ફિલ્મી દુનિયા

સુશાંતના સ્ટાફનો સૌથી મોટો ધડાકો, બોલ્યા કે કહ્યું-રિયા મેડમ ચા અને કોફીમાં આવો પાઉડર…

અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યાને લઈને રહસ્ય ઘેરાતું જાય છે, રોજ એક નવો ખુલાસો સામે આવી રહ્યો છે. સુશાંતના પિતા કેકે સિંહ દ્વારા જયારે સુશાંતની પ્રેમિકા રિયા ચક્રવર્તી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી ત્યાર પછી તો આ કેસમાં એક નવો જ વળાંક આવી ગયો છે.

Image Source

સુશાંતના પિતાએ દાખલ કરાવેલી એફઆઇઆરની અંદર જાદુ ટોણા વાળી વાત પણ જણાવી હતી. તેમનો આરોપ હતો કે સુશાંત જે ઘરની અંદર રહેતો હતો તે ઘરની અંદરથી ભૂત-પ્રેત અને જાદુ-ટોણા કરવામાં આવ્યા છે એવી વાતો રિયાએ સુશાંતના દિમાગમાં ઠાલવી હતી. એટલા માટે તેને ત્યાંથી કાઢી અને એરપોર્ટ પાસેના એક ઘરની અંદર રહેવા માટે મોકલ્યો હતો. રિયા ઉપર એવો આરોપ પણ હતો કે તે જાણી જોઈને સુશાંતના દિમાગમાં એવી વાતો ભરી રહી હતી.

Image Source

હવે સુશાંતના સ્ટાફે પણ એવો દાવો કર્યો છે કે સુશાંત સિંહ રાજપૂત સાથે જાદુ ટોણા પણ કરવામાં આવ્યા હતા. તેમને કોઈ તાંત્રિકને તો ઘરમાં આવતા નથી જોયો પરંતુ તેમનો દાવો છે કે બધી જ તાંત્રિક વાળી વસ્તુઓ રિયા બહારથી મંગાવતી હતી. તે સુશાંતના જમવામાં, ચામાં અને કોફીમાં નાખીને આપતી હતી.

Image Source

નોકર રૂમની અંદર ચા-કોફી આપી દેતો હતો. અને ત્યારબાદ રિયા તેની અંદર જાદુ ટોણાનો પાવડર નાખીને આપતી હતી. અને તેની માનસિક હાલત તેના કારણે જ ખરાબ થતી રહી. ધીમે ધીમે જાદુ ટોણા દ્વારા સુશાંતના દિમાગને તેને કંટ્રોલમાં કરી લીધું હતી.  તે જે કહેતી હતી સુશાંત એજ કરતો હતો. તેના વિચારવાની અને સમજવાની તાકાત પણ ચાલી ગઈ હતી. તે રિયાના ઈશારા ઉપર નાચવા લાગ્યો હતો.

Image Source

સુશાંતના સ્ટાફ દ્વારા એવો દાવો પણ કરવામાં આવ્યો છે કે સાઈકેટ્રીસ્ટ પાસે પણ રિયા જ જતી હતી. કાઉન્સિલિંગ કરીને દવાઓ લાવતી હતી. જયારે સુશાંતની દિમાગી હાલત ઠીક નહોતી ત્યારે પણ રિયા જ ડોક્ટરની પાસે જતી હતી. અને સુશાંતને પણ નહોતી લઇ જતી. સુશાંત ઘરમાં જ સુઈ રહેતો હતો. રિયા દવાઓ લાવતી હતી અને તે પોતે જ આપતી હતી. ક્યારેક ક્યારેક સુશાંત પણ જતો હતો.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.