ખબર ફિલ્મી દુનિયા

બ્રેકીંગ ન્યુઝ: અક્ષય કુમારના ભાઈનું નિધન થયું, TV ની ઘણી સિરિયલોમાં કર્યું છે કામ…આખી TV ઈન્ડસ્ટ્રી શોકમાંં ડૂબી ગઈ!

લોકડાઉનમાં એક બાજુ લોકો ઘરમાં છે તો બીજી તરફ બોલીવુડમાં સતત દિગ્ગ્જ એક્ટરો આ દુનિયાને અલવિદા કહી રહ્યા છે.આજે વધુ એક બૉલીવુડ એક્ટરનું નિધન થતા બોલીવુડમાં શોક છવાઈ ગયો છે. બૉલીવુડ એક્ટર અક્ષય કુમારની નજીકનો સંબંધી અને ટીવી એક્ટર અને ટીવી સિરિયલ કહાની ઘર ઘર કી થી લોકોના દિલમાં જગ્યા બનાવનાર સચિન કુમારે આ દુનિયાને અલવિદા કહી દીધી છે. સચિન કુમારની નિધન 15 મે ના રોજ સવારે હાર્ટએટે થી થયું હતું. સચિનના નિધનના પગલે ટીવી જગત શોકમાં ડૂબી ગયું હતું.

સચિનને ​​યાદ કરીને ટીવી અને ફિલ્મના સ્ટાર્સ ભાવુક થઈ રહ્યા છે. એક્ટર દિપક તિજોરી, ચેતન હંસરાજ, કંવલજીત આનંદે સોશ્યલ મીડિયા પર દુઃખ વ્યક્ત કર્યું છે.
જણાવી દઈએ કે, સચિન કુમારે ઘણા સમય પહેલા અભિનય કારકિર્દી છોડી દીધી હતી, પરંતુ તેમણે કેટલાક સદાબહાર શોમાં કામ કરીને લોકોને પ્રભાવિત કર્યા હતા. સચિને કહાની ઘર ઘર કી અને લજ્જા જેવી મહાન સીરિયલમાં કામ કરીને જગ્યા બનાવી હતી. તેના નિધનના સમાચારથી બધા લોકો દુઃખી છે.

સચિન સાથે કામ કરનાર એક્ટર કંવલજીતસિંહે ટ્વીટ કરીને પોતાનું દુઃખ વ્યક્ત કર્યું છે. તેને લખ્યું હતું કે- ઘણા વર્ષો પહેલા સચિન એક શોમાં મારો કો-સ્ટાર હતો. તેઓ મને લાવવાથી લઈને મુકવા સુધી બધું કરતો હતો. મને મારા મિત્રો સાથે પરિચય કરું છું. અમે સાથે એક સરસ સમય પસાર કર્યો હતો. બહુ જ જલ્દી ચાલ્યો જતા મને દુઃખ પહોંચ્યું છે. યાર તું જોવામાં શૈતાન જેવો લાગતો હતો પરંતુ માણસ સારો હતો.

એક્ટર રાકેશ પૌલે પણ સચિન સાથે પણ કામ કર્યું છે. તેઓ પણ તેમના મોતથી શોક પામ્યા છે. તેમણે સોશિયલ મીડિયા પર લખ્યું છે કે તે સચિનનો હસતો ચહેરો હંમેશા યાદ રાખશે.

તમને જણાવી દઈએ કે સચિન કુમાર દિલ્હીનો રહેવાસી હોવા છતાં છેલ્લા 12 વર્ષથી તે મુંબઈ હતો. હવે તેઓ ગયા પછી દરેક દુઃખી છે.

પરમ કૃપાળુ પરમાત્મા એમના આત્માને શાંતિ આપે એવી પ્રાર્થના.ૐ શાંતિ..શાંતિ..શાંતિ..:pray: