વર્ષ 1982માં આવેલી ફિલ્મ ‘નદીયાં કે પાર’ ભલે જુની થઇ ગઈ હોય પરંતુ તેના કલાકારો આજે પણ લોકોના દિલમાં જીવિત છે. નદીયાં કે પાર’માં કામ કરવા વાળા કલાકારો તેની બહેતરીન એક્ટિંગના કારણે લોકોના દિલ જીતી લીધા હતા.

જેના કારણે આજે પણ લોકોના દિલમાં જીવિત છે. ફિલ્મ ‘નદીયાં કે પાર’ ઘણી હિટ ગઈ જતા ઘણા કલાકારોએ કરિયર બનાવી લીધી હતી, આ ફિલ્મની કહાનીએ લોકોની આંખમાં આંસુ લાવી દીધા હતા.

ફિલ્મ ‘નદીયો કે પાર’માં ગુંજાનો રોલ કરનારી એક્ટ્રેસ તો બધાને યાદ જ હશે ગુંજાનો રોલ કરનારી એક્ટ્રેસનું નામ સાધના સિંહ હતું. સાધના સિંહ ઉત્તરપ્રદેશના કાનપૂરની નિવાસી હતી જેને અસલી પહેચાન તો ફિલ્મ ‘નદીયાં કે પાર’માં ગુંજાનો રોલ કરીને જ નિભાવી હતી.

ગુંજાનો રોલ કર્યા બાદ સાધના સિંહ ફિલ્મોથી દૂર સાથે-સાથે લાઈમલાઈટથી પણ દૂર થઇ ગઈ હતી.સાધનાએ તેની કરિયરમાં ઘણી ફિલ્મો કરી હતી.

બતાવામાં આવી રહ્યું છે કે, ‘નદીયો કે પાર’ ફીલ્મનું શૂટિંગ ઉત્તરપ્રદેશના જૌનપૂરના એક ગામમાં થયું હતું. જેના કારણે લોકોને ગુંજાથી વધારે લગાવ થઇ ગયો હતો.

જયારે શૂટિંગ પૂર્ણ થયા બાદ સાધના સિંહ જવા લાગી હતી ત્યારે લોકો રડવા લાગ્યા હતા. બતાવવામાં આવી રહ્યું છે કે, આ ફિલ્મમાં સાધનાના અપોઝીટ રોલમાં સચિન પિલગાંવકર નજર આવ્યો હતો.

‘નદીયો કે પાર’ ફિલ્મમાં ગુંજાની એક્ટિંગે લોકોના દિલ જીતી લીધા હતા. તે સમયે લોકો ગુંજના રોલથી લોકો બહુજ ખુશ હતા. એટલું જ નહીં લોકો તેની દીકરીઓના નામ પણ ગુંજા રાખતા હતા.

ગુંજાનો રોલ કરનારી સાધનાસિંહ થોડી ફિલ્મો કર્યા બાદ ઇન્ડસ્ટ્રીઝથી દૂર થઇ ગઈ હતી. સાધનાસિંહે ‘સસુરાલ’, ‘પિયા મિલન’, પાપી સંસાર’, ‘ફલક’માં જોવા મળી હતી. જેમાં સૌથી વધુ પ્રસિદ્ધિ ‘નદીયો કે પાર’થી મળી હતી. તે બાદ તેને 20 ફિલ્મોમાં કામ કર્યું હતું.

પરંતુ ત્યારબાદ તે અચાનક જ ફિલ્મમાંથી ગાયબ થઇ જય તેની ગૃહસ્થીમાં પડી ગઈ હતી. તે સમયે સાધનાએ કહ્યું હતું કે, જેવા રોલ તેને જોઈતા હતા તેવી ફિલ્મ બની રહી ના હતી.

ગુંજા એટલે કે સાધનાએ ફિલ્મ પ્રોડ્યુસર રાજકુમાર શાહાબાદીથી લગ્ન કર્યા હતા. તેના લગ્નજીવનમાં ટીન પુત્રી શીના અને પુત્ર થયો હતો. શીના પણ આજે એક બૉલીવુડ એક્ટ્રેસ છે.

સાધનાનું સપનું હિરોઈન બનવાનું ના હતું તેથી તેને સફળ ડેબ્યુ કર્યા બાદ ગણતરીની ફિલ્મમાં જ કામ કરી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝને અલવિદા કહી દીધી હતી, ત્યારબાદ તેને ટીવીની દુનિયામાં કદમ રાખ્યા હતા. સાધના એક હીરોઈનની સાથે-સાથે એક સારી સિંગર પણ હતી.

સાધનાએ ઘણા રિયાલિટી શોમાં કામ કરી ગીત ગાયા હતા.સીંગીગ સિવાય સાધના સિંહે ડેલીશોપમાં પણ કામ કર્યું હતું. જેટલી સફળતા સાધનાને ફિલ્મથી મળી હતી તેથી વધુ ક્યાંય મળી ના હતી. હાલ સાધના સિંગિંગ પ્રોફેશનમાં એન ટીવી શોમાં કામ કરીને ખુશ છે.
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.