હેલ્થ

તાંબાનું પાણી અમૃત સમાન છે શું તમે જાણો છો આ પાણી શરીરમાં કેવા કેવા ફેરફારો થાય છે, જરૂર વાંચો

તાંબુ ચમત્કારિક ગુણધર્મો ધરાવે છે. તેથી, દરેક તહેવાર, ઉત્સવે અને ધાર્મિક પ્રસંગે તાંબાના બનેલા કોઈપણ પાત્રનો ઉપયોગ થાય છે. એ જ રીતે આપણે આપણા ઘર અથવા પડોશમાં જોતા હશું કે ઘરના વાડેલો તાંબાના પાત્રમાં રાખેલ પાણી જ પીવે છે. આર્યુવેદમાં એવું માનવામાં આવે છે કે તાંબાના વાસણમાં રાખેલ પાણી પીવાથી ત્રણ ખામીઓ (વાત, પિત અને કફ) સંતુલિત કરે છે.

આયુર્વેદમાં તાંબાના વાસણમાં રાખેલા પાણીને ઔષધિની જેમ માનવામાં આવે છે. આ પાણી પેટની બીમારીઓને દૂર કરવામાં ખુબ જ મદદરૂપ સાબિત થાય છે. જો આ પાણીને રોજ સવારે ખાલી પેટ પીવામાં આવે તો થોડાક મહિનાઓમાં પેટ સંબંધી ઘણા પ્રોબ્લેમ્સ દુર થઇ શકે છે. આયુર્વેદ અનુસાર એવું કહેવામાં આવે છે કે જ્યારે પાણી ઓછામાં ઓછું 8 કલાક સુધી રાખવામાં આવે ત્યારે જ તેના પાણીનો લાભ થાય છે. હેલ્થ વિજ્ઞાન પણ તાંબાના વાસણમાં રાખેલ પાણી પીવાના અઢળક ફાયદા જણાવે છે.

Image Source

રોજ પીઓ તાંબાના વાસણનું પાણી થશે આ ચમત્કારી ફાયદા:

તાંબાના વાસણમાં આખી રાત પાણી રાખીને સવારે તેને પી લો. રોજ આવું કરવાથી સ્કિન હેલ્દી બનશે અને ગ્લો કરશે. અલ્ટ્રાવાયોલેટ કિરણોથી ત્વચાને સુરક્ષિત કરવા મેલેનિન ઉત્પાદનમાં તાંબું મહત્ત્વની ભૂમિકા ભજવે છે. જેમાં હાજર એન્ટિ-ઑક્સિડેન્ટ્સ ફાઈન લાઇન્સ અને ફ્લેક્સને દૂર કરે છે. તે ત્વચા પર સલામતી સ્તર બનાવે છે, જે તમને લાંબા સમય સુધી યુવાન રાખે છે.

તાંબામાં ઉપસ્થિત કોપર થાયરેક્સીન નામના હોર્મોનને બેલેન્સ કરે છે. તેનાથી થાઇરોઇડનો ખતરો ટળી જાય છે. તાંબાના વાસણમાં રાખેલા પાણીથી ડાયજેશન સારું થાય છે. બોડી ડીટોક્સ રહે છે. તેનાથી વજન ઓછું કરવામાં મદદ મળે છે.

તાંબામાં એન્ટીબેક્ટેરિયલ ગુણ મળી આવે છે, જે પાણીમાંના ખરાબ બેક્ટેરિયાને ખતમ કરીને ડાયરિયા, લૂજ મોશન અને પીલિયા જેવી બીમારીઓથી બચાવે છે. તે વાત, પિત અને કફની ફરિયાદોને દૂર કરવામાં મદદ કરે છે. તે તમામ પ્રકારનાં બેક્ટેરિયાને દૂર કરે છે જે ઝાડા, કમળો, ડિસેન્ટ્રી અને અન્ય પ્રકારની રોગોનું કારણ બને છે.

Image Source

રોજ સવાર-સાંજ તાંબાના વાસણમાં પાણી પીઓ. તેમાં યુરિક એસિડ મળી આવે છે, જે સાંધાઓના દર્દમાં રાહત અપાવે છે. સંધિવાની સમસ્યામાં તાંબાના વાસણમાં ભરેલું પાણી ખૂબ ફાયદાકારક છે. સંધિવા અને હાડકાના દર્દથી પીડાતા લોકોને રાહત મળે છે.

તાંબાના વાસણમાં ઓછામાં ઓછા 8 કલાક સુધી રાખેલૂ પાણી પીઓ, તેનાથી એસીડીટી તેમજ ગેસ દૂર થઇ જાય છે અને ડાયજેશન સુધરે છે. તાંબામાં એવા ગુણધર્મો હોય છે જે પેટને નુકસાન કરતાં બેક્ટેરિયાને મારી શકે છે, જેના કારણે પેટમાં અલ્સર અને ઇન્ફેકશન થતું નથી. તાંબુ પેટ, યકૃત અને કિડની બધાને ડિટોક્સ કરે છે. તાંબામાં હાજર એન્ટિ ઇફલેમેટરી પ્રોપર્ટીઝ દર્દમાં રાહત આપે છે.

Image Source

એનિમિયા કે લોહીની કમી હોવા પર તાંબાના વાસણમાં રાખેલું પાણી પીઓ, તેમાં મોજુદ કોપર ખૂનની કમીને દૂર કરે છે. તે રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરે છે અને નવા કોષો બનાવે છે. તેના ઉપયોગ સાથે, યાદદાસ્ત મજબૂત બને છે, અને માઇન્ડ પાવર ઝડપી થાય છે.

તાંબામાં એન્ટી-બેક્ટેરિયલ તત્વ હોય છે, જે ઇજાને જલ્દીથી જ ભરી દે છે. ઇજા થવા પર રોજ તેના પાણીને પીઓ, ફાયદો મળશે. એન્ટિ-વાયરલ, એન્ટિ-બેક્ટેરિયલ અને બળતરા વિરોધી ગુણધર્મો કોપરમાં બાહ્ય અને આંતરિક ઘા અને ઇજાઓને ઝડપથી ભરવામાં મદદ કરે છે.

હૃદયને તંદુરસ્ત રાખી તે બ્લડ પ્રેશરને નિયંત્રિત કરીને ખરાબ કોલેસ્ટેરોલને ઘટાડે છે. તે હ્રદયના હુમલાના જોખમને પણ ઘટાડે છે. તાંબું હાડકાં અને રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks