મનોરંજન

આ એક્ટ્રેસે નવરાત્રિમાં લીધું કાળી માતાનું સ્વરૂપ, મુંબઈના રોડ ઉપર ફરતી આવી નજર અને લોકોને આપ્યો આ ખાસ સંદેશ

તાજેતરમાં જ માં દુર્ગાનો તહેવાર ‘નવરાત્રી’ની પુરા જોશમાં ઉજવણી કરવામાં આવી હતી. જો કે કોરોના મહામારીને લીધે રાસ ગરબાની રમઝટ આ વર્ષે લોકોને મળી ન હતી પણ માતાજીની આસ્થા અને પૂજા-અર્ચનામાં કોઈ ખામી રહી ન હતી.

Image Source

ધાર્મિક શાસ્ત્રોમાં નવરાત્રીના તહેવારનું પણ ખુબ મહત્વ જણાવવામાં આવેલું છે.નવરાત્રીના નવે નવ દિવસોમાં માતાના નવ સ્વરૂપની પૂજા કરવામાં આવે છે. નવે નવ દિવસ લોકો અલગ અલગ દેવીઓની પૂજા કરે છે અને તેનો આશીર્વાદ મેળવે છે.

Image Source

નવરાત્રીનો સાતમો દિવસ કાલરાત્રિ તરીકે ઓળખવામાં આવે છે અને આ દિવસે કાળીમાતાના સ્વરૂપની પૂજા કરવામાં આવે છે. એવામાં નવરાત્રીના સાતમા દિવસે માં કાળીના પાવન દિવસે ટીવી અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રી રિષિના કાંધારીએ માં કાળીનું રૂપ ધારણ કરી ફોટોશૂટ કરાવ્યું હતું.

Image Source

રિષિનાને માં કાળીના રૂપમાં ઓળખવી ખુબ મુશ્કેલ લાગી રહી છે. આ વખતે માતાની અર્ચના રિષિનાએ માં કાળીનું રૂપ ધારણ કરીને કરી છે. રિષિનાનો માં કાળી સ્વરૂપેનો આ અવતાર દર્શકોને ખુબ પસંદ આવી રહ્યો છે, અને તસ્વીરો પણ ખુબ વાયરલ થઇ રહી છે.

Image Source

સિરિયલોમાં મોટાભાગે દર્શકોએ રિષિનાને સ્ટાઈલિશ અવતારમાં જોયેલી છે, એવામાં રિષિનાનો આવો અવતાર જોઈને દર્શકો પણ ખુબ જ હેરાન રહી ગયા છે. માં દુર્ગાનું કાળી રૂપ ખુબ ક્રોધિત માનવામાં આવે છે, એવામાં રિષિનાનો પણ આવો જ ક્રોધિત અવતાર તસ્વીરોમાં દેખાઈ રહ્યો છે.

Image Source

અસલ જીવનમાં પણ રિષિના ખુબ જ ધાર્મિક સ્વભાવની છે. રિષિનાએ કહ્યું કે આ વર્ષે તે દુર્ગા પંડાલો(મંડપ,સ્થાપના)ને ખુબ યાદ કરી રહી છે અને દરેકને વિનંતી કરતા કહ્યું હતું કે આ વર્ષે કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને તહેવારો સાદગીથી જ ઉજવીએ.

Image Source

રિષિનાએ પોતાના મેકઅપ રૂમને પણ મંદિર બનાવી લીધું છે, તેના પર દર્શકો પ્રતિક્રિયા આપતા કહી ચુક્યા છે કે તેનો મેકઅપ રૂમ જોઈને મંદિર જેવો જ અનુભવ થાય છે. મેકઅપ રૂમમાં જતા જ રિષિના સૌથી પહેલા કપૂર સળગાવે છે અને ભજન પણ સાંભળે છે.

Image Source

રિષિના અત્યાર સુધીમાં દિયા ઔર બાતી હમ, યે ઉન દીનો કી બાત હૈં, ઈશારો ઈશારો મૈં, તું સૂરજ મૈં સાંજ પીયાજી, દેવો કે દેવ મહાદેવ જેવા ફેમસ ટીવી શો માં કામ કરી ચુકી છે. આ સિવાય રિષિના એક વિલેન, સાહેબ બીવી ઔર ગેંગસ્ટર, લુપ્ત જેવી ફિલ્મોમાં પણ પોતાની દમદાર અદાકારી દેખાડી ચુકી છે.