મનોરંજન

મોદી સરકારના એક નિર્ણયથી સૈફ અલી ખાનની 5000 કરોડની સંપત્તિથી હાથ ધોવા પડશે, જાણો સમગ્ર મામલો

આપણે સૌ જાણીએ છીએ કે બોલીવુડના અભિનેતા સૈફ અલી ખાન એક નવાબ પરિવારમાંથી આવે છે અને તેમની પાસે કરોડો રૂપિયાની સંપત્તિ છે, પરંતુ હાલ આવેલા એક સમાચાર અનુસાર સૈફ અલી ખાનને મોદી સરકારના એક નિર્ણયથી તેની કરોડોની સંપત્તિથી હાથ ધોવા પડી શકે છે.

Image Source

મધ્યપ્રદેશની રાજધાની સહિત રાયસેન અને સિહોરમાં તત્કાલીન ભોપાલના નવાબ, હમીદુલ્લાહ ખાનની જમીનની માહિતી છુપાવવાના આરોપમાં વહીવટીતંત્રે નવાબ પરિવારના સભ્યોને નોટિસ પાઠવી છે. ભોપાલમાં 800 એકર અને સિહોર અને રાયસેનમાં આશરે ત્રણ હજાર એકરની માહિતી ઉપલબ્ધ નથી. હવે સરકાર નવાબ પરિવારની આ જમીનને સરકારી દાયરામાં લાવવા જઈ રહી છે.

Image Source

મધ્યપ્રદેશ સરકાર નવાબ પરિવારની જમીનને સીલિંગ એક્ટની દાયરામાં લાવવાની તૈયારી કરી રહી છે. આ માટે વર્ષ  1971ની સ્થિતિમાં ત્રણેય જિલ્લા ભોપાલ સમેત માં રાયસેન અને સિહોર જિલ્લા કલેકટરો પાસેથી ખેતીની જમીનના રેકોર્ડ્સનો સર્વે કરાવવામાં આવી રહ્યો છે.

Image Source

પ્રથમ તબક્કામાં રાયસેન જિલ્લાની 721 એકર જમીનને સરકારી જાહેર કરતા પહેલા એડિશનલ કમિશનર રાજેશ જૈને નવાબ પરિવારના શર્મિલા ટાગોર, સૈફ અલી ખાન, સબા, સોહા અલી ખાનને નોટિસ ફટકારી છે.

Image Source

તેઓએ 18 ફેબ્રુઆરી સુધી પોતાનો કેસ રજુ કરવાનો રહેશે. આ લોકોએ એ પણ સમજાવવું પડશે કે વર્ષ 1971માં જ્યારે સીલિંગ એક્ટ હેઠળ જમીનોની જાણકારી માંગવામાં આવી હતી ત્યારે એ સમયે વિવરણમાં  સંપૂર્ણ જાણકારી કેમ ભરીને આપવામાં નહોતી આવી.

Image Source

ભોપાલમાં આશરે 800 એકર જમીન હજી નવાબ પરિવારના નામે નોંધાયેલ છે. જ્યારે સિહોર અને રાયસેનમાં લગભગ ત્રણ હજાર એકર જમીન એવી છે જે સિલિંગના દાયરામાં લાવવાની તૈયારી કરવામાં આવી રહી છે.

Image Source

કેન્દ્ર સરકારે જમીનદારી પ્રથાને ખતમ કરવા માટે સીલિંગ એક્ટ 1961 લાગુ કર્યું હતું. આ કાનૂન અંતર્ગત કોઈપણ વ્યકિત પાસે 54 એકદથી વધારે જમીન હતી, તેમને આ દાયરામાં લાવવામાં આવ્યા હતા. આ એક્ટ મુજબ ભોપાલ નવાબની અંગત 133 પ્રોપર્ટીને છોડીને બધાને આ દાયરામાં લઇ લેવામાં આવી હતી.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.