ફૂટબોલની દુનિયામાં રોનાલ્ડો સૌથી મોટું નામ છે. રમતમાં તો તે પોતાનું નામ બનાવતો આવ્યો છે અને હંમેશા ચર્ચામાં રહે જ છે. પરંતુ હાલમાં રોનાલ્ડોએ દુનિયાની સૌથી મોંઘી કાર ખરીદી છે જેને લઈને પણ તે ચર્ચામાં આવ્યો છે.

રોનાલ્ડો જે ક્લ્બ માટે ફૂટબોલ રમે છે તે ક્લ્બ દ્વારા હાલમાં જ 26સીરી એ ચેમ્પિયનશીપમાં જીત મળી છે. ત્યારબાદ ભેટ સ્વરૂપે આ કાર રોનાલ્ડોએ જાતે જ ખરીદી છે.

આ જાણીને પણ ભલ ભલાનાં હોશ ઉડી જાય એમ છે. આ કાર ખરીદવા માટે રોનાલ્ડોએ 75 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે.

જે કાર રોનાલ્ડોએ ખરીદી છે તે બનાવવા વાળી કંપનીએ આવી 10 જ કાર. બનાવી છે આ કારનું નામ છે બુગાટી લા વાઓએવર (સેન્ડોટીસી). જેની કિંમત લગભગ 8.5 મિલિયન યુરો એટલે કે 75 કરોડ રૂપિયા જેટલી થાય છે.

35 વર્ષીય રોનાલ્ડોએ પોતાના ઇન્સ્ટાગ્રામ ઉપર આ કારનો ફોટો શેર કર્યો છે. રોનાલ્ડોના ગેરેજની અંદર એકથી એક ચડિયાતી શાનદાર કાર છે. હવે તેની પાસે દુનિયાની સૌથી મોંઘી કાર પણ છે.

વાત કરીએ રોનાલ્ડોના ગેરેજમાં રહેલી બધી જ કારની કિંમતની તો તેના ગેરેજની અંદર 30 મિલિયન યુરો એટલે કે 264 કરોડ રૂપિયાથી પણ વધારે કિંમતની કાર હાજર છે.

ભલે રોનાલ્ડોએ દુનિયાની સૌથી મોંઘી કાર ખરીદી લીધી. પરંતુ હજુ તેની પાસે આ કાર આવવા માટે 2021 સુધીનો સમય લાગી શકે છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.