામને હું ખિજાયો હતો, તો સલમાએ મારી સાથે છ મહિના વાતો નહતી કરી.’ આ કિસ્સો સાંભળી કપિલ સહીત દરેક ત્યાં ઉપસ્થિત દર્શકો હસી પડ્યા હતા.

આ વાત પર સોહિલે કહ્યું હતું કે, ‘ બધાને પાપની આ વાતો સાંભળવાની મજા આવતી હશે પણ અહીંયા એક વ્યક્તિ એવી છે જેને કોઈ ફરક નથી પડતો, એ પોતાની ધૂનમાં જ ખોવાયેલ છે અને એ છે ગંગારામ.’

image source

સલામને પણ આ વાત પર આગળ કહ્યું હતું કે, ‘મામા રામ એક એલિયન જેવા છે. એમના ચહેરા પર ક્યારેય કોઈ હાવભાવ દેખાય જ નહીં.’ આ વાત પર સલીમ ખાને કહ્યું હતું કે, ‘ ગંગારામની એક ખાસિયત એ છે કે એ ગમે ત્યાં ઉભા ઉભા પણ સુઈ શકે છે.’

image source

ત્યારબાદ કપિલે તેમને સ્ટેજ પર બોલાવ્યા હતા અને પૂછ્યું હતું કે શું એ તેને એટલે કે કપિલ શર્માને ઓળખે છે?’ ત્યારે ગંગારામના જે રિએક્શન હતા એ જોઈએ ને ત્યાં ઉપસ્થિત દરેક લોકો હસી પડ્યા હતા. ગંગારામ જેના શો માં આવ્યા હતા એના વિશે કશું જાણતા નહતા.

સાથે સોહેલ ખાને ગંગારામના વખાણ કરતા કહ્યું હતું કે , ‘ ગંગારામથી વધુ ઈમાનદાર વ્યક્તિ કોઈ નહીં હોય.’

 

View this post on Instagram

 

#celebrations #love #blessings #akashshlokawedding 🎂🙏 @ginnichatrath

A post shared by Kapil Sharma (@kapilsharma) on

કપિલ શર્મા વિશે જણાવી દઈએ કે જલ્દી જ કપિલ પિતા બનવા જઈ રહ્યા છે. કપિલની પત્ની ગિન્નીનું બેબી શાવર થોડા સમય પહેલા જ યોજાયું હતું. ગિન્ની અને કપિલ ડિસેમ્બરમાં માતા-પિતા બની શકે છે.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.