હિન્દૂ ધર્મમાં ભગવાન શિવનું ખુબ મોટું મહત્વ છે. ભગવાન શિવને સંસારના પિતા કહેવામાં આવ્યા છે અને ભગવાન શિવ સંસારના રક્ષક પણ છે. હિંદુ ધર્મના ઘણા ગ્રંથોમાં આ ઉલ્લેખ મળે છે કે રુદ્રાક્ષની માળા હાથમાં લઈને જો કોઈ ભગવાન શિવના આ ખાસ મંત્રનો જાપ કરે તો તેને પોતાની દરેક સમસ્યાઓથી છુટકારો મળી શકે છે. તે વ્યક્તિને ક્યારેય પણ ધનની કમી નથી આવતી, સાથે-સાથે તેઓના જીવનમાં ખુશીઓ જ આવે છે.

આ ખાસ મંત્ર મહામૃત્યુંજય મંત્ર છે, જેનો જાપ કરવાથી જો કોઈ વ્યક્તિને અચાનક મુત્યુની બીક રહે છે તો તે તરત જ સમાપ્ત થઇ જાય છે અને મનુષ્યની ઉંમર વધી જાય છે. આ મહામૃત્યુંજય મંત્રનો બીજો લાભ એ છે કે દરેક પ્રકારના રોગોને સમાપ્ત કરે છે, જો કોઈ વ્યક્તિને કોઈ પ્રકારની બીમારી છે તેઓ આ મંત્રનો જાપ કરે તો તેની બીમારી પણ નષ્ટ થઇ જાય છે. આ ખાસ મંત્ર કઈક આવા પ્રકારે છે.
“ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम्। उर्वारुकमिव बन्धनान्मृत्योर्मुक्षीय माऽमृतात्॥”

આ મહામૃત્યુંજયનો ત્રીજો લાભ એ છે કે આ મંત્રનો જાપ કરનારા મનુષ્યની ત્વચામાં એક ચમક આવી જાય છે, એક આકર્ષણ આવી જાય છે, તેનો ચહેરો ખીલી ઉઠે છે અને સાથે-સાથે તે વ્યક્તિ પર ભગવાન શિવની કૃપા હંમેશા માટે બની રહે છે. જો કોઈ વ્યક્તિ સવારે અને સાંજે આ મહામૃત્યુંજય મંત્રને એક વાર જાપ કરી લે તો ભગવાન શિવની કૃપા તેઓના પર હંમેશા માટે બની રહેશે.
શાસ્ત્રોમાં દિવસના દરેક કામ માટે અલગ-અલગ મંત્રો આપ્યા છે. ત્યારે આજે આપણે વાત કરી રહયા છીએ, નહાતી વખતે બોલવાના મંત્ર વિશે તો એક બીજા મંત્રનો ઉલ્લેખ પણ કરી જ લઈએ. સ્નાન કરતી વખતે આ મંત્રનો જાપ કરવાથી તીર્થમાં સ્નાન કરવાનું પુણ્ય પ્રાપ્ત થાય છે. જે મંત્રની વાત થઇ રહી છે, એ મંત્ર આ પ્રમાણે છે.

“गंगे च यमुने चैव गोदावरि सरस्वति।। नर्मदे सिन्धु कावेरि जलऽस्मिन्सन्निधिं कुरु।।”
આ મંત્રનો જાપ સ્નાન કરતી વખતે કરવો જોઈએ. સાથે જ વાત કરીએ આપણા સ્નાન વિષે શાસ્ત્રોમાં શું લખાયેલું છે –
- જો સ્નાન બ્રહ્મમૂરતમાં ભગવાનનું સ્મરણ કરતા કરતા કરવામાં આવે તો એને બ્રહ્મ સ્નાન કહેવાય છે.
- સૂર્ય ઉગતા પહેલા દેવનદીઓમાં અથવા તેમનું સ્મરણ કરતા જે સ્નાન કરવામાં આવે તેને દેવસ્નાન કહે છે.
- સવાર-સવારમાં જયારે આકાશમાં તારાઓ દેખાઈ રહયા હોય ત્યારે જે સ્નાન કરવામાં આવે તેને ઋષિ સ્નાન કહેવામાં આવે છે.
- જો સામાન્ય સ્નાન સૂર્યોદય પહેલા કરવામાં આવે તો એને માનવ સ્નાન કહેવામાં આવે છે.

- જો સૂર્યોદય પછી ચા-નાસ્તો કર્યા બાદ 8-9 વાગ્યા સુધી કે એ પછી સ્નાન કરવામાં આવે તો એ દાનવ સ્નાન કહેવામાં આવે છે.
- શાસ્ત્રો અનુસાર, આપણે બ્રહ્મ સ્નાન, દેવ સ્નાન કે ઋષિ સ્નાન કરવું જોઈએ, આ જ શ્રેષ્ઠ સ્નાન છે.
- રાતના સમયે કે સાંજના સમયે નહાવું ન જોઈએ. જો સૂર્યગ્રહણ કે ચંદ્રગ્રહણનો દિવસ હોય તો એ દિવસે રાતના સમયે સ્નાન કરી શકાય છે.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.