મનોરંજન

સૈફ અલી ખાને લંડનમાં તેનો 49મોં બર્થડે સેલિબ્રેટ કર્યો કંઈક હટકે, કરીના જોવા મળી બેહદ ખુશ- જુઓ તસ્વીરો

બૉલીવુડ એકટર સૈફ અલી ખાને 16 ઓગસ્ટના રોજ તેનો 49મોં બર્થડે ઈંગ્લેન્ડમાં સેલિબ્રેટ કર્યો હતો. આ સેલિબ્રેશનમાં સૈફ અલી ખાન સાથે તેની પત્ની કરીના કપૂર ખાન અને પુત્ર તૈમુર પણ સામેલ થયા હતા. હાલ તો સામે આવેલી તસ્વીરમાં સૈફ કરીના સાથે બર્થ દે કેક કાપતો નજરે ચડે છે. તેની આ ફોટો સિમ્પલ સેલિબ્રેશન તરફ ઈશારો કરે છે.

સૈફના બર્થડે સેલિબ્રેશનના એક બાદ એક ફોટો સોશિયલ મીડિયામાં છવાઈ જાય છે. ત્યારે એક તસ્વીરમાં સૈફ કરીના અને તૈમુર સાથે બેસેલો જોવા મળે છે. આ તસ્વીર કરીના કપૂરના ફેન એકાઉન્ટ પર શેર કરવામાં આવી છે.

થોડા સમય પહેલા સૈફે આપેલા એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, તે તેનો જન્મદિવસ ઇંગ્લેન્ડના વિન્ડસર સ્થિત એક જુના કન્ટ્રી હોમમાં ઉજવવા માંગે છે. એક અખબાર સાથેની વાતચીતમાં સૈફે જણાવ્યું હતું કે, ‘અમે ઇંગ્લેન્ડના એક જુના કન્ટ્રી હોમમાં રહીએ છીએ. મને લાગતું હતું કે, આ એક ભૂતીયું ઘર છે. પરંતુ એવું કંઈ જ નથી. તે ઘર બહુજ સારું છે. જ્યાં અમે 6 લોકો અમારા બાળકો સાથે રહીએ છીએ. અમે સાથે જમવાનું બનાવીએ છીએ, અને સાથે જમીએ છીએ.

પાર્ટી દરમિયાન સૈફ કેક કાપતો હતો ત્યારે કરીનાના ચહેરા પણ અજબ પ્રકારની ખુશી હતી. સૈફ અને કરિનાની જોડી બોલીવુડની ફેમસ જોડી પૈકી એક છે. સૈફ અને કરિનાની લવ સ્ટોરી ફિલ્મી સ્ટોરીથી ઓછી નથી.

 

View this post on Instagram

 

Taimur setting weekend goals for us! • • #kareenakapoorkhan #taimuralikhan #saifalikhan #baebo

A post shared by Kareena Kapoor Khan (@kareenakapoorkhan) on

જણાવી દઈએ કે, કરીનાએ સૈફનાં પ્રપોઝલને 2 વખત ઠુકરાવી દીધું હતું. કરીનાએ ત્રીજી વાર સૈફને હા પાડી હતી. આ વાતનો ખુલાસો ખુદ કરીનાએ કર્યો હતો.

જણાવી દઈએ કે, સૈફ છેલ્લા થોડા સમયથી લંડનમાં જ કરીના અને તૈમુર સાથે છે. કરીના અને સૈફ બન્ને તેની આગામી ફિલ્મના શૂટિંગના કારણે લંડનમાં છે.

 

View this post on Instagram

 

Happy Birthday dear Saif! 👪❤ #kareenakapoorkhan #saifalikhan #taimuralikhan #baebo

A post shared by Kareena Kapoor Khan (@kareenakapoorkhan) on

હાલમાં જ સૈક્રેડ ગેમ સીઝન 2ની સ્ટ્રીમિંગ કરવામાં આવી હતી. જેમાં સૈફ લીડ રોલમાં છે. તો બીજી તરફ સૈફની આગામી ફિલ્મ લાલ કપ્તાન ની ટીઝર પણ રીલિઝ થઇ ચૂક્યું છે. આ ફિલ્મમાં સૈફ નાગા સાધુના લુકમાં નજરે આવશે.

 

View this post on Instagram

 

Happiest birthday Abba 🎁 🎂 🍰 I love you so much ❤️🤗👨‍👧‍👦🐣🐥

A post shared by Sara Ali Khan (@saraalikhan95) on

સૈફનાં જન્મદિવસ પર તેની પુત્રી સારા અલીખાને ઇન્સ્ટાગ્રામ પર બર્થડે વિશ કર્યું હતું. જન્મદિવસની શુભેચ્છા આપતા સારાએ તેના પિતા અને તેના ભાઈઓનો ફોટો શેર કરીને લખ્યું હતું કે, જન્મદિવસની ઘણી શુભેચ્છા પપ્પા. હું તમને ઘણો જ પ્રેમ કરું છું.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks