ખબર

વિજય રૂપાણીએ લોકડાઉન અને રેમડેસિવિરના ઈન્જેક્શનને લઈને કહી સૌથી મોટી વાત- જાણો ફટાફટ

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજકોટવાસીઓને સ્વૈચ્છિક લોકડાઉનની અપીલ કરી હતી અને આ મહામારી સામે લડવા માટે સામૂહિક પ્રયત્નો જરૂરી હોવાનું જણાવ્યું હતું. હવે આવું તેમણે એ માટે કહ્યુ હતુ કે રાજકોટ-મોરબીમાં કોરોના બેકાબુ બની ગયો છે કોરોનાની પરીસ્થિતિનો તાગ મેળવવા આજે મુખ્યમંત્રી વિજય રૂપાણી, ડે.મુખ્યમંત્રી નીતિન પટેલ, મુખ્ય સચિવ, આરોગ્ય સચિવ સહિતનો કાફલો રાજકોટ ખાતે પહોંચી સ્થિતિનો ચિતાર મેળવ્યો હતો. બાદમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ અંગે પ્રસ કોન્ફરન્સ કરી માહિતી આપી હતી.

Image source

રાજકોટને આવતીકાલે RTPCR ટેસ્ટ માટે વધુ એક મશીન ફાળવવામાં આવશે. આ ઉપરાંત રાજકોટમાં રેમડેસિવિરના ઈન્જેક્શનનો જથ્થો આવી જતા લોકોને તકલીફ નહીં પડે. કલેકટર કચેરી ખાતે કલેકટર રેમ્યા મોહન, પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલ, નોડલ ઓફિસર રાહુલ ગુપ્તા સહિતના અધિકારીઓ ડે.CM, આરોગ્ય સચિવ જયંતી રવિ સ્પેશ્યલ નોડલ ઓફિસર સ્તુતિ ચારણ હાજર રહ્યા હતા. રાજ્યમાં નવા કેસ સામે આવતા નવા 15 હજારથી વધુ બેડ વધાર્યા છે. રાજકોટમાં 6631 બેડની કુલ સંખ્યા આગામી દિવસમાં થઈ જશે.


સીએમ અને ડેપ્યુટી સીએમએ મોરબીની મુલાકાત લીધી હતી. જેમાં વેન્ટિલેટર, બેડ અને રેમડીસીવીર ઇન્જેક્શન તેમજ ટેસ્ટ કિટની વ્યવસ્થા કરવામાં આવી હોવાનું જણાવ્યું હતું. સીએમએ 20 મહાનગરોમાં રાત્રિ કરફ્યૂકેમ કરવામાં આવ્યો છે તે અંગે પણ નિવેદન આપ્યું છે. મોરબીમાં કોરોના કેસ વધતા તંત્ર એક્સનમાં આવી ગયું છે. પ્રભારી સચિવ બે દિવસથી મોરબીમાં મોનીટરીગ કરી રહ્યા છે. મુખ્યમંત્રી જિલ્લા ઉચ્ચ અધિકારીઓ અને સાંસદો સાથે કલેકટર કચેરીએ બેઠક યોજશે. કોરોના પરિસ્થિતિ પર કઈ રીતે કાબુ મેળવો અને દર્દીઓ તેમજ લોકોને પડતી મુશ્કેલીઓનો હલ કરવા મીટીંગ યોજાશે.

વધુમાં CM રૂપાણીએ જણાવ્યું હતું કે,અત્યારે રેમડેસીવીરની અછત સર્જાઇ છે. એવુ એટલા માટે કારણ કે છેલ્લા 10 દિવસમાં કેસ વધ્યા છે એટલે તેની ડિમાન્ડ વધી છે. માટે ગુજરાત સરકારે 3 લાખ ઇન્જેક્શન ખરીદી ઓર્ડર આપ્યો છે. છેલ્લા 5 દિવસમાં રાજકોટને 14 થી 15000 ઇન્જેક્શન આપવામાં આવ્યા છે. હવે આ ઇન્જેક્શન કોઇ વ્યક્તિને નહિ પણ સીધા હોસ્પિટલને જ આપવામાં આવશે. સગા સંબંધીએ ઇન્જેક્શન માટે હેરાન ન થવું પડે માટે આ નિર્ણય લેવાયો છે. સમીક્ષા બાદ મુખ્યમંત્રી રૂપાણીએ જણાવ્યું, 48 કલાકમાં જ મોરબીમાં કોરોના ટેસ્ટિંગ લેબોરેટરી ઉભી કરાશે. વધારાના 500 બેડની સુવિધા પણ ઉભી કરવામાં આવશે.

Image source

સિવિલ હોસ્પિટલમાં ડોક્ટર અને સ્ટાફની કમીને દૂર કરવા માટે નિર્ણય લીધો છે. મુખ્યમંત્રીએ મોરબી જિલ્લાને વધુ 700 રેમડેસીવીર ઇન્જેક્શન મોકલાશે. સાથે જ લોકોને રેમડેસીવીર ઇન્જેક્શન જરૂરી હોય તો જ લેવા માટે અપીલ કરી હતી.

લોકો સ્વયંભૂ લોકડાઉન કરે તો સરકારની ના નથી – CM રૂપાણી