ઢોલીવુડ મનોરંજન

વીતેલા જમાનાની ગુજરાતી ફિલ્મ એક્ટ્રેસ રોમા માણેક આજે દેખાઈ છે કંઈક આવી, જુઓ તસ્વીર એક ક્લિકે

રોમા માણેક પહેલાં કરતાં હવે એકદમ અલગ જ દેખાય છે, ‘રાધાડી’ની પહેલાંની અને અત્યારના ફોટોસ

આજે આપણે જોઈએ છીએ કે, આજે અર્બન ગુજરાતી ફિલ્મનો જમાનો જોવા મળી રહ્યો છે. આજકાલ અર્બન ગુજરાતી ફિલ્મમાં નવા સ્ટાર્સ નસીબ અજમાવે કે. પરંતુ વીતેલા જમાનામાં ઘણા એવા સ્ટાર્સ હતા જે ઘણા ફેમસ હતા. તો અમુક તો વીતેલા જમાનાના એક્ટર આ દુનિયાને અલવિદા કહી દીધું છે. તો ઘણા સ્ટાર્સ એકલવાયું જીવન જીવી રહ્યા છે.

Image source

આજે આપણે એવી જ એક ગુજરાતી એક્ટ્રેસની વાત કરીશું. જે ‘દેશ રે જોયા દાદા પરદેશ રે જોયા’ અને ‘ઉંચી મેડીના ઊંચા મોલ’ જેવી ગુજરાતી ફિલ્મથી ખુબ જ લોકપ્રિય થઈ હતી, તો વાંચો આજકાલ આ એક્ટ્રેસ શું રહે છે અને કેવું જીવન જીવી રહી છે. ‘દેશ રે જોયા પરદેશ જોયા’ જેવી સુપર-ડુપર હિટ ફિલ્મમાં રોમા માણેકે ‘રાધડી’ના રોલથી રાતોરાત ફેમસ થઈ ગયેલી લાખો લોકોના દીલ પર સ્થાન મેળવ્યું હતું.

Image source

‘દેશ રે જોયા પરદેશ જોયા’ બાદ ઉપરાઉપરી હિટ ફિલ્મો આપી રોમા માણેક છવાઈ ગઈ હતી. ઘણા લોકોને ખબર નહીં હોય કે રોમા માણેક મૂળ ગુજરાત નહીં પણ હિમાચલપ્રદેશના રહેવાશી હતી. છેલ્લાં કેટલાય સમયથી રોમા માણેક રૂપેરી પડદાથી દૂર છે. હાલ રોમા માણેક પરિવાર સાથે મુંબઈમાં રહે છે.

Image source

રોમા માણેકે 90ના દાયકાની શરૂઆતમાં તેણે અનેક હિન્દી ફિલ્મોમાં પણ કામ કર્યું હતું. જેમાં 1987માં આવેલી ફિલ્મ ‘સાત સાલ બાદ’, 1991માં ‘દીલ હૈ કી માનતા નહીં’, ‘પીછા કરો’, ‘હમ કુરબાન’, ‘જમાને સે ક્યા ડરના’ સામેલ છે.

Image source

જણાવી દઈએ કે, 90ના દશકામાં મહાભારત સિરીયલમાં પાંડુ રાજાની બીજી પત્ની માદરીનું પાત્ર ગુજરાતી અભિનેત્રી રોમા માણેકે ભજવ્યું હતું. મહાભારત સિરીયલમાં માદરીના રોલ માટે ડિરેક્ટરને સુંદર યુવતીની તલાશ હોય રોમા માણેક પર પસંદગી ઉતારી હતી. ગુજરાતી ફિલ્મ જગતની એકથી એક હિટ્સ ફિલ્મ આપી હતી. જેમાં ‘ઉચી મેડીના ઊંચા મોલ‘, ‘દેશ રે જોયા દાદા પરદેશ’ જોયા વગેરે સામેલ છે.

રોમા માણેક ગુજરાતી ફિલ્મમાં ‘દેશ રે જોયા દાદા પરદેશ’ હિટ ફિલ્મથી રાતોરાત ફેમસ થઈ ગઈ હતી. રોમા માણેક અને હિતેન કુમારની જોડી લોકોને ખૂબ પસંદ આવી હતી. બંનએ આ ઉપરાંત ‘પાંદડું લીલું રંગ રાતો’, ‘મહીસાગરનાં મોતી’ વગેરે ફિલ્મો કરી હતી.

 

View this post on Instagram

 

A post shared by Manish bhavsar (@maneybhavsar) on

રોમા માણેકે હિતેન કુમાર સુપરસ્ટાર નરેશ કનોડિયા સાથે પણ અનેક હિટ ફિલ્મોમાં આપી હતી. જેમાં ‘ઉંચી મેડીના ઉંચા મોલ’, ‘પરેદશી મણિયારો’, ‘કાંટો વાગ્યો કાળજે’ વગેરે ફિલ્મો સામેલ છે.

 

View this post on Instagram

 

A post shared by Saandeep Patel (@saandeeppatel) on

રોમા માણેક હાલમાં શું કરે છે તે કોઈને ખ્યાલ નથી પરતું 2018માં ગુજરાતી એવોર્ડ્સ દરમિયાન જોવા મળ્યા હતા. રોમાં માણેક ઘણી ગુજરાતી ફિલ્મો આપી જેમાં દેશ રે જોયા દાદા પરદેશ ગુજરાતી ફિલ્મોનો રેકોર્ડ તોડ્યો હતો અને ઘણા સમય સુધી સિનેમાં આ ફિલ્મ જોવા મળી હતી.