જીવનશૈલી

કરોડો રૂપિયા છાપી ચુકી છે 12 વર્ષની આ અભિનેત્રી, 50 લાખની ગાડીમાં આવે છે શૂટિંગ કરવા

ટીવી શો ‘યે હૈં મોહબ્બતેં’થી પ્રખ્યાત થયેલી ક્યૂટ અને 12 વર્ષની અભિનેત્રી રુહાનીકા ધવને આટલી ઉંમરમાં પણ સારી એવી ઓળખ બનાવી લીધી છે. આટલી ઉંમરમાં પણ રુહાનિકાના ઇન્સ્ટાગ્રામ પર 1.4 મિલિયન ફોલોઅર્સ છે. આજે અમે તમને આ ક્યૂટ અભનેત્રીની જીવનશૈલી વિશે જણાવીશું.

Image Source

રુહાનિકાનો જન્મ 25 સપ્ટેમ્બર 2007 ના રોજ દિલ્લીમાં થયો હતો. રુહાનીકાએ ‘શ્રીમતી કૌશકકી પાંચ બહુએ’ સિરિયલ દ્વારા ટીવી દુનિયામાં એન્ટ્રી લીધી હતી જેના પછી તેણે યે હૈ મોહબ્બતેંમાં કામ કર્યું હતું.

Image Source

આ સીરિયલમાં રુહાનીકાએ દિવ્યાંકા ત્રિપાઠીના દીકરીનો કિરદાર નિભાવ્યો હતો. ચાહકોને રુહાનિકાનો અંદાજ ખુબ પસંદ આવ્યો હતો. એક રિપોર્ટના આધારે રુહાનિકા 20,000 થી 30,000 ફી લેતી હતી.

Image Source

રુહાનીકા આગળના ઘણા સમયથી અભિનયની દુનિયામાં સક્રિય છે. મળેલી જાણકારીના આધારે તેની નેટવર્થ 1 મિલિયન ડોલર એટલે કે 6.5 કરોડ આસપાસ છે. રુહાનીકા પોતાની કમાણીમાંથી ખરીદેલા 3BHK ફ્લેટમાં મુંબઈમાં પોતાના પરિવાર સાથે રહે છે.

Image Source

આ સિવાય રુહાનીકા શુટિંગ માટે પણ 50 લાખની ઓડી A4 ગાડીમાં આવે છે. રુહાનિકાને પોતાના પરિવારના સભ્યો ‘રૂ’ ના નામથી બોલાવે છે જ્યારે તેની માં ડોલી ધવન તેને ‘રુહાન’ કહીને બોલાવે છે.

Image Source

શો ના સેટ પર પણ દરેક આર્ટિસ્ટ તેને ખુબ પસંદ કરે છે. રુહાનીકા જ્યારે શૂટિંગ પર ન હોય ત્યારે તેને રમકડાંઓ અને આઇપેડ સાથે રમવાનું ખુબ પસંદ છે. આ સિવાય તેને ડરામણા રોલર કોસ્ટર વિડીયો જોવા પણ ખુબ પસંદ છે.

Image Source

રુહાનીકા અભ્યાસમાં ગણિત, આર્ટ્સ અને વિજ્ઞાનની થીમને વધુ પસંદ કરે છે. મોટી થઈને રુહાનીકા સિંગર, અભિનેત્રી કે પછી ફેશન ડિઝાઈનર બનાવા માંગે છે.

Image Source

રુહાનીકા ટીવી દુનિયાની સૌથી લોકપ્રીય નાની ઉંમરની અભિનેત્રી બની ગઈ છે. તેની આટલી લોકપ્રિયતાને લીધે તે બોલીવુડની દુનિયામાં પણ આવી ચુકી છે. 12 વર્ષની રુહાનીકા સલમાન ખાનની સાથે ફિલ્મ ‘જય હો’ માં પણ જોવા મળી ચુકી છે જેના પછી તેણે ‘ઘાયલ-2’ માં પણ કામ કર્યું છે.

Image Source

રુહાનીકા સોશિયલ મીડિયા પર પણ ખુબ સક્રિય રહે છે અને પોતાની તસ્વીરો અને વિડીયો પોસ્ટ કરતી રહે છે. પોતાના 12 વર્ષ પુરા થવા પર રુહાનીકાએ પોતાના બાળપણની ખાસ તસ્વીર શેર કરી હતી અને પોસ્ટ પણ લખી હતી.

Author: GujjuRocks Team

તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ