નેહા કક્કરે તેમની સિંગિંગથી ચાહકોનું દિલ જીતી લીધું છે. તેમને ઘણી લોકપ્રિયતા હાંસિલ કરી છે. નેહા કક્કર સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે અને તે અવાર-નવાર પતિ રોહનપ્રિત સાથે, તેમજ ભાઇ અને બહેન સાથેની તસવીરો અને વીડિયો પોસ્ટ કરતી રહેતી હોય છે.
હાલમાં જ સિંગર નેહા કક્કરના પતિ રોહનપ્રિત સિંહે નેહાને વેલેન્ટાઇન્સ ડે પર ખૂબ જ સરસ સરપ્રાઇઝ આપ્યુ છે. રોહનપ્રિતે હાથ પર નેહાના નામનું ટેટૂ બનાવ્યુ છે. રોહનપ્રિત સિંહે Nehu’s Man નામનું ટેટૂ કરાવ્યુ છે.
નેહાએ રોહનપ્રિત સાથે એક રોમેન્ટિક તસવીર શેર કરી છે અને લખ્યુ છે કે, મારા વેલેન્ટાઇને દુનિયાની સૌથી ખૂબસુરત ગિફટ આપી છે. આટલો બધો પ્રેમ. મેં તેમને પૂછયુ કે, દર્દ થયુ હશે ને?
આના જવાબમાં રોહનપ્રિત સિંહે કહ્યુ કે, ટેટૂ બનાવતા સમયે તે નેહાના ગીતો ગાઇ રહ્યા હતા તેમને બિલકુલ દર્દ થયું નથી. નેહાએ પોસ્ટમાં છેલ્લે લખ્યુ કે, તે હમંશા રોહન સાથે રહેશે અને તેણે રોહનને લવ યુ પણ કહ્યુ.
નેહા અને રોહનપ્રિત સિંહની આ તસવીરનો લોકો ખૂબ જ પસંદ કરી રહ્યા છે અને ચાહકો નેહા અને રોહનપ્રિતની લોકો ઘણી પ્રશંસા કરી રહ્યા છે.
તમને જણાવી દઇએ કે, નેહા અને રોહનપ્રિતે 24 ઓક્ટોબર 2020ના રોજ પરિવાર અને નજીકના લોકોની હાજરીમાં લગ્ન કર્યા હતા. નેહા અને રોહનના લગ્નની ઘણી તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ હતી.