આજે એટલે કે 30 એપ્રિલના રોજ સવારે બોલિવુડના પહેલા ચોક્લેટી હિરોનું બિરુદ મેળવનાર રિશી કપૂરનું નિધન થયું છે. કેન્સર સામે લડીને ઠીક થયા બાદ પહેલી વખત રિશી કપૂરે એક ઇન્ટરવ્યુમાં કેન્સર અને પોતાની સારવાર વિશે ખુલીને વાતચીત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, ‘અમેરિકામાં મારી સારવાર થઇ રહી છે. લગભગ 8 મહિના સધી સારવાર ચાલી અને આ સારવારની શરુઆત 1 મેં 2018ના રોજથી થઇ હતી. પરંતુ મારી ઉપર ભગવાનની કૃપા છે, કે હવે હું કેન્સર મુક્ત છું, તથા ભારત પાછા ફરવા માટે ખુબ જ ઉત્સાહિત છું.’
રિશી કપૂરે એમ પણ કહ્યું કે, ‘મને બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ કરાવાનું છે. જેમાં ઓછામાં ઓછા 2 મહિનાનો સમય લાગશે. બીમારીથી મુક્ત થવું ખુબ જ મોટી વાત છે, અને આ મારા પરિવાર અને મારા ફેન્સની પ્રાર્થના અને દુઆઓના કારણે જ થયું છે. હું તેઓનો આભાર માનું છું.’
મારી પત્ની નીતુનો આભારી છું – રિશી
એક ઇન્ટરવ્યુમાં રિશી કપૂરે કહ્યું કે, સૌથી વધારે હું મારી પત્ની નીતૂનો આભારી છું કારણ કે તે મારી દરેક મુશ્કેલીમાં મારી સાથે હતી.
હોસ્પિટલમાં લઇ જવા પડ્યા
દિગ્ગજ અભિનેતા રિશી કપૂરની તબીયત અચાનક ખરાબ થઇ હોવાના કારણે મુંબઇ ખાતે સર એચ.એન.રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલમાં ભરતી કરાવ્યા છે.
સારવાર માટે અમેરિકા ગયા હતા
ઉલ્લેખનીય છે કે સપ્ટેમ્બર 2018માં રિશી કપૂર સારવાર માટે અમેરિકા ગયા હતા. ત્યાર બાદ 3 ઓક્ટોબર 2018ના રોજ રિશીને કેન્સર હોવાના સમાચાર આવ્યા હતા. આ વાત તેમના મોટા ભાઇ રણધીર કપૂરે જ કહી હતી. પરંતુ તેના ચાર દિવસ પહેલા રિશી પોતાની બીમારીની કોઇને જાણ કર્યા વિના અમેરિકા પહોંચી ગયા હતા.
ન કરી શક્યા માતાના અંતિમ દર્શન
1 ઓક્ટોબર 2018ના રોજ રિશી કપૂરની માતા કૃષ્ણારાજ કપૂરનું નિધન થયું હતું. પરંતુ કેન્સરની સારવાર પોતાની માતાના અંતિમ દર્શન પણ કરી ન શક્યા. આ સમય દરમિયાન રણબીર કપૂર અને નીતૂ કપૂર અમેરિકામાં હતા.
નીતૂ કપૂર, રણબીર કપૂર અને પરિવારનો સપોર્ટ
બીમારી બાદ જે વ્યક્તિ રિશી કપૂરની સાથે હતા, તેમાં તેમની પત્ની નીતૂ અને દીકરો રણબીર તેમની સાથે જ હતા. તે સાથે પરિવારને પણ સંભાળતા હતા. રણબીર કપૂર વર્ક કમિટમેન્ટના કારણે શુટિંગ સાઇટની સાથે તે જ્યારે સમય મળે ત્યારે તે પાપા રિશી પાસે પહોંચી જતા હતા.
સોશિયમીડિયા પર હંમેશા એક્ટિવ
આ બીમારીમાં રિશી કપૂરને પોઝિટિવ રાખવા માટે નીતુએ દરેક સંભંવ પ્રયત્નો કર્યા છે. રિશી કપૂર સોશિયલ મીડિયા પર ખુબ જ એક્ટિવ રહેતા હતા. તે ન્યૂયોર્કથી પોતાના ફોટોઝ પણ શેર કરતાં હતા.
હોસ્પિટલમાં વિતાવ્યા 11 મહિના 11 દિવસ
અમેરિકા ખાતે કેન્સર હોસ્પિટલમાં 11 મહિના અને 11 દિવસ વિતાવ્યા બાદ પત્ની નીતુનો હાથ પકડીને ભારત પાછા ફર્યા હતા. ત્યારે તેમણે ફેન્સનો આભાર માન્યો હતો. તથા પરિવારમાં ખુશીનો માહોલ હતો.
ચાલુ જ હતી સારવાર
ઉલ્લેખનીય છે કે રિશી ભારત પાછા આવ્યા ત્યાર બાદ પણ તેમની સારવાર ચાલુ જ હતી. તે સંપૂર્ણ રીતે સ્વસ્થ થવા માટે હજી સમય લાગે તેમ હતું.
ફિલ્મમાં કર્યું કામ
રિશીએ ન્યૂયોર્કથી પાછા ફર્યા બાદ 2012માં રિલિઝ થયેલી ફિલ્મ ધ બોડીનામની હિન્દી ફિલ્મમાં કામ કર્યુ હતું. આ ફિલ્મમાં તેમની સાથે ઇમરાન હાશ્મી અને શોભિતા ધુલિપાલા મુખ્ય ભૂમિકામાં હતા. ફિલ્મ બોક્સ ઓફિસ પર અસફળ રહી.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.