અભિનેતા સૈફ અલી ખાન એક નવાબ કુટુંબ સાથે સંબંધ ધરાવે છે એ વાત તો આપણે સૌ કોઈ જાણીએ છીએ, તેના પિતા પ્રખ્યાત ક્રિકેટર મંસૂર અલી ખાન હરિયાણાના પટૌડી પરિવાર સાથે સંબંધ ધરાવે છે. પટૌડીમાં સલમાન ખન્ના મહેલ ને ઘણી જ પ્રોપર્ટી છે જેના પર વારંવાર ચર્ચા થતી રહે છે. એક ઇન્ટરવ્યૂની અંદર સૈફ અલી ખાને આ વાતનો ખુલાસો કર્યો હતો કે તેના પૈતૃક મહેલને પાછો મેળવવા માટે તેને હોટલ ચેઇનને ભાડા ઉપર આપવો પડ્યો હતો.

એક ઇન્ટરવ્યૂમાં સૈફ અલી ખાને આ વાત જણાવતા કહ્યું હતું કે “પિતાના મૃત્યુ બાદ આ મહેલને નિમરાણા હોટલને ભાડા ઉપર આપવામાં આવ્યો હતો. એના પહેલા અમન અને ફ્રાન્સિસ તેને ચાલવતા હતા, ફ્રાંસીસના નિધન થઇ ગયું ત્યાર પછી મને કહેવામાં આવ્યું કે હું મારો મહેલ પાછો લઇ શકું છું, પરંતુ તેના માટે મારે ઘણા બધા પૈસા આપવા પાડશે.”

ત્યારબાદ સૈફ અલી ખાને જણાવ્યું કે “મને લાગતું હતું કે જે ઘર મને વિરાસતમાં મળવું જોઈએ તેને મેં ફિલ્મો દ્વારા કમાયેલા પૈસા દ્વારા પાછું મળ્યું. તમે તમારા અતીતથી દૂર નથી રહી શકતા, મારો ઉછેર એવો રહ્યો છે, પરંતુ વિરાસતમાં મને કંઈજ નથી મળ્યું.”

પટૌડી પેલેસનું નિર્માણ 81 વર્ષ પહેલા થયું હતું, તેને વર્ષ 1935માં આઠમા નવાબ અને ક્રિકેટર ઇફ્તીયારી અલી ખાન પટૌડી અલી હુસૈન સિદ્દીકી દ્વારા બનાવવામાં આવ્યો હતો. આ મહેલની અંદર 150થી પણ વધારે ઓરડાઓ છે. અને આ મહેલમાં 100થી પણ વધારે લોકો કામ કરે છે. કેટલાક મીડિયા રિપોર્ટ પ્રમાણે આ મહેલની કિંમત લગભગ 800 કરોડ રૂપિયા છે.

સૈફ અલી ખાન અવાર નવાર આ પટૌડી પેલેસની મુલાકાત લે છે. તે પોતાના પરિવાર સાથે જ આ મહેલમાં જાય છે અને થોડા સમય પહેલા જ કરીના કપૂરનો જન્મ દિવસ પણ તેને આ મહેલમાં જ ઉજવ્યો હતો. આ મહેલની અંદર રહેતા લોકો સાથે પણ સૈફને સારા સંબંધો બંધાઈ ગયા છે.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.