કરીનાએ બંગલાની આ 7 તસવીરો જોઈને જ લગ્ન કર્યા હશે? જુઓ PHOTOS
બોલીવુડ અભિનેત્રી કરીના કપૂર ખાન માં બન્યા પછી ફિલ્મોમાં ખુબ જ ઓછી જોવા મળે છે, જો કે તેની પાસે હાલમાં એકથી એક મોટા પ્રોજેક્ટ પડેલા છે. હાલ કરીના કપૂર રેડિયો શો ‘વ્હોટ વુમેન વોન્ટ્સ’ હોસ્ટ કરી રહી છે. અને તે અક્ષય કુમાર સાથેની ફિલ્મ ‘ગુડ ન્યુઝ’ માં જલ્દી જ નજરમાં આવી શકે તેમ છે.

પણે સૌ જાણીએ છીએ કે સૈફ સાથે લગ્ન કરતા પહેલા કરીના કપૂર અન્ય કલાકારો સાથે પણ રિલેશનમાં રહી ચુકી હતી. તો સૈફ અલીખાનને પણ અમૃતા સિંહ સાથે લગ્ન થયા હતા. સૈફ અલીખાનને 2 બાળકો છે.

શાહિદ કપૂર સાથેના બ્રેકઅપ પછી કરીના અને સૈફ અલી ખાનની નજીકતા વધી ગઈ હતી. બંને એ એકબીજા સાથે પાંચ વર્ષ ડેટ કર્યા પછી લગ્ન કર્યા હતા.

સૈફ અલી ખાનના પિતા મન્સુર અલીખાન પટૌડી પણ જાણીતા ક્રિકેટર હતા. સૈફ અલી ખાન નવાબ ફેમિલી માંથી આવે છે. તેની પાસે એકથી એક શાનદાર ઘર છે. આજે અમે તેમને સૈફનો હરિયાણામાં આવેલો નવાબી મહેલ ‘પટૌડી પેલેસ’ ની ખાસ તસ્વીરો દેખાડીશું.

જણાવી દઈએ કે આ ‘પટૌડી પેલેસ’ ની કિંમત 800 કરોડ રૂપિયા છે.આ પેલેસ 10 એકરમાં ફેલાયેલો છે. આ ‘પટૌડી પેલેસ’ 81 વર્ષ કરતા પણ જૂનો છે જેમાં 150 રૂમ છે. જેમાં 7 ડ્રેસિંગ રૂમ,7 બેડ રૂમ,સાથે ડ્રોઈંગ રમ અને ડાઇનિંગ રૂમ પણ છે. આ પેલેસમાં ‘મંગલ પાંડે’,’વીર ઝારા’,ગાંધી: માય ફાધર, મેરે બ્રધરકી દુલહન ફિલ્મનું શૂટિંગ કરવામાં આવ્યું હતું।

પટૌડી પેલેસનું નિર્માણ 1953માં 8માં નવાબ ઇફ્તિખાર અલી હુસૈન સિદ્દીકીએ કરાવ્યું હતું.એક સમય હતો જ્યારે આ મહેલમાં 100થી પણ વધારે નોકરો કામ કરતા હતા.

આ પેલેસમાં ખુબ મોટું મેદાન છે અને ઘોડાઓ માટેનો પણ એક મોટો તબેલો બનેલો છે. 9માં નવાબ મન્સુર અલી એટલે કે નવાબ પટૌડીએ તેનું રીનોવેશન કરાવડાવ્યું હતું.

સૈફ-કરીના માટે પટૌડીપેલેસને એક મહેલની જેમ તૈયાર કરાવડાવામાં આવ્યું હતું.આ રૂમ કરીના-સૈફનાં લગ્ન પહેલા જ બન્યો હતો. કરીનાએ પટૌડી પેલેસમાં સૈફ અલી ખાન સાથે અહીં પોતાનો 35મોં જન્મદિવસ ઉજવ્યો હતો.

હાલમાં તો સૈફ અલી ખાન અને કરીના મુંબઈમાં તેના પુત્ર તૈમુર સાથે રહે છે. હાલમાં જ સૈફ હિટ શો નેટફ્લિક્સનું શૂટિંગમાં વ્યસ્ત છે. તો કરીના કપૂર કરણ જોહરની આગામી ફિલ્મ ‘તખ્ત’માં રણવીર સિંહ,વિકી કૌશલ, આલિયા ભટ્ટ,અનિલ કપૂર,જ્હાન્વી કપૂર,અને ભૂમિ પેડનેકર સાથે ઝળકશે।

સૈફ ઘણીવાર પોતાના પરિવાર સાથે પટૌડી પેલેસમાં રજા પસાર કરવા આવે છે.તમને જણાવી દઈએ કે પટૌડી પેલેસમાં અનેક ફિલ્મોના શૂટિંગ કરવામાં આવ્યા છે. પટૌડી પેલેસની સફેદ દિવાલો અને લાંબી સીડી તેને ભવ્યતા આપે છે.
કોરોનાને કારણે હાલ સમગ્ર વિશ્વમાં દહેશત ફેલાઈ ગઈ છે. રોજ ઘણા લોકો કોરોનાને કારણે મોતને ભેટે છે. ભારતમાં પણ કોરોના જેવી મહામારીના ઘણા લોકો શિકાર બન્યા છે ઘણા લોકોએ કોરોના જેવી મહામારીને મ્હાત આપી છે. ભારતમાં કોરોનાના કારણે લોકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું.
1 જૂનથી લોકડાઉનમાં ઘણી રાહત થઇ ગઈ છે. સામાન્ય માણસ પણ ઘરની બહાર નીકળતા ત્યારે બૉલીવુડ સેલિબ્રિટીઓ પણ ઘરની અંદર રહીને સમય પસાર કરી રહ્યા છે. લોકડાઉન દરમિયાન સેલેબ્સ તેનાથી જોડાયેલા તસ્વીર-કિસ્સાઓ અને વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા રહે છે.
આ વચ્ચે સૈફ અલી ખાન અને કરીના કપૂરની પ્રોપટી, પટૌડી પેલેસ, વિદેશમાં આલીશાન બંગલાને લઈને ખબર વાયરલ થઇ રહી છે. આવો જાણીએ કરીના અને સૈફ પાસે કેટલી પ્રોપટી છે.
બૉલીવુડના ચર્ચિત કપલ્સમાં કરીના અને સૈફનું નામ શામેલ છે. બંને જેટલા તેની ફિલ્મોની લઈને ચર્ચામાં રહે છે તેનાથી વધુ તેની લાઇફસ્ટાઇલને લઈને ચર્ચામાં રહે છે. પ્રોપટીના મામલે સૈફ અને કરીના ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝના ટોપ સેલિબ્રિટીઓના લિસ્ટમાં શામેલ છે.

સૈફ અલી ખાન હરિયાણાના પટૌડી ગામમાં મહેલ જે પટૌડી પેલેસ તરીકે ઓળખાય છે. તેની કિંમત આશરે 800 કરોડ હોવાનું માનવામાં આવે છે. આ મહેલને બન્યાને લગભગ 84 વર્ષ થયા છે. આ મહેલ 1935માં 8માં નવાબ અને ભારતીય ટીમના ભૂતપૂર્વ કેપ્ટન ઇફ્તીકાર અલી હુસૈન સિદ્દીકી દ્વારા બનાવવામાં આવ્યો હતો. આ મહેલમાં 150 ઓરડાઓ છે અને એક સમયમાં 100થી વધુ સેવકો કામ કરતા હતા.

સૈફ-કરીના મુંબઇમાં એક વૈભવી બંગલા ધરાવે છે. જેનું નામ ફોર્ચ્યુન હાઇટ્સ છે. તેની કિંમત લગભગ 48 કરોડ છે. આ મકાનમાં સૈફ-કરીના પુત્ર તૈમૂર સાથે રહે છે. આ બંગલાની સજાવટનો શાનદાર દેખાવ છે. સૈફને પુસ્તકો વાંચવાનો ખૂબ શોખ છે, તેથી જ આ મકાનમાં પુસ્તકો માટે એક અલગ જગ્યા બનાવવામાં આવી છે. ઘરમાં વિન્ટેજ લેમ્પ્સ અને નવાબી શાન સાથે સજાવટ કરવામાં આવી છે.

રિપોર્ટ્સ અનુસાર, સૈફ અને કરીનાના સ્વિઝર્લેન્ડમાં પણ શાનદાર ઘર ખરીદ્યું છે. આ ઘરની કિંમત લગભગ 33 કરોડ રૂપિયા બતાવવામાં આવી રહી છે.

અહેવાલો અનુસાર, પટૌડી પરિવાર પાસે પણ ભોપાલમાં અબજો રૂપિયાની સંપત્તિ છે. અહીં 1000 એકરની કિંમતી જમીન પણ છે, જ્યાં ફ્લેગ સ્ટાફ હાઉસ છે.

જ્યારે સૈફ પાસે પાંચ હજાર કરોડની સંપત્તિ છે, જ્યારે કરીના પાસે 450 કરોડની સંપત્તિ છે. તે એક ફિલ્મ માટે 17 કરોડ રૂપિયા ફી લે છે.

સૈફ અને કરીનાએ 2012 લગ્ન કર્યા હતા. કરીના ને સૈફે બંને કરતા પહેલા ત્રણ વર્ષ સુધી ડેટ કર્યું હતું. સૈફ કરિનાને જે સગાઈની વીંટી પહેરાવી હતી તેની કિંમત બે કરોડ રૂપિયા હતી.

સૈફે 1.30 કરોડની કાર તૈમૂરને ભેટમાં આપી હતી. તૈમૂરને પ્રથમ 1000 ચોરસ ફૂટના જંગલની ભેટ આપવામાં આવી હતી. કરીના અને સૈફ ફિલ્મો સિવાય જાહેરાત, એન્ડ્રોઝમેન્ટ, શો અને અન્ય સોર્સથી કમાણી કરે છે.