જીવનશૈલી મનોરંજન

3 વર્ષના તૈમુરે કરીના અને સૈફ અલી ખાનને કરોડોનો કરાવ્યો છે ફાયદો, જાણો કઈ રીતે

અભિનેત્રી કરીના કપૂર અને સૈફ અલી ખાનનો લાડલો દીકરો તૈમુર અલી ખાન સોશિયલ મીડિયા પર ખુબ જ લોકપ્રિય છે.ઇન્ટરનેટ પર તૈમુરના કપડાથી લઈને તેના જેવી જ ડોલ્સ(ઢીંગલી) પણ ચર્ચામાં રહી ચુકી છે. સોશિયલ મીડિયા પર તેની તસ્વીરો સામે આવતા જ વાયરલ થઇ જાય છે.

Image Source

પણ જણાવી દઈએ કે તૈમુરની આટલી લોકપ્રિયતાથી કરીના અને સૈફને ખુબ મોટો ફાયદો થયો છે. સૈફ-કરીના એક બેબી કેર બ્રાન્ડની જાહેરાત કરવા જઈ રહ્યા છે જેના માટે તેને ખુબ મોટી રકમ મળવાની છે.

Image Source

રિપોર્ટની જાણકારીના અનુસાર આ એક ડાયપરની જાહેરાત છે. આ જાહેરાતની શૂટિંગ ત્રણ કલાકની હશે. આ ત્રણ કલાક માટે સૈફ-કરીનાને 1.5 કરોડ રૂપિયા આપવામાં અવશે. એક જાહેરાત માટે આ એક મોટી રકમ છે.

Image Source

રિપોર્ટના આધારે જાહેરતના નિર્માતા આ બંન્ને કલાકારોની સ્ટાર પાવરને લીધે તેને આ પ્રોડક્ટ સાથે જોડવા માગતા હતા. તેના માટે આગળના એક વર્ષથી વાતચીત ચાલી રહી હતી. પણ પહેલા સૈફ અને કરીનાએ આ જાહેરાત માટે ના કહી દીધી હતી. પણ અમુક મહિના પહેલા મેકર્સે ફરીથી પ્રસ્તાવ મુક્યો અને સૈફ-કરીના જાહેરાત કરવા માટે માની ગયા.

Image Source

સૈફ-કરીનાએ તૈમુરને કમર્શિયલ કેમેરાથી દૂર રાખ્યો છે. અમુક સમય પહેલા સૈફ અલી ખાને એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે પ્રોડ્યુસર તૈમુરને પ્રમોશનમાં સમાવેશ કરવાની સલાહ આપી ચુક્યા છે. સૈફે કહ્યું કે,”ફિલ્મ બાઝારનાં દરમિયાન મેકર્સ ઇચ્છતા હતા કે તૈમૂરના વાળમાં સફેદ વાળ લગાવીને પ્રમોશનમાં લાવવામાં આવે, અને કાલાકાંડીના પ્રમોશનમાં મેકર્સનું કહેવું હતું કે તૈમુરને એક રબ્બર બેન્ડ અને નાગા સાધુ વાળો પહેરવેશ પહેરાવીને પ્રમોશનમાં લાવવામાં આવે.

Image Source

તેઓનું કહેવું હતું કે તૈમુર પહેલાથી જ દરેક પ્લેટફોર્મ પર હાજર છે પણ હાલ તૈમુર કોઈપણ ફિલ્મ, જાહેરાત કે પ્રમોશનમાં જોવા નથી મળ્યો.

Author: GujjuRocks Team

તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ