હેલ્થ

વજન ઓછું કરવા માટે એક દિવસમાં કેટલી રોટલી અને ભાતનું કરવું જોઈએ સેવન? જાણો

લગભગ બધા ભારતીયો દરરોજ ભાત અને રોટલીનું સેવન કરતા હોય છે. આ બાદ જો વજન વધી જાય તો લોકો આ બંને ખાવાની બંધ કરી દે છે. પરંતુ વજન ઘટાડવા માટેનો સામાન્ય નિયમ છે કે, ક્રૉબોહાઈડ્રેટ વાળા ખાદ્યપદાર્થનું સેવન ઓછું કરવું જોઈએ અથવા તો બંધ કરી દેવું જોઈએ.

Image Source

ડાયટ અને હેલ્થ એક્સપોર્ટઉ માનવું છે કે, ભારતીય ભોજનમાં વધુ માત્રામાં કાર્બોહાઈડ્રેટ હોય છે. વજન ઘટાડવા માટે પ્રોટીનની માત્રા વધુ અને કાર્બોહાઈર્ડ્રેટની માત્રા ઓછી હોવી જોઈએ.

આવો જાણીએ રોટલી એ ભાતમાં કેટલા પોષક તત્વ હોય છે.
રોટલીમાં કાર્બો હાઈડ્રેટની સાથે-સાથે પોષક તત્વ પણ મળે છે. જેમાં પ્રોટીન અને ફાઈબર વધુ પ્રમાણમાં હોય છે. પ્રોટીન અને ફાઈબર શરીર માટે સૌથી જરૂરી છે. સામાન્ય રીતે રોટલીમાં 15 ગ્રામ કાર્બ્સ, 3 ગ્રામ પ્રોટીન, 0.4 ગ્રામ ફેટ અને લગભગ 71 કેલેરી કાઉન્ટ છે.

Image Source

ભાતમાં જોવા જઈએ તો કાર્બોહાઇડ્રેટ વધુ પ્રમાણમાં હોય છે. એક નન્હૈ વાટકી ભાતમાં 1 ગ્રામ પ્રોટીન, 0.1 ગ્રામ ફૈટ અને લગભગ 18 ગ્રામ કાર્બોહાઇડ્રેટ હોય છે. કેલેરીના હિસાબથી ભાત રોટલીથી 80 કેલેરી વધુ આપે છે.
રોટલી અને ભાત બંનેમાં પૂરતા પોષક તત્વો હોય છે. બંનેમાં વિટામિન બી જોવા મળે છે જે શરીરમાં નવા કોષો બનાવે છે.

આયર્નની રીતે જોવા જઈએ તો બંનેમાં આયર્ન પૂરતા પ્રમાણમાં મળી આવે છે. ભાત અને રોટલી બંનેમાં પૂરતા પ્રમાણમાં મેગ્નેશિયમ અને ફોસ્ફરસ હોય છે જે શરીરમાં લોહી બનાવવાની ભૂમિકા ભજવે છે.

Image Source

ડાયેટ એક્સપોર્ટનું માનીએ તો ભાત અને રોટલીમાંથી એકની પસંદગી કરવી હોય તો રોટલી વધારે ફાયદાકારક છે. રોટલી વધારે ફાયદાકારક છે કારણ કે તેમાં ચોખા કરતા વધારે ફાયબર હોય છે.

ભારતમાં મોટાભાગે સફેદ ચોખાનો ઉપયોગ થાય છે જેમાં પોષક તત્ત્વો અને કાર્બોહાઈડ્રેટનું પ્રમાણ વધુ હોય છે. ભાતના વધુ સેવનથી શરીરમાં બ્લડ શુગર વધારવાનું કામ થાય છે. ભોજનમાં ભાત વધારે પસંદ હોય તો બ્રાઉન રાઇસનો ઉપયોગ વધુ સારો છે.

Image Source

ભોજનમાં પૂરતા પ્રમાણમાં ફાઇબર માટે આખા અનાજ અથવા ફણગાવેલા કઠોળનો સમાવેશ કરી શકો છો. ખોરાકમાં શાકભાજીના પૂરતા પ્રમાણમાં સેવન કરો. રાત્રે ચોખા ખાવાનું ટાળવું જોઈએ. તમે થોડી હેલ્ધી ચીજો સાથે રાત્રે પરાઠા ખાઈ શકો છો. જો તમે વજન ઘટાડવાનું કામ કરી રહ્યા છો તો તમે ડિનર પણ છોડી શકો છો.

Image Source

ભાત અને રોટલીમાં કાર્બોહાઈડ્રેટ હોવા છતાં શરીરને આખો દિવસ ઉર્જા મળે છે. જો આપણે આપણા ખોરાકમાંથી ભાત અને રોટલી ઘટાડી રહ્યા છીએ, તો શરીરને ઉર્જા આપવા માટે માટે વધુ ખોરાક શામેલ કરવો પડશે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

Disclaimer: gujjurocks.in does not guarantee any specific results as a result of the procedures mentioned here and the results may vary from person to person. The topics in these pages including text, graphics, videos and other material contained on this website are for informational purposes only and not to be substituted for professional medical advice.