હમણાં જ બોક્સ ઓફિસ ઉપર ધૂમ મચાવનારી ફિલ્મ “હાઉસફુલ-4″ના અભિનેતા રિતેશ દેશમુખે પોતાના દીકરાનો જન્મ દિવસ ખુબ જ ધામધૂમથી ઉજવ્યો હતો જેમાં બોલીવુડના ઘણા નામી અભિનેતાઓ પોતાના બાળકો સાથે આવી પહોંચ્યા હતાં.
રિતેશ અને તેની પત્ની જેનેલિયા ડિસુઝાએ પોતાના દીકરાના જન્મ દિવસ નિમિત્તે એક પાર્ટીનું આયોજન કર્યું અને જેમાં બોલીવુડના ખ્યાતનામ અભિનેતાઓને તેમના બાળકો સાથે આવવાનું આમંત્રણ આપ્યું હતું. જેને લઈને બોલીવુડના સિતારાઓ પોતાના બાળકો સાથે આવી પહોંચ્યા હતા જેના ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યા છે.
અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય દીકરી આરાધ્યા સાથે પાર્ટીમાં સામેલ થયા હતા તો રાની મુખર્જી સૌ પ્રથમવાર પોતાની દીકરી આદિરાને પબ્લિક સામે લઈને આવી હતી.
View this post on Instagram
આ સિવાય પણ શાહિદ અને મીરા તેમના બાળકો મિશા અને જેન સાથે પહોંચ્યા હતા.
View this post on Instagram
ફિલ્મ મસ્તીમાં રિતેશ સાથે કામ કરનાર વિવેક ઓબોરાંય પણ પોતાના બાળકો આવી પહોંચ્યો હતો. જયારે અક્ષય કુમારની દીકરી નિતાર પણ પાર્ટીની શાન બની હતી.


તુષાર કપૂર પણ પોતાના દીકરા સાથે પાર્ટીમાં જોવા મળ્યો તો ઈશા દેઓલ પણ પોતાની દીકરીને લઈને પાર્ટીમાં પહોંચી હતી.



પાર્ટીમાં આવેલા બૉલીવુડ સ્ટાર્સના બાળકોના ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યા છે અને લોકોને તે ગમી પણ રહ્યા છે. ફિલ્મ પડદા ઉપર અભિનેતાને જોવાની સાથે તેમના બાળકોને પણ જોવાનો આનંદ તેમના ચાહકોને મળી રહ્યો છે.
બૉલીવુડ સ્ટાર પોતાના બાળકો સાથે આવી પહોંચતા પાર્ટીની રોનક વધી હતી. રિતેશ અને જેનેલિયા પાર્ટીમાં ખુબ જ ખુશ હતા તેમજ બાળકો પણ આ પાર્ટીમાં મસ્તી ભર્યા અંદાઝમાં જોવા મળ્યા હતા.
રિતેશ દેશમુખના ઘરે યોજાયેલ આ પાર્ટીનો વિડિઓ પણ જુઓ
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.